અશોક વાવડીયા
પ્રકાશિત સાહિત્ય
98
વાચક સંખ્યા
19,955
પસંદ સંખ્યા
0

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નભ-ધરા  આરપાર   છે  કવિતા, એટલી   ધારદાર    છે    કવિતા. સાંજ પણ છે, સવાર છે  કવિતા; ગુલ,ગુલશન,બહાર  છે   કવિતા. દર્દની    સારવાર    છે    કવિતા, ને  ખુશીઓ  અપાર  છે  કવિતા. દર્દ    ભૂલાવવા,   ખુશી     માટે-  એક   દારોમદાર     છે    કવિતા. તર્ક    શણગાર,  મર્મની    વાતો; એક  કવિનો  વિચાર  છે  કવિતા. કવિનું  હથિયાર  લેખણી, કાગળ; શબ્દ   રૂપી   પ્રહાર   છે   કવિતા. આપ પ્રતિભાવ  આપશો  'રોચક' - એજ  મારો  પગાર   છે,  કવિતા. -અશોક વાવડીયા *ગુલ= ફૂલ,ગુલાબ *ગુલશન=બાગ,બગીચો,ઉધાન,ફૂલ વાડી *બહાર=ભભકો,શોભા,સુગંધ,સૌરભ,આનંદ,ખુશાલી *દારોમદાર=આધાર,મદાર,આશ્રય,નિર્ભરતા *તર્ક= કલ્પના,અનુમાન,સંભવીત ખુલાસો *મર્મ=છૂપી વાત,ભેદ,રહસ્ય,ભાવ,હેતું *લેખણી=કલમ,ટાંક,પીંછી,લેખણ છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા ગુજરાતી શબ્દો ગાલગાગા લગાલગા ગા ગા અરબી શબ્દો ફાઈલાતુન મફાઈલુન ફઅલુન નોંધ:- મારી તમામ ગઝલો કવિની કલ્પના માત્ર છે એને હકીકત સાથે કંઈ લેવા દેવા નથી. એક જગ્યાએ રહે  પડ્યા  એ  વાસી  થાય  છે, પગ ઉપાડે  એજ  દુનિયામાં  પ્રવાસી  થાય  છે. એજ  સમજાતું  નથી  કે નર્ક  વાસી  કોણ   છે.! જેટલાં  પામે  મરણ  સૌ  સ્વર્ગવાસી  થાય  છે. કોઇ અલ્લડ,કોઇ  શોધક, કોઇ  શૂરા  થાય  છે, હાજીહા કરનાર વ્યક્તિ અહિ ખવાસી થાય છે. પોતપોતામાં  રહી   તાકાત   પર   નિર્ભર   રહે, કોઇ  રાજા, રંક, કોઈ  અહિ  મવાસી  થાય  છે. શ્હેરનું વળગણ  હવે  તો  ક્યાં  જઈને  થોભશે, ગામડાં  વેરાન,  ગાયબ  ગામવાસી   થાય   છે. -અશોક વાવડીયા *વાસી= પૂર્વના દિવસનું,ગંધાઈ ગયેલું,રહીશ,વતની  ઉપરના બન્ને શેરમાં જુદા જુદા અર્થમાં પ્રયોજવામાં આવ્યું છે; *ખવાસી= ખુશામત,ચાકરી,ખિદમતદારી; *મવાસી= કિલ્લેદાર,ગઢપતિ,પ્રધાન,મુખી; છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા ગુજરાતી શબ્દો ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા અરબી શબ્દો ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન


Darshana Laheru

21 ફોલોઅર્સ

Patel Jagdish

32 ફોલોઅર્સ

Tejal Dodiya

187 ફોલોઅર્સ

DINESHKUMAR PARMAR

92 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.