પ્રજ્ઞા દાદભાવાળા
પ્રકાશિત સાહિત્ય
17
વાચક સંખ્યા
10,590
પસંદ સંખ્યા
879

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

કેલીફોર્નીયા -યુ.એસ.એ. મારો પોતાનો એક બ્લોગ ચલાવું છું જેનું નામ છે "શબ્દોનુંસર્જન" જેમાં હું લેખકોની કૃતિઓને રજુ કરું છું આપ સર્વને આમંત્રણ છે.   આ સાથે કેલીફોર્નીયામાં  ગુજરાતી ભાષાની"બેઠક"દર મહિનાના છેલ્લા શુક્રવારે મળે છે. જેમાં શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરે છે ."બેઠક" લખવા માટે લોકોને પ્રેરણા આપે છે અને અમેરિકામાં અને કેલીફોર્નીયામાં રહેતા લોકો હાજરી આપી ગુજરાતી ભાષામાં પોતાના સર્જન ને લોકો સમક્ષ રજૂ કરે છે આમ બે એરિયાના ગુજરાતીઓ અને  ભાષાના પ્રેમી પ્રતિભાને મંચ આપી લોકો સમક્ષ રજુ કરવાનો અને એક આયોજક તરીકે  લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો મારો આ એક નાનકડો પ્રયત્ન છે.  એક બેઠકના આયોજક તરીકે એટલુ જ કહીશ કે....  ​"બેઠક" ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવી કે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ લે છે. આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો ​પ્રયાસ  એટલે“બેઠક” ​  અમારા આ નાનકડા પ્રયત્નમાં આપ સર્વે જોડાવ એવી મારી ઈચ્છા અને આમંત્રણ છે. વધુ પરિચય શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા શ્રીમતિ,પ્રજ્ઞાબેન દાદભાવાળા બૅ એરીયાની નારી શક્તિનું જવલંત ઉદાહરણ છે. ફ્રીમોન્ટ અને સાન્ટા ક્લેરામાં કોમ્યુનીટી એમ્બેસેડર તરીકે છેલ્લાં 12 વર્ષથી ઇન્ડીયન કોમ્યુનીટીનાં સીનીયરોને વોલન્ટરી સેવા આપે છે. “બૅ એરિયા ગુજરાતી સમાજ”ના સક્રિય કાર્યકર તરીકે છેલ્લાં કેટલાંક વર્ષથી તેમની સેવા આપી રહ્યાં છે. તેમના શબ્દો એ તેમની ઓળખ છે. "હું જીવન સાથે સતત હકારાત્મક અભિગમ સાથે ચાલવામા માનુ છું”. શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાળા વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્કૃ તિ પારિવારીક સંસ્કા રોને અવિરત ધબકતું રાખતા કેલીફોર્નીયામાં "પુસ્તક પરબ "ડગલો” અને “બેય એરિયા ગુજરાતી સમાજ” “બેઠક”આ ત્રણે સંસ્થાઓમાં ખૂબ જ મહત્વનો સક્રિય ભાગ ભજવી રહ્યા છે.વાંચન સાથે સર્જન દ્વારા માતૃભાષાનાં સંવર્ધનના અભિયાનમાં “બેઠક”અનેક પ્રવૃત્તિ દ્વારા પોતાનું યોગદાન આપી રહી છે,પોતે લખી કલમને કેળવે છે. છે.એમના લખાણની મૌલિકતા અને સાતત્ય લોકોનું ધ્યાન ખેંચે છે. પોતે “શબ્દોનું સર્જન” “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા બીજા અનેક બ્લોગ પણ ચલાવે છે. કેનેડાના “ગુજરાતીન્યુઝ લાઈન” માં “આ મુંબઈ છે” ની કોલમ દર અઠવાડીએ લખી છે.તેમજ “બેઠક”ના સર્જકોના કાર્યને સંકલન કરી એમેઝોન પર સંપાદક તરીકે છવ્વીસથી વધુ બુક પબ્લીશ પણ કરી છે. ગુજરાતની કળા અને સંસ્કૃતિને પરદેશમાં લીલીછમ રાખવાનો એમનો પ્રયત્ન હજુ પણ ચાલુ છે, બારહજારથી વધુ પાનાંનો “મહાગ્રંથ”ની સહિયારી સર્જકતા દ્વારા ગુજરાતી ભાષાને વિશ્વના સ્તરે મુકવાનો “બેઠક”નો સહિયારો પ્રયત્ન ખુબ નોથનીય છે.. આમ સર્જન સાથે ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ અભિનંદનીય કાર્ય બે એરિયા કેલીફોર્નીયામાં પ્રજ્ઞાબેન દાદભાવાળા બેઠકમાં કરી રહ્યા છે.