સામગ્રી :
2 લિટર દૂધ
500 ગ્રામ બૂરું ખાંડ
100 ગ્રામ ઘી
200 ગ્રામ રવો
150 ગ્રામ ઘઉં-લોટ
50 ગ્રામ બદામ
એલચી, જાયફળ, ફટકડીનો ભૂકો
ચાંદીનો વરખ, કેસર

રીત :
રાત્રે ઘઉંને પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી એક દિવસ રાખવાથી ફણગાં ફૂટશે. પછી કપડામાંથી છોડી તડકામાં સૂકવી, બાદ તેનો કંસાર જેવો લોટ દળવો. ઠંડા દૂધની અંદર લોટ તેમજ રવો એકરસ કરી તાપ ઉપર મૂકો. લોટના દાણા ઉપર આવ્યા પછી તાપ ઓછો કરી વધારો.

ચપટી ફુલાવેલી ફટકડીનો ભૂકો ચારે બાજુ ભભરાવી, પાણી થયું હોય તે બાળી નાખો. કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાખી, બૂરું ખાંડ નાખો. ખાંડનું પાણી બળીને ઘટ્ટ થાય એટલે ઘી નાખો, બાદ પૂરણ જેવું સખત થાય એટલે ઉતારીને એલચી-જાયફળનો ભૂકો નાખી, બરાબર હલાવી, તેના ગોળ પેંડા જેવા હલવાસન વાળો. તેના ઉપર બદામની કાતરી નાખી, થાળીમાં ઘી લગાવી ઠારી દઈ ચાંદીનો વરખ લગાવો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.