બાલ્કની મા વાળ કોરા કરતા કરતા કેશા 24 વર્ષ પહેલાં ની યાદો મા પહોંચી ગઈ.
કેશા અને અમર ના પ્રેમ લગ્ન હતા. બન્ને એકબીજા ને ખૂબ પ્રેમ કરતા હતા જેટલો પ્રેમ કરતા એટલો જ ઝધડતા પણ હતાં.
વાતવાતમાં હસી પણ લેતા ને વાતવાતમાં કોઈક વિષય પર ચર્ચા એ ચડી જતા ટુંકમાં એમને જોઈને બધા ને અદેખાઈ આવતી.
અમર ને સરપ્રાઇઝ આપવાની ટેવ ને કેશા ને એ માણવા ની ટેવ.
બન્ને મા વિરોધાભાસ હોવા છતાં એકબીજા ની ખૂબ જ નજીક.
આજે કેશા અમર ના લગ્ન ને 24 વર્ષ પૂરાં થયાં હતાં.
કેશા ખૂબ સુંદર ને એમાય એના કાળા ધટાદાર રેશમી મુલાયમ વાળ નું તો કહેવું જ શું?
સુંદર વાળ ને કારણે કોલેજ મા યોજાયેલી "કેશકલા પ્રતિયોગિતા" મા પ્રથમ નંબરે આવી હતી. એ દિવસે અમરે કેશા ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું..... અને બન્ને એકબીજા ના મન ને પારખી અંતે પરણી ગયા હતા.
કેશા ને ફોટા નો ભારે શોખ.
વાતવાતમાં ફોટા પાડે ને અમર બગડે "આ શું આખો દિવસ જ્યા ત્યાં ફોટા પાડવા માડે છે" આવું કહેતા જ એ ફોન તરત જ મુકી દેતી. પણ ઘણીવાર અમરે સામે થી એને ફોટા પાડી આપી ને ખુબ ખૂશ કરી છે. એટલે જ્યારે અમર ને ન ગમે તો વિરોધ કર્યા વગર હસતા મોઢે વાતને સ્વિકારી લેતી. અને એના આ સમજણ ભર્યા સ્વભાવ ના કારણે જ અમર ની એ ખાસ હતી.
જૂની વાતો ને વાગોળતાં વાગોળતાં અચાનક એક લટ ઉડીને ગાલ પર આવી ને અટકી, હજી તો લટને સરખી કરે એ પહેલાં જ ફોટો પાડવા ના વિચારે ફોન હાથમાં લીધો ને જ્યાં સેલ્ફી લેવાની શરુ કરે ત્યાં જ.... "કેશા કેશા...... અરે ક્યા ગઈ??
આજો.... તને હજાર વાર કહ્યું છે કે નાહિ ને નિકળે કે તરત જ બાથરૂમમાં થી વાળ ના ગુછછા લઈ લેવા...
અમર નો અવાજ સાંભળતા જ લટ બટ લપેટી ને વાળને ઊંચે બાધીં બક્કલ ભરાવતા ની સાથે જ બાથરૂમ સાફ કરવા પહોંચી ગઈ.
અમર દરરોજ નાહી ને તૈયાર થઈ ને દિવા બતિ કરતો અને પછી જમવા બેસે.
ગરમ રોટલી ની પડેલી ટેવને ટેકો આપતી કેશા ખૂબજ ભાવ થી જમાડતી....... જમતા જમતા "સાંજે ક્યાં જવું છે શું કરવું છે એ બધું તુ નક્કી કરી લે જે" અમર કહેતા કહેતા કેશા ની સામે જુએ છે. કેશા નું ધ્યાન પુરેપુરુ રોટલી મા રાખવુ પડે નહીં તો આવી બને
એક રોટલી પુરી થતાં જ છેલ્લો કોળિયો જેવો મો મા જાય છે "આ શું???
