રેખા વિનોદ પટેલ
પ્રકાશિત સાહિત્ય
77
વાચક સંખ્યા
182,618
પસંદ સંખ્યા
12,790

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

હું રેખા વિનોદ પટેલ.. છેલ્લા પચ્ચીસ વર્ષથી અમેરીકા સ્થિત ડેલાવર સ્ટેટમાં રહુ છુ, ગૃહિણી અને બે દીકરીઓની માતા છું. વાંચનનો શોખ નાનપણથી સચવાએલો હતો. પરંતુ લેખનકાર્યનો સાચો અધ્યાય આમ જોવા જઇએ તો આઠ વર્ષ પહેલા ફેસબુકમાં આવ્યા પછી શરૂ થયો..એ સમયગાળામાં ઘણા કવિઓ અને લેખકોને ફેસબુકમા લખતા જોઇને મારી અંદરનો કવિજીવ જાગૃત થયો. મારા પતિ( વિનોદ) ના મજબુત સાથને લઈને હું આજે આ સ્થાને પહોચી છુ. આજ કારણે મારું ઉપનામ વિનોદિની છે. કાવ્યો અને ગઝલની સાથે વાર્તા, અને અન્ય લેખો પણ લખવાની શરૂઆત કરી. મારી ત્રીજી લખેલી ટુકી વાર્તા "મારો ખરો ગૃહપ્રવેશ" ને ‘ચિત્રલેખા’ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું,. માર્ગી મેગેઝિન, ફીલિંગ્ઝં મેગેઝિનમાં અવારનવાર વાર્તાઓ અને લેખો પ્રકાશિત થતા રહ્યા. આ બધામાં મને વાર્તાઓ અને અલગઅલગ વિષયો ઉપર આર્ટીકલ્સ લખવા ખુબ પસંદ છે. અમેરિકા વિશેની"અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ “ફીલિંગ્સ મેગેઝીનમાં બે વર્ષ પ્રકાશિત થતી રહી. ત્યારબાદ ખ્યાતનામ ગુજરાતી મેગેઝીન "અભિયાન" મ અમેરિકાના ખાતે ખબર નામની વીકલી કોલમ આવતી રહી. આ સાથે દિવ્યાભાસ્કર ઓનલાઇનમાં ન્યુઝ રિપોર્ટર તરીકે અમેરિકાના અવનવા ન્યુઝ આપી રહી છું. હાલ અભિયાન, ફીલિંગ્સ સાથે ગુજરાત ટાઈમ્સ તથા અહી અમેરીકાના અમુક પખવાડીક અને માસિક મેગેઝિનમા પણ મારી કવિતાઓ આર્ટિકલ નિયમિત પબ્લિશ થતા રહે છે.... હાલમાં મારા છ પુસ્તકો પબ્લીશ થયા છે જે પૈકી ગુર્જર પ્રકાશનમાં - ટહુકાનો આકાર પાશ્વ પબ્લીકેશન - લિટલ ડ્રીમ્સ, લાગણીઓનો ચક્રવાત, એકાંતે ઝળક્યું મન, તડકાનાં ફૂલ , અમેરિકાની ક્ષિતિજે વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથી જ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે. આજે હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે. મારું અંગત માનવું છે વાંચન…જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે… રેખા પટેલ (વિનોદીની), ડેલાવર (યુએસએ )


ધ્રુવ ભટ્ટ

3,012 ફોલોઅર્સ

વર્ષા અડાલજા

9,354 ફોલોઅર્સ

Parv Patel

1 ફોલોઅર્સ

Annasaheb Dalal

121 ફોલોઅર્સ

Zuber Patel

19 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.