ઝવેરચંદ મેઘાણી
પ્રકાશિત સાહિત્ય
97
વાચક સંખ્યા
266,906
પસંદ સંખ્યા
25,435

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

જન્મની વિગત : ૧૭-૦૮-૧૮૯૭ ,ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત મૃત્યુની વિગત :  ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ),બોટાદ, ભાવનગર, ગુજરાત અભ્યાસ         :   સંસ્કૃતમાં સ્નાતક વ્યવસાય       : સાહિત્યકાર (કવિ, લેખક) ખિતાબ           : રાષ્ટ્રીય શાયર જીવનસાથી    : દમયંતીબેન, ચિત્રદેવી મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. 


Sanjay

0 ફોલોઅર્સ

Rohit

0 ફોલોઅર્સ

Dharmesh

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.