તમને ખોવી બેસવાને ડરે કહેવાતું નથી,

ચાહું છું દિલ થી તમને કેહવા વગર રહેવાતું નથી.


પ્રેમ માં હોવું, કોઈક ને ચાહવું અને લાગણીઓ એમની સમક્ષ જાહેર કરવી ઘણી હિંમત જોઈએ.

એમને ખોવી ના દઈએ એ ડર થી કેટલીક વાતો હ્ર્દયમાં જ રહી જાય છે અને પછી જીવનભર એક ભાર રહી જાય છે. થોડી હિંમત કરી હોત તો આજે જીવન કંઈક અલગ અસિત્વ હોઈ શકયુ હોતે. ઘણા બધા કિસ્સાઓ થાય છે તેમનો એક તમારી સમક્ષ રજુ કરું છું.

કોઇ સંદેહ નથી કે આપણો મનસ જ વિજેતા ઘોષિત થશે, કેમ ભાઈ ઓળખાણ છે એમની .શું તમે મનસ વિશે નથી જાણતા કે આવો સવાલ પૂછો છો? જાણું છું પણ દરેક વખતે થોડી નસીબ સાથ આપે છે....

હા...હા... હા... જોઈ લેવો તમેજ હમણાં પરિણામ જાહેર થશે. મનસ ની ચર્ચા તો પુરી સ્કુલ માં ચાલે છે અને સ્કૂલ ને કયારેય ના નિરાશ કરનાર મનસ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે શ્રેષ્ઠ વિદ્યાર્થી નું..

શિક્ષકો સામે મનસ એટલે એમનો સૌથી વિશ્વાસુ અને પ્રિય અને શાંત વિધાર્થી. જયારે મિત્રો સામે એક લડાકુ બધાને પોતાની મીઠી મીઠી વાતો માં પતાવી જનારો એક નાલાયક મિત્ર....નવા મિત્રો બનાવા અને શિક્ષકો નો લાડકવાયો બની રેહવું કોઈ એનાથી શીખે....

વકૃત્વ સ્પર્ધા ચાલી રહી હતી અને શિક્ષકો એની ચર્ચા કરી રહ્યા હતા...કે આ વખતે પણ પ્રથમ ઇનામ આપણી જ સ્કૂલમાં આવશે...અને થયું પણ ખરું મનસ નો આકર્ષક અને મીઠો અવાજ કોઈ નું પણ મન મોહી લે...છેલ્લા ૩ વર્ષની અંદર જાણે જાદુ કરી દીધો હોય તેમ બધાનું મન મોહી લીધું.

કોને ખબર હતી કે બધાને મોહી લેનાર મનસ ને પણ કોઈ મોહી લેશે.હવે એ સમય શરૂ થવાનો હતો જયારે મનસ નો સમય બદલાવાનો હતો.

સ્કૂલ લાઈફ બાદ હવે કોલેજ લાઈફ શરૂ થવાની હતી અને એની લાઈફ નો નકશો બદલવાનો હતો.

કોલેજ લાઈફ શરૂ થતા પેહલા મનસ સાથે ૨ મહિનાઓમાં એવા બનાવો બન્યા હતા જેમાં એની ગુણવત્તાઓ ખોવાઈ ચુકી હતી. મનસ પૂરેપૂરો અંતરથી તૂટી ચુક્યો હતો પણ એક આશ હતી કે લડી લેશું જીવન ને જીવી જઈશુ અને ફરીથી પહેલાની જેમ નીડર અને ગુણવાન બનીશું પણ કઈ રીતે ખબર નથી.એક આશ સાથે કોલેજ માં એડમિશન મળી ગયું તે પણ રાજ્યની એક ઉચ્ચતમ કૉલેજ.

પોતાની વાતોથી બધાનું મન મોહી લેનાર મનસ આજે ચૂપચાપ બેઠો હતો. કોઈની સાથે વાતો પણ ના કરે બસ ચૂપચાપ લેકચર એટેન્ડ કરવાના અને હોસ્ટેલ બસ રોજ નું એક જ રૂટિન .હવે એકલોજ ફરતો હતો પણ એને શાયરીઓ નો શોખ હતો જે કંઈક સમય મળતો તેમાં શાયરીઓ વાંચતો

ગુજરાતી સાહિત્ય પર થોડી ઘણી પકડ જમાવી લીધી .મનસ ને ડ્રોઇંગ નો જબરો ક્રેઝ હતો ભલ ભલું ચિત્ર મિનિટો માં દોરી નાખતો. આજ ક્રેઝ એના જીવન ને ફરીથી પલટી નાખવાનું હતું એને એની જાણ પણ ના હતી.

કોલેજમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી.મનસે હરખભેર ભાગ લીધો પહેલા જેવો આત્મવિશ્વાસ ના હતો પણ પોતાની કલા પર પૂરો ભરોસો હતો. પહેલી વાર એને માટે જીતવા કરતા ભાગ લેવું અને પોતાનું ૧૦૦% આપવું એ હેતુ હતો.મનસ એ પોતાનો ચેહરો હાથરૂમાલ થી ઢાંકી રાખ્યો હતો જેથી કોઈ એને જોઈ ના લે..પોતાની ખોવાયેલી ગુણવત્તા ને કારણે લોકો સામે આવતા થોડું શરમાતો પણ આ એનો ક્રેઝ હતો એટલે છેલ્લે સંતાઈને પણ પોતાની કલા બતાવી હતી.

હવે,બધાને ડ્રોઈંગ પેપર અને રંગો આપી દેવાયા કોઈ સમય મર્યાદા ના હતી એક પૂરો દિવસ આપવામા આવ્યો હતો .મનસ પોતાની અદ્વિતીય કલ્પના થી એક અદભુત ચિત્ર દોરી નાખ્યું પણ રંગો વગર કોઈને સમજાય એમ ના હતું.

અરે આ શું.....ઘણું લેટ થઈ ગયું બોલતા બોલતા એક છોકરી આવી અને મનસ નું ચિત્ર જોઈ ટેન્શનમાં આવી ગઇ આનું ચિત્ર દોરાય ગયું ને હજી મારુ શરૂ પણ નથી થયું ...મનસ બધું સાંભળી રહ્યો હતો પણ મલકાતો મલકાતો ચિત્રને એક સુંદર ઘાટ આપી રહ્યો હતો.....

છોકરી આવી હતી પણ પેન્સિલ,રબર જ ના લાવી.. એણે મનસ પાસે માંગ્યું મનસ પોતાના ચિત્ર માં મશગુલ હતો પણ બધું સાંભળતો હતો .હા આ પડ્યું લઈ લે....છોકરી જોતી હતી કેવો મશગુલ છે મારી બાજુ જોતો પણ નથી પણ એ પણ પોતાના ચિત્ર ધ્યાન કેન્દ્રિત કરતા એ વાત ને જવા દીધી. ૪ કલાક માં બન્ને એ પોતાનું ચિત્ર પૂરું કર્યું બંન્ને એક બીજાના ચિત્ર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણકે બન્ને એ એકબીજાના પોટ્રેટ દોર્યા હતા.....હવે એકબીજાને જોવા વગર કેવી રીતે આટલું સુંદર પોટ્રેટ કેવી રીતે ડ્રો કર્યું..આ માત્ર એક પોટ્રેટ જ ના હતું એ કેટલીક ભાવનાઓ દર્શાવતું હતું.પણ કશું બોલ્યા વિના પરિણામ ની રાહ જોવાતી હતી બંનેના મનમાં પ્રશ્નોના ભંડાર હતા.

બન્ને નિયમ વિરુદ્ધ જઇ ને પ્રથમ ઇનામ મળ્યું હતું.

નિર્ણયકો એ બંને ની સરાહના કરી..અને બધાએ એમને જોરદાર તાળીઓથી વધાવી લીધા..

હવે પાર્ટી કરવાનો સમય હતો ઘણી ભૂખ પણ લાગી હતી.ઘણા બધા સવાલો ના જવાબો મેળવવાના હતા એટલે બંને પિઝ્ઝા હટ જવાનું નક્કી કર્યું .

"વેઈટર ... 2 અનલિમિટેડ ".ઓર્ડર અપાય ગયો હવે સમય હતો પોતાના સવાલોના જવાબ મેળવવાનો પણ શરૂઆત કોણ કરશે તેની રાહ જોવાતી હતી.મનસ તો આમેય કઈ બોલતો ના હતો પણ પેલી છોકરી એ પુછીજ નાખ્યું એ જાણવા અધીરી હતી કે એને જોયા વગર આટલું સરસ

પોટ્રેટ બનાવ્યું કઇ રીતે ...

