બે કલાકની મુસાફરી બાદ અમારી એસ.ટી.બસગામડાનાએકએસ.ટી.સ્ટેન્ડેઆવીનેઊભીરહી. ત્યાં બીજી ઘણી એસ.ટી.બસોહતીજેમાણસોનેઘેટાંબકરાની જેમભરીનેલઈજતી હતી, તો કેટલીક આવીને ઠલવાતી હતી. અમે પણ આવી જ એક એસ.ટી.માંથી ઉતર્યા. ત્યારે મારીઉંમરઅગિયારબારવર્ષની હશે.
સાંજનો સમય હતો. સુસ્તી ઉડાડવા અમે ગામડાના બજારમાં ચા નીચુસ્કી લીધી.પણ મારે તો રવજીકાકાના ઘરે પહોંચવાની તાલાવેલી હતી. કાકા-કાકી, ભાય- ભાભી બધાં કાલના આવી ગયા હતાં ત્યાં કેવી ધિંગામસ્તી થતી હશે એ જોવા હું અધીરી બની ગઇ.
અચાનક ગામડાનીગોરી જેવી સણગારેલી એકરિક્ષા અમારી નજીક આવી ને ઊભી રહી. પપ્પાએ સરનામાની ચિઠ્ઠી કાઢી.
“રવજીકાકા.!” નામ વાંચતા જ રિક્ષાવાળાએ ચિઠ્ઠી પાછી આપી દીધી.
"લો, આમને તો અહીં બધા જ ઓળખે છે. બેસો.”
રિક્ષામાંવાગતા ગુજરાતી ગીતનાતાલે ઠુમકા મારતી હોય તેમ રિક્ષા ખરબચડા રસ્તા પરથી પસાર થવા લાગી. ને કાચારસ્તાનીધૂળઉડવાલાગી. આજુબાજુ ઝાડીઓ ને વચ્ચે કાચો ખરબચડો રસ્તો, આના કારણે જ મને બધા ગામડાઅને ગામડાના બધા રસ્તા સરખાલાગતાં.
અંતે અમારી રિક્ષા રવજીકાકાના ઘરના આંગણે આવીને ઊભી રહી. રંગબેરંગી લાઇટોથી ઝળહળતું બે માળનું મકાન,મહેમાનોનોજમાવડો, ઢોલ અનેશરણાઈનીરમઝટ વચ્ચે નાચતી સ્ત્રીઓ. આ બધું જોતાં મારું મન આનંદ વિભોર થઇ ગયું. હું તરત ભાભી પાસે દોડી ગઇ અને હરખાતા કહ્યું.
“ભાભી...! ભાભી. .! હું પણ સવારે જાનમાં આવીશ તમારી જોડે.”
“અરે, વાહ! તો...તો. ..મજા પડી જશે નાચવાની.”
“તમે મોડા પડ્યા ગોત્રિજાની વિધિ હમણાં જ પતી.” મમ્મીને જોતા જ કાકી બોલી પડ્યા. “પહેલીએસ.ટી.ચૂકીગયાએટલે....”મમ્મી એનુંવાક્યપુરુંકરેએપહેલારવજીકાકાનામોટાદીકરાએ સૂચના આપી દીધી.
“મહેમાનોને નમ્ર વિનંતી કે જમવાનું આયોજન વાડીમાં કરવામાં આવ્યું છે, એટલે સૌ વાડીએ પહોંચી જાય, મનુ.! તું મહેમાનો હારેજા.” સૂચનામળતા જ મહેમાનોએ વાડીનો માર્ગ પકડયો.
અહીં પણ આજુબાજુ ઝાડીઓ ને વચ્ચે કાચો રસ્તો ને પાછું અંધારું પણ
“જો...જો..હો..! અહીં ખાડો છે અરે, અહીં પથરા છે કોઇ પડતાં નહી. "
એક બીજાને રસ્તો ચિંધતા અમે આગળવધી રહ્યા હતા. રસ્તો લાંબો હતો પણ મસ્તી-મજાક કરતા અમે વાડીએ પહોંચી ગયા. વાડીની સજાવટ ઊડીને આંખે વળગે એવી હતી. કુદરતના ખોળે બૂફે-ડિનરનું અદ્દભુત આયોજન કરવામાં આવ્યું હતું. અવનવી વાંનગીઓ ને એમાં પણ મારો મનપસંદ કેરીનો રસ જે મેં પેટ ભરીને માણીઓ.
“તારેરહેવું છે કે, ઘરે પાછું આવવું છે?”
