ટ્રીંગ..... ટ્રીંગ....

ટ્રીંગ.... ટ્રીંગ....... હેલ્લો..... "શોભના ને આપો ને", ટેલિફોન ઓપરેટર વોર્ડ બોય ને બોલાવી "શોભના મેડમ ને મોકલો" કહે અને હજી વાક્ય પૂરું કરે અને વોર્ડ બોય બોલાવા જાય તે પહેલાં જ જાણે 12 દિવસ થી પોતાના કાન ફોન પાસે રાખ્યા ન હોય તેમ ઊભી થઈ ને ચાલવા લાગી..... મનમાં ભગવાન ને કહેતી ગઈ કે કાશ આજે હું *અપંગ *ના હોત તો.... પગમાં કોણ જાણે પાંખો લાગી હોય તેમ ફોન પાસે પહોંચી... કાને રીસીવર લગાડતાં જ... "હા.. સપન....."

"રાહ જોજે હું આવીશ જ" કહેતા જ ફોન કટ થઈ જાય છે... (કદાચ એક રુપિયા મા કરાતા ફોન મા કેટલા શબ્દો વાપરવા એની સમજ એને હશે જ)

આ પાંચ શબ્દો પર નભતી એક પ્રેમ કહાની ના પાત્રો એટલે સપન શોભના. અસંખ્ય અસમાનતા ઓ વચ્ચે ટકી રહેલા આ પ્રેમ ની આરપાર જઈને જોવું પડે કે હજી પણ આટલો તાજો અને જીવંત કેમ છે.

*"ગજું શું છે નફરત ના કાંટા નું પંથમા,

પહેર્યા છે જ્યાં પ્રેમ ના પગરખાં." *

શોભના એક ખૂબસુરત, અમીર, ડબલ ગ્રેજ્યુએટ અને પાટીદાર સમાજ ના આગેવાન ની દીકરી, ખોટ માત્ર એટલી જ હતી કે તે અપંગ હતી પણ એક વસ્તુ ના બદલે ભગવાને એને અઢળક કલા ભેટ મા આપી હોય તેમ હંમેશા હસતી ને હસાવતી. મુશ્કેલી ઓ ને પણ કોણ જાણે કેમ પ્રેમ થઈ ગયો હોય તેમ શોભના નો પીછો નથી છોડતી. શોભના છે જ એવી બધા ને પ્રેમ થઈ જાય.

ભગ્ન હ્દય સાથે જાત ને સંતાડી જીવી રહેલી શોભના ના જીવન મા સપન નૂ આગમન થાય છે નસીબ તો સપન નુ ય કઠિન કારણકે એક વાર છેતરાયા પછી તમામ પુરૂષો પ્રત્યે બાંધેલી માન્યતા ને તોડી ને તેના હ્દય મા સ્થાન લેવું શક્ય નહોતું પણ કોણ જાણે કેમ સપન પણ ક્યાં કમ હતો કફન બાંધી ને પ્રેમ તરફ એકધારયો વધતો જ રહ્યો.

છ વર્ષ ઉંમર મા નાનો પણ શરીર ની ઉંમર કરતા સમજણ ની ઉંમર આગળ શોભના ની સમજ મળવા લાગી...... "ગમે તે થાય તું લગ્ન તો કરજે જ... અને તું દુલ્હન બનીશ ને તો હું તને જોવા ચોક્કસ આવીશ પણ તારે લગ્ન તો કરવા જ જોઈએ" જેવા વાક્યો મા શોભના ને વિચારોની ઊંડાઈ મહેસુસ થવા લાગી હતી.

સમય જતાં મન તો મળી ગયા પણ સમાજ? સમાજ નું શું? માબાપ ની માવજત અને સુખ સગવડો ની સાથે ઊછરેલી આ શોભના પ્રેમ તો કરી બેઠી પણ હવે?

" સપના ઓ નો રસ્તો ટુંકો

હકીકત નો પંથ લાંબો........