"મનસ તું કેમ બોલતો નથી મૌન વ્રત લીધું છે તે? મને કહેશે તું મને કઇ રીતે આટલી સારી રીતે જાણે છે?"

"હા, પણ તું તારો પરિચય આપીશ ?"

"હા, જરૂર. હું મનસ્વી .હું સાઉથ ગુજરાતથી બિલોન્ગ કરું છું .હું આ કોલેજમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માં છું".

"મારી જે કલ્પના હતી એ મારી બાળપણ ની મિત્ર મનસ્વી ની હતી.મારી ખરી મિત્ર અને મારા સુખ દુઃખની એકમાત્ર ભાગીદાર હતી.પણ છેલ્લા ઘણા વર્ષોથી હું એને નથી મળ્યો એટલે એને મારી યાદો માં સજીવન રાખવા એ આજે કેવી દેખાતી હશે તેની એક ઝલકનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો ને આ અદભુત ચિત્ર નું સર્જન થયું"

"એટલે તું એજ મનસ છે જેની સાથે કલાકો મસ્તીમાં હું વિતાવતી,જે મારી સાથે એની દરેક

વાતો શેર કરતો. અને જે મારી બધીજ સિક્રેટ જાણતો હતો અને મારી સાથે ખૂબ ઝગડતો ને મને એની મીઠી મીઠી વાતો માં ફસાવી માનવી લેતો."

"હા, મનુ હા"

"મેં કયારેય ના વિચાર્યું હતું કે આપણે રીતે ફરી મળીશું."

"પણ મને એક વાત કે તને કયારથી આ પેઇન્ટિંગ નો ભૂત ચડયો તને તો જરાય ના ગમતું"

"મને તારી ઘણી યાદ આવતી તારો કોઈ કોન્ટેક્ટ ના હતો અને હાઈસ્કૂલ પછી કયારેય તું મળ્યો જ ના.

એટલે પછી મેં તારું પેઇન્ટિંગ બનાવવા માટે ડ્રોઈંગ ક્લાસ જોઈન કર્યા અને છેવટે તારા પેઇન્ટિંગ બનાવતા બનાવતા મને રસ પડ્યો અને તારી જેમ એક આર્ટિસ્ટ બની ગઈ"

"ઓ એવું છે, તો આજ પછી આપણે રોજ મળશું અને મહિને એક પેઇન્ટિંગ બનાવશું."

"હા, ડન"

"પિઝ્ઝા ખાઈ લઈએ હવે?"

"હા,જરૂર ઘણી ભૂખ લાગી છે"

વર્ષો જૂની પોતાની મિત્રતા ,મળેલું પ્રથમ ઇનામ, ની ખુશી પિઝ્ઝા સાથે માણી બંને છુટા પડે છે..

હવે રોજ મળવાનું થતું અને અને આખો દિવસ લેક્ચર અટેન્ડ કર્યા પછી ઘણો સમય સાથે વિતાવાતા તેમાં મનસ્વી એ નોટિસ કર્યું કે મનસ સાથે કંઈક થયું લગે છે એ પહેલા જેવો નથી મસ્તી પણ નથી કરતો ,એને હેરાન પણ નથી કરતો,હંમેશા એક બનાવતી સ્મિત આપી પોતે ખુશ છે એવું બતાવી અને બીજાને ખુશ રાખવાનો પ્રયત્નો કરી રહ્યો હતો.મનસ્વી ને એની આ હાલત જોવાતી ના હતી એટલે એને સીધેસીધું પુછીજ લીધું "મારો એ મિત્ર ક્યાં ખોવાય ગયો છે મને એ પાછો જોઈએ છે તું મને શોધી આપ તોજ હું ખુશ રહીશ.."

મનસ કઇ પણ બોલી ના શક્યો...

પણ મનસ્વી માને એમ ના હતી એટલે એને કંઈજ દીધું

"જો તું મને જો તારો સુખ દુઃખની ભાગીદાર માનતો હોય તો કે નઈ તો હું જાવ છુ મળતો ના પાછો મને."