ફટાફટ જમવાનું પતાવીને મમ્મીએ ઘરે જવાની તૈયારીબતાવી. હું માથું નકારમાંધૂણાવી કંઈ કહું એ પહેલાંપપ્પા બોલી ઉઠયા.
"હવે, એને રહેવું છે તો રહેવા દેને આપણે મોડુ થાય છે, છેલ્લી એસ.ટી ચૂકી જયશું તો આપણે પણ અહીં રોકાઈ જવું પડશે.
"હા...! પણ આ લોકો છે કયાં? "
મમ્મીએ પ્રશ્નાર્થ નજરે ચારેબાજુ જોયું. “હવે એ લોકો આટલામાં જ હશે. વૈશાલી..!જો બેટા કાકા-કાકી આટલામાં જ હશે, તુ એમની સાથે જ રહેજે, અમારે મોડુ થાય છે એટલે અમે નીકળીએ છે."
તોય વૈશાલીને હાથોહાથ સોંપી હોત તો સારૂં રહેત.” મમ્મીએ જતાજતા દલીલ કરી.
“અરે,અહીં બધાઆપણા જ સગા છે નહીં ખોવાઈ જાય.”ને મમ્મી- પપ્પા ઉતાવળે પગલે વાડી બહાર નીકળી ગયા.
મેં વાડીમાં એક નજર ફેરવી પણ કાકા -કાકી કોઇદેખાયું નહી. મનમાં ધ્રાસ્કો પડયો બધા રવજીકાકાના ઘરે તો નથી જતા રહ્યા? હવે હું કોની સાથે જઇશ? મોટા ભાગના મહેમાનો જમીને વાડી બહાર જતા હતા. હું પણ નીકળી પડી. બહાર ઘણું અંધારું હતું પણ, મહેમાનોથી ભરેલો રસ્તો જીવંત લાગતો હતો. સૌ ઉતાવળે પગલે ચાલ્યા જતા હતા. હું પણ એક પરિવારની પાછળ પાછળ ચાલવા લાગી. પરિવારની બન્ને બહેનો વાતોમાં તલ્લીન હતી તેમાંથી એક બહેનની નજર મારા પર પડી પણ હું નીચું જોઇ ચાલતી રહી. મારી પાછળ ઘણા મહેમાનો ચાલ્યા આવતા હતા.
આકાશમાં ચમકતા તારા અને 'પા' ભાગના ચાંદાનુ ઉજાસ ધરતી પર પથરાયેલું હતું. ઠંડો પવન તેમજ લીલી ઝાડીઓની સુગંધ લેતા અમે સૌ ચાલ્યા જતા હતા. ચાલતાં ચાલતાં ડાબા હાથે એક રસ્તો આવ્યો. રસ્તો જોતાં મને લાગ્યું કે હમણાં વાડીએ આ રસ્તેથી આવ્યાં હતાં.પણ, એરસ્તોસૂનોહતો. બધા સીધા રસ્તે જતા હતા એટલે, હું પણ સીધા રસ્તે નીકળી ગઇ.
ખાસો રસ્તો કપાય ગયો પણ કાકાનું ઘર ના આવ્યું. ફરી પેલા બહેનની નજર મારી પર પડી. હજી પણ હું તેમની પાછળ ચાલી રહી છું એ જોઇ થંભી ગયા અને મને પૂછવા લાગ્યાં.
“તું કોની સાથે છે? ને કયાં જવું છે તારે?”
“મારે રવજીકાકાનાઘરે જવું છે.” મેં જરા સંકોચાતા કહ્યું.“અરે,એમના ઘરનો રસ્તો તો પાછળ ગયો "બન્ને બહેનો એક સાથે બોલી ઊઠી.
“અને આ તો બજારનો રસ્તો છે. અમે બધાં એસ.ટી.સ્ટેન્ડે જઇએ છે.”
આ સાંભળી મારા પેટમાં ફાડ પડી. હવે અંધારામાં પાછા કેવી રીતેજવું? તોય હું ઉતરેલાં મોઢે પાછી વળી ગઇ. ઉતાવળે પગલે ચાલવા લાગી. આમતેમ ફાંફા મારતી હું ચાલી રહી હતી ત્યાં યાદ આવ્યું કે, હમણાં આવતા ક્યાંય વળાંક લીધો નહોતો.સીધા આવ્યા હતા એટલે મારે પણ ક્યાંય વળાંક ના લેવો. સીધા જવું પછી તો મેં સીધા હાથે દોટ મૂકી. હવે રસ્તો લગભગ સૂનો હતો.
