તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ?

- મને સાઇઝ યાદ નથી. (જયેશ અંતાણી, ભાવનગર)


સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ?

- એમ. (હિરેન લાઠીદડીયા, તળાજા)


મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ જોવી પડે છે ?

- કશું જ નથી. (દર્શિલ આર. જેઠવા, ભાવનગર)


વાહન-વ્યવહારનું પ્રદુષણ દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ?

- સાઇકલ. (ભૂમિ સોપારીયા, ભાવનગર)


અમેરિકા પાકિસ્તાનની આટલી ફૅવર કેમ કરે છે ?

- ત્યાં અમેરિકાને બુધ્ધિ વાપરવી પડતી નથી. (મહેશ ધાબલીયા, મુંબઈ)


કેજરીવાલને સુધારવાનો કોઇ ઉપાય ?

- અહીં માનસિક રોગોને લગતા સવાલો લેવાતા નથી. (ડૉ. ક્રિષ્ના વિષ્ણુ ટીલવા, જૂનાગઢ)


મુખ્યમંત્રી કે એવા અન્ય નેતા પસાર થવાના હોય ત્યારે રસ્તાઓ બંધ કેમ કરી દેવામાં આવે છે ?

- આપણા મુખ્યમંત્રી શ્રી રૃપાણી હજી સુધી તો પ્રજા ઓળખી શકે, એવા પ્રજાભિમુખ થયા નથી. આ બહાને લોકો જુએ. (મોહિત યુ. મર્થક, રાજકોટ)


શું નરેન્દ્ર મોદી પાસે કોઈ દિવ્યશક્તિ છે ?

- પાકિસ્તાન એવું માને છે ખરું. (શિવરાજસિંહ ઝાલા, રાજકોટ)


સ્ટેજ પર પ્રોગ્રામ આપતા કેટલાક કવિઓ કે કલાકારો દારૃ પીને આવે છે, એ શું બતાવે છે ?

- ઘર કરતાં ઑડિયન્સ મારે, એ ઓછું વાગે. (જય પટેલ, સુરત)


આપને એવું નથી લાગતું કે, આપનો જન્મ અત્યારના સમયમાં થયો હોત તો વધુ સારું હતું ?

- એવું મારાં મા-બાપને લાગવું જોઈએ. (નૂતનકુમાર ભટ્ટ, સુરત)


બાબા રામદેવ હવે 'પુષ્પક વિમાન' બનાવવાના છે ?

- જો એમાં આયુર્વેદિક પેટ્રોલ ભરી શકાશે તો. (જીતેન્દ્ર કેલા, મોરબી)


આપણા લોકો જ આપણા દેશને કેમ ધિક્કારે છે ?

- એવા લોકોને થપ્પડ મારનાર કોઇ દેખાય છે ? (અમિત શાહ, અમદાવાદ)


મા-બાપ બાળકોને ડૉક્ટર કે ઍન્જિનિયર બનાવવા માંગે છે, સૈનિક કેમ નહિ ? ભારતમાતાની રક્ષા કરવાની તેમની ફરજ નથી ?

- દેશને તમારા જેવું વિચારી શકનારાં સંતાનોની જરૃર છે. (અલ્ફેઝ શેખ અબ્દુલકરીમ, જૂનાગઢ) અને (સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)


ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી કેમ જાય છે ?

- સ્ત્રીઓની નહિ... સુંદર સ્ત્રીઓની ! (રીતેશ ગોહેલ, ધારી-અમરેલી)


બસમાં સ્ત્રીઓ પોતાની બાજુમાં સ્ત્રી જ બેસે એવું કેમ ઇચ્છે છે ?

- અમારે તો એવું કંઇ નથી થતું. સામેથી બોલાવે છે ને પછી ટિકિટ લેવડાવે છે. (મધુકર માંકડ, જામનગર)


તમે મજાકમાં કીધેલી વાત સાચી પડી ગઇ હોય એવું બન્યું છે ?

-ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં માયાવતી ઊંધેકાંડ હારશે, એવું મેં મજાકમાં કીધેલું. (તુષાર સુખડીયા, હિંમતનગર)


વડાપ્રધાન બન્યા અને આજના નરેન્દ્ર મોદી વચ્ચે શું તફાવત દેખાય છે ?

- સરેરાશ રોજના પાંચ જવાનોને આતંકવાદીઓ મારે છે, તે સહન નથી થતું. (રાજેશ શેલત, વડોદરા)


પતિ સશક્તીકરણ વિશે શું માનો છો ?

- ચ્યવનપ્રાશ ખાઓ અને ખવડાવો. (સિંહા હર્ષવર્ધન, વડોદરા)


'આપ' પાસે ઝાડુ છે. કોંગ્રેસ પાસે 'હાથ' છે, છતાં સાફસૂફી નરેન્દ્ર મોદી જ કેમ કરે છે ?

- એ ત્રણેમાંથી કોઇ સાફસૂફી કરતું હોય એવું લાગતું તો નથી. (રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)


મોટા ભાગનાં હિંદુ દેવી-દેવતાઓના હાથમાં વિનાશક શસ્ત્ર કેમ હોય છે ?

-હાથમાં ચા-કોફીના કપ સારા ન લાગે. (જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


ચા ને બદલે પાણીમાં બિસ્કિટ બોળીને ખવાય ? (તમારા લેખના સંદર્ભમાં)

- લાકડાનાં બિસ્કિટ આવી ગયાં હોય તો ખવાય. (સુનિલ વોરા, મુંબઇ)


મારા મિત્રને કોઇ ગર્લફ્રૅન્ડ નથી. કોઇ ટીપ્સ આપશો ?

- ગર્લફ્રેન્ડ મળે ત્યારે એને મળવાનું કહેજો ને તમે ત્યારે... ! (અનિરુધ્ધ વાસાણી, રાજકોટ)


તમારી બાયોપિક બને તો તમારો રોલ કરવા કોને પસંદ કરશો ?

- આવાં કામો કોઇને સોંપાય નહિ.. જાતે જ કરવાનાં હોય ! (નીતિન ચૌહાણ, વડોદરા)


ગુજરાતમાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?

-મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે. (વિજય પટેલ, સુરત)


આજનું દિલ્હી અગાઉનું હસ્તિનાપુર હતું, એ વાત સાચી ?

- હું તો એ વખતે યુધિષ્ઠિર હતો... મને ક્યાંથી ખબર હોય ? (જગજીવન મેતાલીયા, ભાવનગર)


જામનગર આવો તો વણેલા ગાંઠિયા ખવડાવું ?

- ખાધા પછી વણવા બેસી જવાનું છે ? (હેમલ માંકડ, જામનગર)



gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.