પ્રેમને નામ આપવામાં સમાજ ની સામે થવું કે સમાજ સાથ આપશે? કશાય ની પરવા કર્યા વગર બન્ને જણ બસ સમજણ ના પગલા ભરતાં ગયાં. એકમેક ના હ્દય સિવાય ક્યાંય સામ્યતા નહોતી..... એક અપંગ બીજો નોર્મલ એક સુખી બીજો શેરબજાર ની પડતી નો બનેલો ભોગ એક ખૂબ સુંદર બીજો સામાન્ય એક પટેલ તો બીજો જૈન એક મોટી તો બીજો નાનો છતાંય પ્રેમ ને ક્યા આંખો હોય કે આ બધું જુએ. બધાજ આવરણો ને પાર કરી છેક લગ્ન સુધી પહોંચેલા પ્રેમ ની કસોટી ઓ શરૂ થાય છે બન્ને ને એક આંતરિક ડર હતો કે તેમના પ્રેમ ને સ્વીકૃતિ મળે કે ના મળે કોઈ જોખમ લેવુ નથી કારણ કે શોભના ના પરીવાર મા બધા પાસે પરમીટ સાથે ગન હતી અને વહાલ સોહી દીકરી ના ભવિષ્ય માટે કદાચ આ નો ઉપયોગ કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ હોવાથી કોર્ટ મા ગણ્યા ગાંઠયા મિત્રો ની મદદથી શુભમ હોલમાં બધી જ તૈયારી થઈ ચૂકી હતી લગ્ન ની આગલી રાત્રે સપન નો હિતેચછુ મિત્ર એ એના માબાપ ને બધું જ કહી દેતા...... કહાની અહીં થી વળાંક લે છે. એક એવો વળાંક જેના વમળો ની વેદના આજે પણ એટલી જ તાજી છે.

ગમે તેટલું સમજણ પુર્વક સજાવ્યું હતું સપનુ છતાંય સમય ની એક થપાટ પૂરતી હોય છે..... રાતોરાત સપન ને અમદાવાદ ની બહાર લઈ જવામાં આવ્યા. બન્નેના ઘરો વચ્ચે એક જ દિવાલ હોવા છતાં કાનોકાન ખબર સુધ્ધાં ન પડી. કયાથી પડે કારણકે એના માટે તો શોભના ની ભીતર ઊઠી રહેલાં અરમાનો ની અંદર જવું પડે. જે ના ભાગ્ય મા લગ્ન જ નહોતા થવાના એવી વ્યક્તિ ના જીવન ની એ અવિસ્મરણીય રાત હતી. મંગલસૂત્ર, લગ્ન નો ચુડો, પાનેતર, મહેંદી બધી જ તૈયારી ઓ મા બન્ને નો અદ્ભુત પ્રેમ સમાયેલો હતો. એક પછી એક વિચારો મા પરોવાયેલી શોભના ના કાન સુધી સપન ને દૂર લઈ જતી કાર ના અવાજો ન પહોંચી શક્યાં બસ એકીટશે ઉગતા સૂરજ ની રાહ જોઇ રહી છે કોણ જાણે કેમ સમય પણ થીજી ગયો હોય એમ લાગ્યું. સમય

થીજેલો હોય કે ન હોય એ ક્યાં કોઈ નો સગો થાય છે.

ગમે તેટલી "કાળી" કેમ ન હોય દરેક રાત ને એક સવાર અચૂક હોય છે.

"શબ્દો ના દેહ પર વીંટાયો વ્હાલ નો વેલો

ત્યાં ઊમટયો અંગે અંગ મા હરખ નો રેલો "

બસ સવાર પડી દરરોજ ની જેમ ઓફિસ જવાની તૈયારી કરી રહી છે. તમામ પ્રકારની સુખ સુવિધા ઓની વચ્ચે ઊછરેલી દીકરી ને કેટલાક માવજત ના બંધનો હતા એ બધા ને ધ્યાનમાં રાખીને પકડાઈ ન જવાય એ સાવચેતી મા અંદર ઊભરાતા સુખ ને સંતાડવાનુ દુખ હતું પણ શું કરે....? ક્યારેય દુખ ને આસપાસ ભટકવા પણ ન દેનાર મા બાપ ના ધર નો આજે અંતિમ દિવસ હોવા છતાંય સાંજે પાછી જ ફરવાની હોય તેટલી સાહજીકતા ચહેરા પર રાખવાની કળા પણ ભગવાને જ આપી હોય એમ, આવનાર સુખ નુ સામૈયુ કરવા નીકળી ગઈ... નક્કી કરેલા બ્યુટી પાર્લરમાં પહોંચી ગયા. એક તો કુદરતી રીતે સુંદર અને એમાય આજે તો પાર્લરમાં તૈયાર થઈ રહેલી શોભના નુ રૂપ સોળે કળા એ ખીલ્યું હોય એમ સ્ટાફ ના બધાં જ વારંવાર જોયા કરતા પણ કોણ જાણે કેમ એનુ ધ્યાન અરીસા કરતા હ્દય ના ધબકતા ધબકારા પર વધારે હતું જાણે કઈક કહેવા માંગતા હોય તે સમજવા એનુ મન બેચેન હતું.... "તું મારી સાથે લગ્ન ન કરે તો કોઈ વાંધો નહીં પણ તું લગ્ન અવશ્ય કરજે અને દુલ્હન બનીશ ને ત્યારે હું દૂર થી તને જોઈશ "વારંવાર અથડાતુ આ વાક્ય જાણે કોઈ ઈશારો કર્યાં કરે છે પણ સમય થી પહેલા આવી ને ઊભો રહેતો સપન આજે કેમ મોડો પડ્યો હશે????

