વિશ્વદીપ બારડ
પ્રકાશિત સાહિત્ય
27
વાચક સંખ્યા
49,182
પસંદ સંખ્યા
555

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

વિશ્વદીપ બારડ “આવો, આવો તો મારી આંખો ઠરે, ને નહિ આવો તો મુખ નહિ મોડું” જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર my site: www.vishwadeep.wordpress.com http://vishvadeep.gujaratisahityasarita.org/ પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે. કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા. આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો. ૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે. મારી વાર્તા-લખુકથામાં"અમેરિકા'ને કેન્દ્રમાં રાખી અહીં વસ્તા ભારતિયનું સામાજીક , કૌટુંબિક જીવન, વ્યક્તિગત જીવન અને અહી ના જીવનમાં કેવી રીતે હળીભળી જાય અને વૃધ્ધાવસ્થા-નિવૃતી જીવન કેવી રીતે જીવે છે તેનું પરિબિંબ ઝીલતી વાર્તાઓ, મારા અહીંના ૪૦ વર્ષના અનુભવોનો નિચોડ વાર્તાઓમાં નિહાળી શકશો.


KOKILA PATEL

4 ફોલોઅર્સ

Inal

191 ફોલોઅર્સ

Vaishali Patel

0 ફોલોઅર્સ

Payal Shah Gohel

23 ફોલોઅર્સ

DrHitesh Hathila

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.