આ સિવાય ભારતીય સિનીયર સિટીઝનને મદદ પણ કરે છે.વિખુટી પડેલી માતૃભાષા ને પરદેશમાં અક્ષરદેહ આપી જણસની જેમ સાચવે છે.જે માટે કોંગ્રેસમેને,મેયરે તેમજ સિટીએ એમના કાર્ય માટે નવાજ્યા પણ છે.આમ સર્જન સાથે ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ અભિનંદનીય કાર્ય બે એરિયા કેલીફોર્નીયામાં પ્રજ્ઞાબેન કરી રહ્યા છે. પ્રજ્ઞાબેન કહે છે કે આપણા વડીલો અમેરીકામાં આવ્યા તો ખરા પરંતુ ત્યારબાદ ગુજરાતી ભાષા સાથે નાતો જાણે છૂટી ગયો ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઇ ગઇ છે. ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો ખજાનો સચવાઇને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે. અને વડિલોએ પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોંપવાનો છે તો તેને સાચવવી જોઇએ અને વડિલોને પ્રત્સાહન આપી તેમના અનુભવનો નિચોડ લોકો સમક્ષ મૂકવો જોઇએ તેમજ તેમની સર્જનશક્તિ ખીલવવી જોઇએ ." આમ તેઓએ નિઃશબ્દ બનેલા ગુજરાતી વડીલોને વાચા આપી જાગૃત કર્યા છે. ICC, મીલપીટાસમાં શ્રી પ્રતાપભાઈ પંડ્યાના પ્રેરણાથી શરુ કરેલી"પુસ્તક પરબ"ને હ્યુસ્ટનના વિજય શાહના માર્ગદર્શન હેઠળ "બેઠક"માં ફેરવવાનુ ગૌરવવંતુ કાર્ય ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેને કર્યુ છે. આ સર્જનમાં વાંચન, લેખન, વકૃત્વ કળા, વાર્તા, નિબંધો, ગઝલ, સંગીત, અભિનય, વિગેરેનો સમાવેશ કરીને ગુજરાતી ભાષાને સમગ્ર વિશ્વમાં વહેતી રાખીને ‘બેઠક’ના તમામ સર્જકોને ગીનીસ બુકના દ્વારે પહોંચાડવાના ભગીરથ પ્રયત્નમાં સફળ નિવડ્યા છે.. એટલું જ નહીં, તેઓએ બૅ એરીયાના બાળ કલાકારોની કલાને "નરસૈયો" કાર્યક્રમ દ્વારા પ્રકાશમાં લાવ્યા હતા,નવી યુવાન પેઠીને ભાષા અને સાહિત્ય પ્રત્યે આકર્ષવા બેઠકે રંગમંચ ની સ્થપના કરી છે. જેમાં નાટય પ્રવૃત્તિ દ્વારા ગુજરાતી સાહિત્ય અને કલા પીરસે છે પોતે નાટક લખે છે.અભિનય પણ કરે છે. બેઠક રંગમંચ થકી અનેક નવા સર્જકો અને કલાકારોનો જન્મ થયો છે.અનેક શિક્ષકોના માર્ગદર્શન થકી ખરા અર્થમાં બેઠકને એક પાઠશાળા બનાવીને દરેક સર્જકોનાં સર્જનને એક "મા"ની જેમ કાળજી લઇને વિશ્વ સમક્ષ તેમના બ્લોગ દ્વારા અને આ મહાગ્રંથ દ્વારા રજૂ કરવામાં તેમનો ફાળો અણમોલ રહ્યો છે. આમ સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાનને "બેઠક" તેમજ સમગ્ર ગુજરાતી પ્રજા બિરદાવે છે.તેઓ તેમની સમગ્ર સિધ્ધિ માટે તેમના જીવન સાથી શરદ દાદભાવાળા, તેમની બન્ને દિકરીઓ અને બન્ને જમાઇને યશ આપે છે અને નમ્રતાપૂર્વક કહે છે હું તો નીમ્મિત માત્ર છું.બધાને સર્જન કરતા અને આગળ વધતા જોઈ આનંદ અને ગર્વ અનુભવું છું.Jayshree Matani

3 ફોલોઅર્સ

Heena Mistry

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.