સામગ્રી -
૧ કપ સ્લાઇસ કરેલું પનીર
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન સમારેલું આદૂ
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટીસ્પૂન ચીલી-ગાર્લિક સૉસ
૨ ચપટીભર સાકર
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ


વિધિ -
એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, સોયા સૉસ, ચીલી-ગાર્લિક સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
છેલ્લે તેમાં પનીર મેળવી હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.