મૂળ લેખક : અર્પણ ક્રિસ્ટી

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : અર્પણ ક્રિસ્ટી

વરસોથી સૂકી પડેલી રેત પર,

ક્યારેક કોઈ વાદળ રોકાય છે,

અને રેત શમણાં ગૂંથવા લાગે છે

ભીંજાઈ જવાનાં.

રેતનાં કેટલાક કણ,

ઉપર ઉઠવા પણ લાગે છે,

વાદળને સ્પર્શવા.

અને પછી,

અચાનક જ વાદળને પાંખો ફૂટી આવે છે,

અને એ ઊડી જાય છે ક્યાંક દૂર,...

રેત પર એ જ ખુલ્લું, સળગતું,

આભ છોડીને.

ક્યારેક ક્યારેક સ્વપ્નોમાં આ જોયું છે મેં.

કદાચ તું અણજાણ હોય,

પણ

જ્યારથી તું ઊડી ગઈ છે,

મારા કેટલાંક શમણાં

સાચા પડવા લાગ્યાં છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.