"તારી દુલ્હન પર સૌથી પહેલાં તારી જ નજર પડવી જોઈએ.. આમ બધા મને ઘુરયા કરે એ તનેય ક્યાં ગમે છે ક્યાં છું તું?? "

સપન....

સપન.....

10.ને 40..... 10.ને 50.....અગિયાર સવા અગિયાર... અર્ચના બહેન સપન કયા અટવાયો હશે.... કોઈ દિવસ નહીં ને આજે કેમ આટલો મોડો પડ્યો હશે?? મનમાં ચાલતી ગડમથલ ને કોણ શાંત કરે... જીવ ચુંથાવા લાગ્યો..... ચલો હવે અહીં ઊભા રહીશું તો ક્યાંક કોઈ જોઈ જશે એના કરતાં આપણે ચંદ્રકાંત ભાઈ ની ઓફિસ ઉપર પહોંચી એ... એ ત્યાં જ આવશે.... કહેતા શબ્દો નું વજન વધતું હોય એમ લાગ્યું. રીક્ષાવાળા ભાઈ ને પણ હ્દય ના ધબકારા ના પડધા સંભળાતા હોય તેમ સ્પીડ મા ચલાવતા હતા છતાં ય સપના ના રસ્તા હંમેશા ટૂંકા લાગે એમ હકીકત નો રસ્તો કપાતો જ નહોતો. રોજ આજ રસ્તો જે સમય મા પહોચાડતો તે જ રસ્તો આજે કેટલો સમય લેશે તે તો સમય જ જાણે?...

એક દુલ્હન ના સપનાં જાણે રીક્ષા ના પૈડાં મા ચકના ચુર થતા હોય તેમ હ્દય નો ભાર વધવા લાગ્યો... અંતે ઓફિસ આવી, ઊતર્યા રીક્ષાવાળા ભાઈ એ શુભેચ્છા પાઠવી પણ એના કાન અત્યારે ક્યાં કશું સાંભળી શકે તેમ હતા.... સીધી અંદર આફિસમાં પણ આ શું... સપન તો ત્યાં પણ નહીં હવે.... ગણ્યા ગાંઠયા મિત્રો ની હાજરી મા શૂભમ હોલ પર વિધિ સર લગ્ન કરવા નો નિર્ણય બન્ને એ સાથે લીધો હતો અડધા મિત્રો હોલ પર સીધા પહોંચવાના હતા અને બાકીના સાથે મળીને જવાનો પ્લાન હતો. રાહ જોતા જોતાં 12 ને 40 થઈ ગઈ ના સપન આવ્યા કે ના સપન ના સમાચાર.... બધા ના ચહેરા પર એક જ ભાવ.... ના જ આવે.... આમ કોઇ લગ્ન કરતો હશે.. દગો કર્યો છે. હવે ના આવે... તીર ની જેમ વાગતા વાક્યો નો સામનો કરવા ની આદત કયા હતી? ખૂબ જ નાજુક રીતે માવજત થી થયેલા ઉછેર મા હ્દય ની ક્ષમતા ઓછી નહોતી.

હ્દય તો હ્દય જ હોય ને!

એક જ કલાક મા શોધી લેવાયુ કે સપન અમદાવાદમાં નથી.

આવું ન બને

એ આવું ના જ કરે

એને આવું કરવું હોત તો એ લગ્ન ની વાત શું કામ કરે?

એને મારી સાથે દગો જ કરવો હોત તો........ ના ના બને કંઈક ગરબડ છે મારું મન માનવા તૈયાર....નથી... ના.....

શબ્દો ના અર્થ સૌ જાણે

મૌન ના પડધા નું શું?????????

શોભના ના શબ્દો મા સચ્ચાઈ હતી અવાજ માં દર્દ હતું એના સાથે સમયે રમેલી રમત સાથે બધા ને વાંધો હતો શોભના ની આંખો ની સાથે બધી જ આંખો ધુૃસકે ને ધુૃસકે રડતી હતી...

ક્યાં જવું

કોને કહે

શૂ કરવું.... કંઈ જ સમજાતું નહોતું.

બસ શરૂ થઈ આંસુ ઓની હરિફાઈ

આંખો ના ખૂણે એક આંસુ બીજા આંસુ ને ધક્કા મારે...