છૂટા છવાયા કાચા મકાનની લાઇટ જોઇ હું મારા મનને આશ્વાસન આપતી કે, હું એકલી નથી. ત્યાં અંધારામાં દૂર ક્યાંય કૂતરું ભસ્યુ. મારા આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. મેં દોડવાનીગતિ ધીમી કરીને ઝડપી ચાલવા લાગી. આગળ જઈ ફરી ગતિ પકડી. ફરીપેલો રસ્તો આવ્યો ને મારા પગ થંભી ગયા.
“લાગે છે કાકાનાં ઘરનો રસ્તો આ જ છે.” પણરસ્તોસાવખાલીહતોમાણસતોશુંકોઈજાનવરપણદેખાતુંનહોતુંદુરસુધીઅંધારુંજઅંધારું. “ના....ના....આ જ રસ્તોહોય તોય હવે જોખમ નથી લેવું હવે તો બસ વાડીએ પહોંચી જઉં” ને ફરી હું પવન વેગે દોડવા લાગી. દોડતી હાંફતી હું પેલા રસ્તા પર આવી ઊભી રહી. પણ, આ શું? થોડી વાર પહેલાં મહેમાનોની અવરજવરથી હળવો ફૂલ બનેલો રસ્તો અત્યારે અંધકારમાં ડૂબેલા સ્મશાન જેવો શાંત અને બિહામણો લાગી રહ્યો હતો.
રસ્તાની જમણી બાજુ છૂટી છવાઈ બે ગલીઓ હતી. કદાચ આ બે ગલીઓમાંથી એક ગલીમાંવાડીએ જવાનોરસ્તો હતો પણ, હું રસ્તો ભૂલી ગઇ. ચારેકોર અંધારું હતું ને મને અંધારાની બહુ બીક લાગે અંધારા કરતા મને ભૂતની વધારે બીક લાગે. હશેને કોઇ ભૂત આવી જશે, હશેનેકોઇ લાંબા વાળ વાળી, વિચિત્ર મોઢું ધરાવતી ચૂડેલ આવી જશે. આખા રસ્તાપરમારા સિવાય કોઈ નહોતું તોય હમણાં કોઈ પાછળથી હાથ દેશે. આવાભયંકર વિચારોથી રસ્તો વધારે ભયાનક બની ગયો. ગામડાનાઠંડા વાતાવરણમાં પણ મને પરસેવો ફૂટી નીકળ્યો ને આંખે ઝળઝળીયા આવી ગયા.
મેં મનમાં બધા જ દેવી- દેવતાના નામ રટી લીધાં. ને હિંમત કરીને એક ગલીમાં પગ મૂકી દીધો. ગલી ઘણી લાંબી હતી અને આગળથી વળાંક લેતી હતી. જેવો મેં વળાંક લીધોતો સામેઅંધારાથીઘેરાયેલુંવગડું, ઝાડીઓ જ ઝાડીઓ. એક ક્ષણનું એ દ્રશ્ય જેવી ખબર પડી કે હું ખોટી જગ્યાએ આવી છું કે તરત જ નાસી છૂટી.
ફરી પેલા રસ્તા પર આવી ઊભી રહી ગઇ. હવે તો મનમાં શંકા જાગી કે નકકી હું ખોટા રસ્તે આવી ગઇ છું હવે શું કરું?
મેં ફરી મનમાં બધાં જ દેવી-દેવતાને યાદ કરી લીધા ને ત્યાં જ ઊભા રહેવાનો નિર્ણય કર્યો. હમણાં કોઈ આવશે તો પૂછી લઇશ કે, વાડીએ જવાનો રસ્તો કયો? પણ, કોઈ દેખાય તો ને જાણે આખું ગામ ખાલી થઇ ગયું હોય. ને અચાનક કોઈના પગરખાનો અવાજ સંભળાયો મેં કાન સર્વા કરી નરી આંખે જોયું તો બે મનુષ્ય આકૃતિ મારી તરફ આવતીદેખાઈ અને તેમની વચ્ચે થતી ગુણગુણ વાતોનાં અવાજથી ખબર પડી કે તે બન્ને પુરુષ હતા.
“આ લોકોએવાડીનીબહારલાઇટ વાઇટ લગાવી જોઇએ. બિચારું બાહારગામનું માણસ તો ભૂલું પડી જાય.” કહેતાંતેઓ બીજીગલીતરફવળ્યા.
જેવી મને ખબર પડી કે આ લોકોને પણ વાડીએ જવાનું છે કે, તરત જ "કાકા...! કાકા...!" કરતી મેં તેમનો હાથ પકડી લીધો. અંધારામાં હાથ પકડયો એટલે, કાકા ચમકયા
“કોણ છે. ..?! કોણ છે. ..?!”
