’વિચારોનું સામ્રાજ્ય’’

‘’વિચારોનું સામ્રાજ્ય’’

આપણી ભીતર વિચારોનું એવું સામ્રાજ્ય ખડું થઇ શકે છે જેમાં આકાશ, પાતાળ અને સમસ્ત ખંડોનો સમાવેશ થઇ જાય છે. વિચાર માણસનો વૈભવ છે. સારા વિચારો માનવની સાચી મૂડી છે. ક્યારેક કોઈ નાનો સદવિચાર દીવાની જ્યોત બની માનવમનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી સત્ય, શીલ અને સમજદારીનો પ્રકાશ રેલાવે છે. સદવિચારરૂપી જ્યોત જન-જન સુધી પહોચાડી જગતમાં અંધકાર દુર કરી શકાય છે.

માણસ ક્યારેય ધન,રૂપ કે સત્તાથી મોટો થતો નથી પરંતુ પોતાના જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ ,સેવા, સત્કર્મ અને ભલાઈનો વિચાર મહાન બનાવે છે.આપણી પાસે રહેલ ધન,રૂપ કે સત્તા ચાલી જવાના ભયમાં આપણે સહજ જીવન જીવી શકતા નથી. તેના બચાવમાં કપટ, દંભ અને અસત્યનો માર્ગ અપનાવી દુઃખી થઈએ છીએ. બધું હોવા છતાં માનસિક ગરીબી ભોગવીએ છીએ. જયારે સદવિચારનો વૈભવ નિરંતર આપણી સાથે રહેશે. આપણા વિચારો જ આપણી ઓળખ બની જીવનને ઉન્નતિના માર્ગે દોરી જશે.

જીવનમાં સત્યનું આચરણ કરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું. જીવનમાં ગમે તેવા સંકટો આવે પરંતુ સત્યનો રાહ ન છોડવો. જીવનમાં કાયમ પોતાના સદવિચારની ઉચાઇને નજરમાં રાખી કઠોર પરિશ્રમ કરતા રહેવું. સાથે સેવા, સત્કર્મ અને છેવાડાના માણસ સુધી મદદ પહોચાડવા તૈયાર રહી સુખ, શાંતિ અને પરમાંનંદનો અનુભવ કરવો.


ટહુકો :

તમારાં ધન,રૂપ, સત્તા ચાલી જવાનો ભય રહે છે,

પરંતુ સદવિચારનું સામ્રાજ્ય નિરંતર સાથે રહે છે,

કેતન મોટલા ‘રઘુવંશી’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.