મનસ્વીની વાત ટાળી શકાય નહીં એટલે કેવુજ પડ્યું....

તને કહું છું.....પણ કોઈને કહેતી ના...

આજ સુધી કોઈને કહ્યું છે જે હવે કહીશ...

હા, તો સાંભળ...

કોલેજમાં માં એડમિશન લેવા પહેલાં ના બે મહિનામાં માં મારી આ હાલત થઈ છે...

હું જયારે ૧૧-૧૨ સાયન્સ ભણતો હતો તયારે એક છોકરી મને પસંદ કરતી હતી મારી એક સારી એવી મિત્ર માનતો હતો..પણ એ એક મિત્ર કરતા મને વધુ માનતી હતી અને મેં એના દરેક મુશ્કેલી માં સાથ આપ્યો હતો એટલે એ મારી પાછળ ગાંડી થઈ ગઈ હતી મને કોઈ બીજું પસંદ હતું એણે મારી સામે વેટ મૂકી કે એ મને પસંદ કરે છે પણ મેં એને મારી એક બેસ્ટ ફ્રેન્ડથી વધુ ના માનતો હતો એટલે મેં માત્ર ફ્રેંડશિપ રાખવાનો પ્રસ્તાવ મુક્યો.પણ એને વધારે જોઈતું હતું એને આ વાત ને લઈ ને એની માનસિક સ્થિતિ પર મોટી અસર થઈ ....

અને એને ચેકપ કરાવતા ખબર પડી કે એને બ્રેઈન કેન્સર છે અને બસ થોડા જ માહિનાઓની મહેમાન છેએની આ હાલત મારાથી ના જોવાય એટલે પછી એને કહ્યું કે હા હું તારી માનવા તૈયાર છું જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારે હેરાન થવાની જરૂર નથી.

પછી એની દરેક વાતનું હું ધ્યાન રાખતો અને સારી રીતે સાચવાતો ..પણ અચાનક એક દિવસ એની બોલતી બંધ થઈ ગઈ અને પેરેલાઈઝ થઈ ગઈ

મને પણ આઘાત લાગ્યો...અને થોડાજ દિવસ માં એની ડેથ થઈ ગઈ અને છેલ્લા બે મહિનામાં મારી માનસિક સ્થિતિ પર પણ અસર થઈ અને મારી કેટલીક ગુણવત્તાઓ રૂંધાય ગઈ....અને હું એકલો એકલો રહેવા લાગ્યો એની આવી હાલત તો જવાબદાર પોતાને માનવા લાગ્યો હતો ..બસ ત્યારથી આવોજ છું તને એ મનસ પાછો જોતો હોય તો તારેજ કંઈક કરવું પડશે.....

હવે, મનસ્વીએ મનસ ને બદલવાનો નિર્ણય કરી એની જવાબદારી લીધી તેઓ રોજ મસ્તી મજાક કરતા મનસ ને બદલાતા ઘણો વાર લાગ્યો પણ મનસ્વીના અથાગ પરિશ્રમ બાદ મનસ એક આકર્ષક વ્યક્તિત્વ બની ગયું. મનસ ને બદલતા ૪વર્ષ થયા અને બન્ને ની કૉલેજ લાઈફ પણ પુરી થઈ ગઈ..આ ૪વર્ષની અંદર મનસ એ પોતાનું એક આકર્ષક સ્ટેટ્સ બનાવ્યું હતું,એક પેઈન્ટર, એક શાયર અને એક રિલેશન્સ સ્પેશિયાલિસ્ટ જે બધી પ્રોબ્લેમ્સ ને એક અલગ દ્રષ્ટિકોણ થી જોતો અને આરામથી દરેક પ્રોબ્લેમ સોલ્વ કરી દેતો..

બન્ને નું એક સારી કંપની માં પ્લેસમેન્ટ થઈ ગયું ..

બંને સારું એવું કમાતા હતા ...