બધું જ સહન કરવા ની તૈયારી કરી હતી.... બસ "દગા ની "તૈયારી કરવા ની રહી ગઈ હતી......

શારીરિક અપંગતા ની વાસ્તવિકતા સાથે સમાધાન કરી ને જીવનાર શોભના માટે આ દર્દ અસહ્ય હતું.

હસ્ત મેળાપ નો સમય હતો 2.15.

2.15.....વાહ રે કિસ્મત વાહ.

આ હતો મળેલા જીવ નો મેળાપ???

એક પછી એક શૃંગાર ઉતારતા ઉતારતા શરીર પર ન દેખાતા ઊજરડા ના દર્દ ની ચીસો કોણ સાંભળે?

દેહ પર વીંટાયેલુ પાનેતર તો ઉતરી ગયું પણ તન પર રહી ગયેલા પાનેતર ના લાલ રંગ ના ડાધા નું શું??

હથેળી ની રેખા ઓ પર અંકાયેલી મહેંદી નું શું??

કરૂણતા એ વાત ની હતી કે પહેલા સુખ સંતાડવાનુ હતું અને હવે દુખ...... જેમ જેમ એક પછી એક શૃંગાર શરીર થી દુર થતાં ગયાં તેમ તેમ.... દુખ ની માત્રા વધતી ગઈ...

ચડેલો લાલ ચટક મહેંદી નો રંગ પ્રેમ નું સાક્ષી હતું પણ કોણ માને..... આંસુ ઓની અસર થી ધોવાય એવો આ પ્રેમરંગ નહોતો.

આંખમાંથી ટપકતા એક એક આંસુ...ની સાથે સાથે ઠસડાતા જાત ને જીવાડવા જેમ તેમ કરીને હિંમત ભેગી કરી.

બધાં સાથે સમાધાન સરળ.... મન ને કોણ મનાવે??

વેરયા 'તા જે રસ્તે સ્નેહ ના સપના.... એજ રસ્તે સંતાડવા પડશે ક્યાં હતી ખબર....

સવારે સુખ ને સંતાડવાનુ હતું ને

સાંજે દુખ ને સંતાડીને પાછા જવું સરળ નહોતું

સરળ રસ્તા તો ધણાય પાછળ છુટી ગયા હતા.

ભીતર ઉભરતા ભાવો ને સંતાડી દરરોજ ની જેમ હતી એવી જીંદગી મા પાછા જવું પડયું.....

રોજ રાત્રે ખુલતી લાગણીની બારી ને

રોજ સવારે હકીકત આવી ને બંધ કરતી.

એક... બે.... ત્રણ... દિવસ પછી દિવસ જતાં હતાં.

3 જાન્યુઆરી ની સવાર થઈ.

નિત્યક્રમ પ્રમાણે આજે પણ ઓફિસે પહોંચી.

2.15 વાગ્યા......

ટ્રીંગ........... ટ્રીંગ............ સપન ના શબ્દો જાણે ઓક્સિજન

હોય તેમ જીવ મા જીવ આવ્યો. બાર દિવસે અદ્શ્ય થયેલું સ્મિત ચહેરા પર પાછું આવ્યું.

જોયું હું નહોતી કહેતી એ આવશે જ....

એ દગો કરે એવો છે જ નહીં...

વિશ્વાસ ની સાબિતી તો સમય પાસે જ હોય ને!

જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ ત્રણ મહિનામાં ભાગ્યે જ બન્ને ચાર થી પાંચ વાર મળ્યા હશે.

દુધ નો દાઝયો છાશ પણ ફુંકી ને પીવે.. તો અંહી તો પ્રેમ નો સવાલ હતો.

15 એપ્રિલ બપોરના 12 વાગ્યે સપન, શોભના એક સાક્ષી અને માત્ર વકીલ ની હાજરી મા પેપર પર સહી કરી ને બન્ને પ્રભુતામાં પગલાં પાડી દીધા. કાનો કાન કોઈ ને ખબર પણ ન પડવા દીધી.

કુદરતે મેળવેલા આ મળેલા જીવ ના ચહેરા પર અલૌકિક ખુશી છલકાતી હતી.

સંતોષ ની લાગણી સાથે...... બન્ને પ્રેમી ઓ લગ્ન સુધી તો પહોંચી ગયા... પણ.....

કદાચ શોભના પ્રથમ યુવતી હશે જે પોતાના લગ્ન મા વાળમાં તેલ નાખીને આવી હોય......... પ્રેમ મા બધું જ થઈ શકે છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.