સામગ્રી :
લીલી મકાઈ 500 ગ્રામ,
લીલાં મરચાં 10 નંગ,
કોથમીર 50 ગ્રામ,
લીંબુ 1 નંગ, મેંદો 250 ગ્રામ,
મીઠું-હળદર, ધાણા-જીરું સ્વાદ મુજબ,
તળવા માટે તેલ, 1 ચમચી તલ,
1 ચમચી વરિયાળી, 50 ગ્રામ કોપરાની છીણ,
તળવા માટે તેલ

રીત :
સૌપ્રથમ મકાઈનાં છોતરાં ઉખાડી આખાને આખા મકાઈ દાણા સાથે કૂકરમાં ચાર સીટી મારી બાફી લો. ઠંડા પડે એટલે ચાકુ વડે દાણા ઉતારી લેવા. તે દાણા પાણીમાં નીતારી નાંખવા, જેથી સફેદ રેસા છૂટાં પડી જશે. ત્યારબાદ દાણા મિક્સરમાં વાટી લેવા. લીલાં મરચાં, કોથમીર અલગથી વાટી રાખવાં. મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ જરૂર મુજબ નાંખીને પૂરી જેવો લોટ બાંધો. હવે એક કડાઈમાં બે ચમચા તેલ મૂકો. તેલ ગરમ થવા આવે એટલે તેમાં રાંઈ નાંખો. રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાં, કોથમીરની પેસ્ટ નાંખીને સાંતળવી. ત્યારબાદ તેમાં મકાઈના દાણાની પેસ્ટ નાંખવી. હવે તેમાં મીઠું, હળદર, ધાણા-જીરૂં, ખાંડ, લીંબુ, તલ અને વરિયાળી નાંખવાં. બરાબર લચકા પડતું થાય એટલે તેમાં કોપરાંની છીણ નાંખવી. તેને બરાબર હલાવી આંચ ઉપરથી નીચે ઉતારવું.

હવે મેંદાના લોટના નાના લૂઆની પૂરી વણીને તેમાં પુરણ ભરવું. તેની કચોરી વાળીને બરાબર વણી લેવી. બધી કચોરી વણાઈ જાય એટલે કડાઈમાં તેલ નાંખી ગુલાબી રંગની કચોરી તળી લેવી. ગરમાગરમ કચોરી દહીં અથવા ટામેટાના સોસ સાથે લઈ શકાય.
.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.