રેખા વિનોદ પટેલ
પ્રકાશિત સાહિત્ય
55
વાચક સંખ્યા
90,341
પસંદ સંખ્યા
12,824

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

  હું રેખા વિનોદ પટેલ.. છેલ્લા ચોવીસ વર્ષથી અમેરીકા સ્થિત ડેલાવરમાં રહુ છુ ,હુ ગૃહીણી અને બે દીકરીઓની માતા છું .. મારા ઘણા શોખ માનો એક શોખ છે વાંચન…સાહિત્યનો શોખ છેક નાનપણથી સચવાએલો હતો. પરંતુ મારા લેખન અને કાવ્યોનો સાચો અધ્યાય આમ જોવા જઇએ તો છ વર્ષ પહેલા ફેસબુકમા આવી ત્યારથી શરૂ થયો..એ સમયગાળામાં ઘણા કવિઓ અને લેખકોને ફેસબુકમા લખતા જોઇને મારી અંદરનો કવિજીવ જાગૃત થયો..મારા પતિ( વિનોદ) ના મજબુત સાથને લઈને હું આજે આ સ્થાને પહોચી છુ.. કાવ્યો ગઝલની સાથે વાર્તા અને અન્ય લેખો પણ લખવાની શરૂઆત કરી. મારી ત્રીજી લખેલી ટુકી વાર્તા "મારો ખરો ગૃહપ્રવેશ" ને ‘ચિત્રલેખા’ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું, ત્યાર બાદ “માર્ગી”ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમા મારી અન્ય વાર્તા ‘રૂપ એ જ અભિશાપ’ને સ્થાન મળ્યુ હતુ.ત્યાર બાદ "જિંદગી પ્યાર કા ગીત હૈ" નામની વાર્તા માર્ગી મેગેઝિનનાં સપ્ટેમ્બર ૨૦૧૪નાં અંકમાં પ્રકાશિત થઇ હતી.ત્યાર બાદ ફીલિંગ્ઝં મેગેઝિનનાં જૂલાઇ ૨૦૧૪નાં અંકમાં "પ્રેમ માત્ર પ્રેમ છે" નામની  વાર્તા પ્રકાશિત થઈ હતી.આમ ઘણી ટુકી વાર્તાઓને આ બધા મેગેઝીનમાં સ્થાન મળ્યું છે. અમેરિકા વિશેની"અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ  “ફીલિંગ્સ મેગેઝીનમાં બે વર્ષ પ્રકાશિત થતી રહી. ત્યારબાદ ખ્યાતનામ ગુજરાતી મેગેઝીન "અભિયાન" મ અમેરિકાના ખાતે ખબર નામની વીકલી કોલમ આવતી રહી. આ સાથે દિવ્યાભાસ્કર ઓનલાઇનમાં ન્યુઝ રિપોર્ટર તરીકે અમેરિકાના અવનવા ન્યુઝ આપી રહી છું. અહી અમેરીકાના અમુક પખવાડીક અને માસિક મેગેઝિનમા પણ મારી કવિતાઓ આર્ટિકલ નિયમિત પબ્લિશ થતા રહે છે. વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથી જ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે.આજે  હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે. મારું અંગત માનવું છે વાંચન…જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે… “ઉત્તમ પુસ્તક”. ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે..સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે. "જય ગરવી ગુજરાત" રેખા પટેલ (વિનોદીની) દિલાવર (યુએસએ )


HARDIK Panchal

0 ફોલોઅર્સ

Ashwin Gohil

0 ફોલોઅર્સ

KC Parmar

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.