તેમણે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો.
“કાકા...! કાકા....! મારેવાડીએ જવું છે પણ, હું રસ્તો ભૂલી ગઇ છું”મેં મારા રડમસ અવાજે કહ્યું એટલે, કાકાએ મને આશ્વાસન આપતાંકહ્યું.
"તું રડ નહીં બેટા, આપણે હમણાં પહોંચી જયશું.”કહેતાંમારામાથેહાથફેરવીમનેપંપાળવાલાગ્યા. “તુંઆ ગામનીછું?” “નાહુંઅમદાવાદનીછુંલગ્નમાંઆવીછુંરવજીકાકાનેત્યાં....” “હા, તોતુંડર નહીઆપણેહમણાંપહોંચીજયશું.”તેઓગલીમાંના વળ્યા. મનેલઈનેસીધેરસ્તેચાલવાલાગ્યા.મનેપણહાશકારોથયોકેકોઈતોમળ્યું.અમેચૂપચાપઉતાવળેપગલે ચાલતાહતાં.કાકાનો હાથમારામાથેથીફરતોધીરેધીરેપીઠથી કમર સુધીઆવ્યો. મનેઅણગમોઉપજ્યો.બીજાકાકાએમારો હાથદાબીને પકડયોહતો.હવેમનેદારૂનીવાસ આવવા લાગી હતી. અંધારું, ઝાડીઓને આ સાંકડારસ્તા. મનમાંએક અજાણ્યોભય જાગ્યોપણ કંઇસમજાયુંનહી. કંઇસમજુંએ પહેલાતોઅમેડાબાહાથેવળીગયા. “અલા....!,કોણસે. હે..!”વળાંકલેતાંજ સામેથીઆવતાપાંચહાથપુરામાણસે હોકાટોકર્યો. એ વજનદાર અવાજથીહું યચમકીગઈ ને પેલાબે કાકાય ફફડીગયા.“અલ્યાકોણ સે?ને આમ કયાજાવુંસે?”ફરીજોરથીહોકાટોથયો. જવાબમાંબન્નેકાકાની જીભથોથવાઈ “અ......મે...... અમે.....”“અમારે વાડીએજવુંછે.” હુંથથરતાબોલીપડી.“વાડીએ. .?”એ માણસઅમારીનજીકઆવ્યો. “હા રવજીભાઈનેત્યાંઆજેજમણવારછેનેત્યાં....” કાકાહિંમતકરીબોલ્યા. “હા..!,ઈ..! વાડીનો રસ્તોતો ગ્યો પાસળ નેઆ રસ્તોખેતરોબાજુજાયસે.”“હેં..!એટલેઅમેખોટારસ્તેઆવીગયા?”બીજાકાકાએઆશ્ચર્યથીપૂછ્યું.“ હાસ્તો..!હાલો મારીહારેહું યવાડીએખાવાજાવસુ.”અમેએ માણસનીપાછળચાલવા લાગ્યા. “આ ગામમાંનવાસો.?”“હા..!”“તે કયાગામનાતમે?”“વલસાડ”“આ રવજીભાઈતમારેહુંથાય?”“મામાસસરાના દીકરા”“આ રવજીભાઈબહુભલો માણસહોં.આટલોબધો રૂપિયોપણ જરાયઅભિમાનનઈ.”પેલો માણસવાતે વળવાનોપ્રયત્નકરતોહતો.પણ આ બન્નેકાકાટૂંકો નેનીરસજવાબઆપીચૂપ થઈજતાં.અંધારામાંમનેઠોકરવાગી એટલેહુંપછડાઈ. “અર, જોઈ નેહાલદીકરી, તારાપપ્પાનો હાથપકડ.” હુંફટાફટકપડાંખંખેરીઊભીથઈગઈ. “લો આવીગી આ વાડી.” ગલીમાંવળતાંએ માણસબોલ્યો. આ ગલીપણલાંબીહતી નેઆગળથીવળાંકલેતીહતી. વળાંકલેતાંજ સામેલાલ-લાલીલાઇટોથીસજાયેલીવાડી દેખાઈ.લાઇટનીચમક મારીઆંખોમાંઉતરીઆવી.મારાચહેરાપર રાહતનાભાવ ફરીવળ્યા.....

***

જો કે અંધકારની બીક તો મનેઆજેપણ લાગેછે. આજેપણ રાતનાસૂનારસ્તાબિહામણાલાગેછે. હા પણ હવે ભૂતની બીક નથીલાગતીપણ.... ...gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.