મનસવીને મનસ સાથે પ્રેમ થઈ ગયો હતો પણ એકજ વાતની મનમાં બીક હતી કે મનસ કોઈ બીજી છોકરી ને ચાહે છે તો એને કેવી રીતે કહું..જો કહીશ તો આ ફ્રેંડશિપ પર મુશ્કેલી આવશે પહેલાની જેમ ફરીથી કંઈક થઈ ના જાય એને બસ આજ વિચાર મનમાં રહી ગયો ..ઘણી વાર થયું કે કહી દઉં મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો સમજશે અને આટલા વર્ષો માં કયારેય કોઈ બીજી છોકરી નું નામ નથી લીધું મારા સિવાય કદાચ એ પણ મને પસંદ કરતો હોય.. પણ ફ્રેંડશિપ પર કોઈ મુશ્કેલી આવશે એમાં કહેવાની હિંમત જ ના થાય ..મનસ ને એવું હતું કે એની એક સ્પેશિયલ સમય પર એને પ્રપોઝ કરીશ અને એને ગીફ્ટ આપીશ કે એ તુજ છે જેને હું હૃદયથી ચાહું છું....

આમજ 9 મહિના વીતી ગયા પણ કોઈ કઈ કહી શક્યું નઈ

પણ કુદરત ને કંઈક બીજૂજ મંજુર હતું ...

મનસ અને મનસ્વી ઘણા સમય પછી સાથે ડિનર કરવા જતા હતાં.... રસ્તામાં વચ્ચે એક્સિડન્ટ થયું મનસ્વી ને માથામાં વાગ્યું હતું અને મનસ નો હાથ ભાંગ્યો હતો..આજુબાજુ લોકોનુ ટોળું ભેગું થઇ ગયું બન્નેને તરતજ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા ..મનસ્વી ને ગંભીર ઇજા થઇ હતી અને ઓપરેશન કરવું પડે એમ હતું પણ ઓપરેશન સફળ થાય એની સંભાવના ખૂબ ઓછી હતી મનસ એક માત્ર હતો હમણા એની સાથે એટલે મનસ ની સહમતિ જરૂરી હતી મનસે કાઈ પણ વિચાર્યા વગર એની અનુમતિ આપી પણ ઓપરેશન પેહલા કેટલાક ટેસ્ટ કરવાના હતા .ટેસ્ટ કર્યા ના ૨દિવસ બાદ ઓપરેશન હતું ...પણ ....

ઓપરેશન પહેલા કેટલીક વાતો કરવાની હતી જે જરૂરી હતી મનસ્વીએ હિંમત કરી મનસ સામે એનો પ્રેમ જાહેર કરવાનો નિર્ણય કરી દીધો શુ ખબર એ પછી રહે ના રહે છેવટે મનસ ની હ્ર્દય ની વાત તો જાણી ને જશે..અને મનસ ને બોલાવ્યો..

"મનસ તને ઘણા સમયથી કંઈક કેહવા માંગુ છું"

"હા, મનું બોલ"

"મનસ હું તને પ્રેમ કરું છું...અને હૃદયથી ચાહું છું..મને ખબર છે કે તું પણ કોઈક ને ચાહે છે એટલે તારુ હ્ર્દય ના તૂટે અને ફરીથી પહેલા જેવો ના થઇ જાય એના માટે મેં તને ના કહ્યું.થઈ શકે તો મને માફ કરી દેજે...અને એમ પણ હું હવે થોડા સમય ની મહેમાન છું..બસ થોડો સમય મને તારા પ્રેમમાં વિતાવા દે...તારી સાથે એ મીઠો ઝગડો કરવા દે,એ મીઠી મસ્તી કરવા દે ...પ્લીઝ..."

"અરે મનુ હું પણ આજે એને પ્રપોઝ કરવાનો હતી કે જેને હું ઘણા સમયથી ચાહું છું અને પ્રેમ કરું છું જેની સાથે મારો સુખ દુઃખ નો સંબંધ છે સ્નેહ સંબંધ છે..હું આંખો બંધ કર હું એને લઈ આવું અને તારી સામેજ પ્રપોઝ કરીશ.... "

મનસ્વી નું મન થોડું બેસી ગયું કે એ ખરેખર મારા સિવાય કોઈ બીજાને ચાહે છે. પણ હવે એને જોવાનું તો હતુંજ કે એ કોણ હશે.... એ આંખો બંધ કરે છે...

"મનુ, આંખો ખોલ જો આ છે..મારી નાનકડી દુનિયા.."

સામે કોઈજ ના હતું બસ એક અરીસો હતો જેમાં મનસ્વી પોતાને જોઈ શકતી હતી..