વાળ ને હાથમાં પકડી લાંબો કરતાં કરતાં "હજાર વાર કહ્યું કે રસોઇ કરતી વખતે માથું બાંધી ને કામ કર રોજ રોજ નો ત્રાસ
એક દિવસ એવો ના હોય કે જમવા મા વાળ ના આવે! ખબર જ ના પડે કે રસોઈ મા વાળ છે કે વાળ ની વાનગી..... 24...24....વર્ષ ના વાણા વાયા તોય કોઈ સુધારો ના આવે, બે બે પેઢી ઓ બદલાઈ ગઈ પણ જમવા માટે વાળ નો નિત્યક્રમ એ નો એજ "
" આના કરતા તો ટોલુ કરાવી નાંખ ને.... તોય સારું"
કહીને હાથ ધોઈ નાખ્યા અને આઓફિસે જવા બૂટ ની દોરી બાંધવા લાગ્યો.
" જય અંબે "
કહી ને નીકળી ગયો.
જતાં ને આવતા એકબીજા ને જય અંબે મા કહેવાની પ્રથા યથાવત હતી.
અમર ના શબ્દો આજ ના નહોતા આતો દરરોજ નુ હતું.
દરરોજ અમર ના ગયા પછી કેશા નક્કી કરતી કે પુરેપુરુ ધ્યાન રાખતી છતાંય આ વાળ કયાથી આવી જતો ને તે પણ બીજા કોઈના ભાણા મા ના આવે ને અમર ના જ કોળિયા માથી નીકળે.
"હે ભગવાન કઈક કર આ વાળ નું હવે તો હું પણ કંટાળી ગઈ છું "
મનમાં ભગવાન સાથે વાત કરતા કરતા રસોડું સમેટવા લાગે છે
અચાનક હાથમાંથી તપેલી છટકી જાય છે જેવી એ લેવા વાંકી નમે છે કે બસ......... અસહ્ય માથામાં દુખાવો થવા લાગ્યો. બે હાથે માથું પકડી ને ચીસો પાડવા લાગી અને બે કે ત્રણ મિનિટ માં તો બેભાન!
એકટીવા ની ચાવી લેવાનું ભૂલી ગયેલા અમરે જ્યારે બેભાન અવસ્થામાં કેશા ને જોઈ... બેબાકળો બની ગયો.
108 આવે છે
કેશા ને એડમિટ કરવામાં આવે છે
ઓપરેશન થિયેટર મા ડોક્ટરો નિર્ણય કરી રહ્યા છે
અનિમેષ આંખે અમર ઓપરેશન થિયેટર ની લાઈટ સામે ટીકી રહે છે....... એક કલાક ના અંતે લાઈટ બંધ થાય છે...
"હવે આપ આપની પત્ની ને મળી શકો છો "
નર્સ ના શબ્દો સાંભળી અમર ના પગ દોડવા લાગ્યા. ધૃજતા હાથે દરવાજો ખોલી કેશા ની આંખો સામે જોતા જ...." નહીં.." એવું કઈ પણ બોલે તે પહેલાં જ...... લો બસ... હવે થી તમારા ભાણા મા વાળ નહીં આવે.............. એક ઊંડા શ્વાસ લીધા બાદ સુંદર સ્મિત સાથે નીકળેલા શબ્દો નો પડઘો ગુંજે છે....

લાસ્ટ સ્ટેજ પર પહોચેલ કેન્સર ના કારણે કીમો થેરાપી આ રીતે અમર અને કેશા ના જીવનની સમસ્યા નું સમાધાન કરશે એ કોને ખબર હતી????
ભગવાન ને આપેલી સરપ્રાઇઝ અમર ને ભારે પડી!
મારી આ કાલ્પનિક વાર્તા મહદઅંશે સત્ય છે
પરંતુ લગભગ દરેક ના ઘરમાં બનતી આ વાસ્તવિક ધટના છે ભગવાન ક્યારે તથાસ્તુ કરી દે છે આપણને ખબર નથી પડતી.
નજીવી બાબતો ને સ્વિકારવાથી કદાચ ઘણી મોટી સમસ્યા ઓ ટાળી શકાય છે.
શીર્ષક વગર ની આ વાર્તા આપ સૌ સાથે એક શુભ સંદેશ સ્વરુપે રજૂ કરૂ છું
આપના મતે શીર્ષક શું રાખી શકાય..?

હકારાત્મક અભિગમ સાથે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.