પરાકાષ્ઠા

સંબધનું વિરલતમ સંગીત શોધવા માટેની અવિરત શોધ સતત ચાલતી રહે છે અને એમાં વરસાદી વાતાવરણ હોય ત્યારે તો જલસા જ પડી જાય. સતત આવતો વરસાદ એટલે કોલેજમાં જાહેર ન થઈ હોય એવી રજા, વરસાદ એટલે કોલેજનાં ક્લાસ કરતા કેન્ટીનમાં ભજીયા, સેન્ડવીચ, સમોસા સાથે રહેવાની વધુ આવે. કેટલાય કલાકો સુધી એમ નેમ ત્યાં બેસી રહેવાની મજા જ અલગ હોય છે.

શ્રાવણ મહિનાંમાં ધરતીનું ગર્ભાધાન થયું એમ ધરતી ધીમે ધીમે ખુલતી હતી. પવન અને હવા વચ્ચેની સ્થિતિ કહી શકાય એ સ્થિતિ આજે વાતાવરણમાં હતી. પવન તેનો મિજાજ બદલી રહ્યો હતો અને અમારી આશાઓ પર પાણી ફરતું હતું. હતું એવું કે અમને રખડવાની મજા લેવી હતી પણ આ પવન એવો તો ફુંકાતો હતો કે હવે ઠંડી લહરો આવતી હતી. છેવટે સુસ્તી છોડી દેવી પડી અને આજવાનાં કિનારે પ્રકૃતિ માણવા નીકળી પડયાં. ક્ષણજીવી લાગણીઓ જીવી જવા માટે અમે બધા ચાલુ વરસાદે નીકળી પડ્યા. રસ્તા પર દરેક જગ્યાએ દેખાતું હતું કે આજે પ્રકૃતિ ઉઠી છે એને પોતાની ઓઢણી નીકળી દીધી હતી અને ધરાને તૃપ્ત વરસતી હતી.

એક જ રંગે તે આંનદ આપતી હતી અને અમે ધીમે ધીમે બ્રેક મારી દેતા જતાં હતાં. બ્રેક મારતા પાછળ બેઠેલી વ્યક્તિનાં ભીના ચોંટી ગયેલા કપડાંની અંદરનું શરીર સ્પર્શતું હતું અને મારા સ્નાયુઓ પર માર વાગતો હતો. સીટી ક્રોસ કર્યા બાદ તો વાતવરણમાં રંગત જામી. વાદળને પડકાર આપતી બૂમો પાડવા લાગ્યા. બંને હાથનો વ્યવસ્થિત આકાર બનાવી અને બેક સીટ વાળાઓ બૂમો મારતા હતા. જવાની આજે સોળે કળાએ ખીલી હતી અને ખીલેલી જવાનીનો સ્પર્શ, અનુભવ થતો હતો. અત્યારે ચહેરા પરની બધી જ કરચલીઓ ગાયબ હતી, કશાની બીક ન હતી.

ભાનમાં હતા છતાં નશામાં હતા કે નશામાં હતા છતાં ભાનમાં હતા એ હજી સુધી ખબર નથી. આજે પરાકાષ્ઠા પર હતાં. કોઈ આંતરિક પરિબળો આજે રોકવા તૈયાર જ ન હતાં. એક મસ્ત જગ્યાએ બાઈક પાર્ક કરી અને આજવા રખડવા નીકળી પડ્યા. પાણીનો ભયંકર અવાજ કાંનનાં પડદા ફાડી દેતો હતો. પાણીની ભયંકર શક્તિનો અવિરત અહેશાસ થતો હતો. અમે હલતા ન હતા અને બોલ્યા પણ કઈ નહીં બસ હાથમાં હાથ દઈ બેસી ગયા. ભીના, કોમળ અને ગરમ હતા પરથી પાણીનાં રેલા ઉતરતા હતા એ અનુભવાતું હતું. કુમળી જુવાની ધીમે ધીમે કાતિલ જુવાનીમાં પરિવર્તન પામતી હતી. સાંજ ડૂબતી હતી અને માથાંમાં માથું નાખી અમે બેઠા હતા, અમારા જેવા ઘણા હતાં જે આ જ મુદ્રામાં હતા. ઘાટીલી કાયાઓ આછકલાઈ કરતી હતી. મૌનનું સામ્રાજ્ય છવાયુ હતું અને મારો જમણો હાથ તેના ડાબા ગાલ પર અડું અડું થતો હતો, હું શરમ અનુભવતો હતો પણ તે કઈ પ્રતિકાર કરતી ન હતી. પોતાનો ડાબો હાથ સાચુકલાઈથી વાળીને તે આંગળીઓ જોડે રમતી હતી......

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.