"મનસ ,આ શું મજાક છે અરીસો કેમ લઈ આવ્યો?"

"ડોબી, તને અરીસો દેખાય છે મને તો મારી નાનકડી દુનિયા દેખાય છે જેને હું ચાહું છું"

મનસ્વીની ખુશી નો પાર ન હતો... આજે એને પોતાના જીવનનું સૌથી મોટું સરપ્રાઈઝ મળ્યું હતું

"મનસ ,તું મને ચાહે છે સાચ્ચું?"

"હા, ડોબી તું જ છે મારુ સર્વસ્વ જેને મારૂ જીવન બદલી નાખ્યું ,જેને મને જીવન જીવવાની રીત શીખવાડી અને મારું એક આકર્ષક વ્યક્તિત્વ બનાવ્યું."

"આઈ લવ યુ ડિયર મનું"

"લવ યુ ટુ મનસ"

"મને ખબર નથી કે ૨દિવસ પછી શુ થશે પણ તારા માટે મારો પ્રેમ અમર રહેશે મનું.

હું તને એક સ્પેશિયલ સમય પર પ્રપોઝ કરવાનો હતો પણ સમય સામે હારી ગયો અને કેહવુંજ પડ્યું નહીં તો જીવનભર આ વાતનો અફસોસ રહી જાત"

"હા, મનસ મારે પણ એવુંજ છે મને નથી હવે શું થશે પણ ઘણા સમયથી છુપાયેલી આ વાત મારે તને જણાવી હતી અને તારા હ્ર્દય ની વાત જાણવી હતી"

બંનેની આંખો માં ખુશી ના અશ્રુઓ હતા...

બે દિવસ પછી શુ થશે એ વિચારવા ને બદલે આ બે દિવસ કઈ રીતે એકબીજાના પ્રેમ માં વિતાવા એ વિચારી રહ્યા હતા ...બન્ને એ આ ૨દિવસ એકબીજાને સમર્પિત કરી વિતાવ્યા ..હવે ઓપરેશન હતું અને પરિણામ ની કોઈ આશા ના હતી..

૨ કલાક ઓપરેશન ચાલ્યા બાદ એક આશ્ચર્યજનક સમાચાર મળ્યા કે મનસ્વીનું ઓપરેશન સફળ થયું પણ મનસ્વીને છેલ્લા એક વર્ષ નું કશું પણ યાદ રહેશે નઈ... મનસ ને એક આઘાત લાગ્યો હતી પણ મનસ્વી ને સારી રીતે ફરીથી એક વાર પોતાનો

પ્રેમ નો જાહેર કરવાની તક મળી ..

૩ અઠવાડિયાની સારવાર પછી મનસ્વી ને ડિસ્ચાર્જ કરવામાં આવી અને પછી તો મનસે મનસ્વી ને એક સારું એવું ખુશી નું જીવન આપવાનાં કોઈ પ્રયત્નો ના છોડ્યા અને એક દિવસ મનસ્વી ની બર્થડે પર એક આલીશાન ઘર માં પ્રપોઝ કર્યું જ્યા મનસ્વી ને પોતાનું સર્વસ્વ મળી ગયા નો એહસાસ થયો...

મનસે થોડી સુંદર લાઈનો લખી હતી મનસ્વી માટે


મારા જીવન ને ખુશીઓ થી શણગારનારી

પ્રેમ ની દિવાળી મારી હૃદયને ચુમનારી,

ચાલ એક થઈ આ મકાન ને ઘર બનાવીએ

એક બીજાના પ્રેમ માં રંગાય ને આ ઘણા વર્ષો ના આ ચિત્રો ને પૂર્ણ કરીએ.

તારી સાથે બનવાયેલા આ ચિત્રો આજે મારા શબ્દો સાથે જોડાવા માંગે છે,

તારા અને મારા હૃદયના થનગનાટ વચ્ચે જીવંત બની જાવા માંગે છે .

ચાલ આ પ્રેમ ની બે નદી ઓને જોડી સાગર માં સમાવી દઈએ,

તારા અને મારા સંબંધ ને એક પ્રેમ નું નામ આપી દઈએ.


મનસ ની આ ગાથા ખરેખર સુંદર છે..જે પ્રેમનું અસિત્વ જગાડી જાય છે....


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.