નૈસર્ગિક અચરજ

દેવિકા ધ્રુવ

નૈસર્ગિક અચરજ
(1)
વાચક સંખ્યા − 162
વાંચો

સારાંશ લખો

ઝીણા, કૂણા, સુંવાળા તડકે અચરજ જોયું આજે ! મીટડી માંડી, જોયા કરતી નજરને વળવા ના દે! તારને ખેંચી, સર સર સરતા કરોળિયાની ક્રીડા જાણે કોણે શીખવી આવી અજોડ,અથાગ લીલા! પુલ નથી કે પાળ નથી ને મળે નહિ કોઈ ટેકો! આઠ પગનો માનવમિત્ર, શીખવે ગર્વીલો ઠેકો! ના કોઈ શાળા, ના કોઈ પાઠો, ના કોઈ ગુરુવિદ્યા, મનને અડતી, રમ્ય મનોહર કેવી સુંદર કલા. પડે પડે પણ ઉભો થઈને ચડતો તાંતણ તારે, ફરી ફરીને, વળી વળીને વધતો ધારે ધારે. નાનુ સરખું જીવડું રચતું જાળું આંખની સામે. બ્રહ્મા જેવું ભવ્ય ને દિવ્ય, કૌશલ એકલ હાથે!

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
રચના પર કોઈ પ્રતિભાવ નથી
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.