એક ચાન્સ તો આપો...

ઉડી જશે દુ:ખ બધા દૂર હવા માં,

પાસે તમારી આવવા સુખને એક ચાન્સ તો આપો.

દરેક વ્યક્તિ માં મિત્ર મળશે આપને,

બધાને દિલથી આવકારવાનો દિલ ને એક ચાન્સ તો આપો.

ચીલાચાલુ જિંદગી પણ ઉત્સાહથી ભરાશે,

નિર્દોષ નાના બાળ સાથે રમવા મનને એક ચાન્સ તો આપો.

સપના થશે બધા જ પૂરા,જીવન થશે હર્યું ભર્યું,

મહેનતની સાથે નસીબને એક ચાન્સ આપી તો જુઓ.........

પ્રાચી તેજસભાઈ દેસાઈ

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

છે નજરનો ખેલ મિત્રો,

છે નજર નો ખેલ બધો આ!

કોઈને દેખાય ગ્લાસ ભરેલું આધુ,

તો કોઈને દેખાય અડધું ખાલી.

કોઈએ દેખી વરસાદ ની માદકતા,

તો કોઈએ જોયા કીચડ કાદવ,

કોઈએ શોધી તાળાની ખોવાએલી ચાવી,

તો કોઈએ છે બેઠું રોતું કકળતું

કોઈએ શોધ્યું દુ:ખમાં પણ સુખને,

તો કોઈને મળ્યું સુખમાં પણ દુ:ખ.

જોયું જેણે જેવું,પામ્યું તેણે તેવું.....

જેવું જેણેઅનુભવ્યું, તેવું તેણે મેળવ્યું....

છે દુનિયાનો દસ્તૂર મિત્રો,

છે તેવી જ સૃષ્ટિ જેવી જેની દ્રષ્ટી.........

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.