ગુણીજન

આપણું જીવન અમુલ્ય છે. બધાય જાણે છે, પણ બધાજ સમજે છે ખરા? કોઈ પણ માણસને સારો કે ખરાબ ચીતરતા પહેલાં આપણે કેટલા સારા છીએ એ જોવું જોઈએ, દોસ્તો…!!! આ અમુલ્ય જીવન કોઈ મદદ માગનાંર પાસે દયા કરે એવું બનાવીએ. સમય તો બઉ ટૂંકો છે. ઝીંદગી ઘણી લાંબી લાગતી હોય તો ઈ આપણું ભ્રમ છે. દિવસો વયા જાય ખબર નાં પડે.

જે માણસ આપણી સાથે ઉપકાર કરતો હોય, એનું હંમેશા આભાર દ્વારા સ્વાગત કરવું જોઈએ. આ દોડધામ ભર્યા વિશ્વમાં કયાંક ચુકાઈ જતું હોય છે. સમય અને મિલન થયે આગતા કરી લેવી જોઈએ. આગળ જતાં મનમાં વસવસો નાં રહી જાય એ ખ્યાલ રાખવો જોઈએ. દર વખતે મીઠાશ ભર્યા સંબંધો નિભાવી લેવા એ પળો સોનેરી યાદો બની જતી હોય છે.

સમય-સમય બળવાન હે…નહીં પુરુષ બળવાન………!!!!!

કોઈ આપણા દ્વારા દુઃખી થયું હોય તો એની માફી માગવી જોઈએ, માફી દરેક જીવ માટે ની નૈતિક ફરજ છે. કોઈનું દિલ રાહત અનુભવે ઈ સૌ માટે સુખની અનુભૂતિ છે. આટલું જીવ્યા એમાં વિચારું છું તો ઘણાં એવા અનુભવો મળે છે કે જે મારા માટે હૃદયની ચિનગારી સમાન સાબિત થયા છે. ક્યાંક જમાવેલ યાદગાર બેઠક, ક્યાંકથી મળેલી મદદ તો વળી ક્યાંક મદદ કરીને પામેલો સંતોષ. કયાંક સાંભળેલા અલબેલા સમજુ વેણ. આ બધો આપણા જીવનનો હિસ્સો છે. જે ક્યારેય ભુલાય નહીં. મિત્રો…….

ઝીંદગીમાં એવી તક બધાના જીવનમાં આવતી જ હોય છે કે બીજાની સેવા કરી શકાય. અને આપણી આસપાસની આ મધુરી દુનિયામા એવા મિઠળા માનવીઓ વસે જ છે કે જેઓએ આવા પરમાર્થ નાં કાર્યો કરીને અદ્દભુત નામ કર્યું છે.

હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારા શિક્ષક જેવી રીતે ભણાવતા, એવી રીત હજી સુધી બીજે ક્યાંય અનુભવી નથી. એ સાહેબ નું નામ હતું મનીષ બોરખતરીયા. મારા ભોગાત ગામની (દેવભૂમિ દ્વારકા) ‘ચારણ વાડી પ્રાથમિક શાળા’માં તેઓ નવા શિક્ષક તરીકે આવેલા. હું તેમની પાસે 2 થી 6 ધોરણ સુધી ભણ્યો હતો. એમની શીખવાડવા ની પદ્ધતિ અનોખી જ હતી. કાંઈ પણ યાદ રહી જાય. જે પાઠ હાલવાનો હોય એનાં પ્રશ્નો આગલા દિવસે તૈયાર રાખવાના. પાઠ વાંચીને જ પાકા કરવાના. પાઠ પૂરો થયા પછી પ્રશ્નો પૂછતાં. ગણિતના દાખલા પણ અદભુત રીતે ગણતા અને ગણાવતા. એક-એક કરીને બધા વિદ્યાર્થીઓ ને પૂછતાં અને સૌ નાં સવાલ હલ કરતા. રીશેસ નાં સમયે રમતો રમીએ તેમાં સર સાથે જ રમતા. ક્રિકેટ રમવાની પણ જમાવટ હતી. જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. જેનો ગ્રાફ નીચો હોય, સમજવામાં વાર લાગતી હોય તેવા વિદ્યાર્થીઓ ને હોશિયાર છોકરાઓ સમજાવી દીયે. જેનાથી હોંશિયાર વધુ કંઇક જાણી શકે. હાલ તો હું graduate છું. તે સાહેબ ની અમારી સ્કૂલથી તો બદલી થઈ ગયેલી. પછી આસપાસ નાં ગામોમાં ગયેલા એનાં સમાચાર હતા પણ હાલ મનીષ સર ક્યાં છે એ ખબર નથી. આ લખવા સાથે અહિં એમનો હ્રદય થી આભાર માનું છું. કારણ કે મારા ગુરુ કહેવાય.

આ બધાં ઝીંદગી નાં ઋણ છે. જે કોઈ ને કોઈ સ્વરૂપે આપણા જીવનમાં આવતાં હોય છે. એને યાદ કરીને આપણે અફલાતૂન યાદો માણી શકીએ. આપણા દિલમાં કોઈ જરૂરત મંદ વ્યક્તિ માટે કામ કરવાની હામ હોય તો સમજવું કે હજી આપણે સતયુગ માં જીવીએ છીએ. સતકામ રૂપી પ્યાર નાં પોટલા બાંધી લેવા એ જીવન નું કરમ છે. આવા જીવન માટે આભાર, લાગણી, સત્કાર ની સરવાણી વહાવવી પડે, તો જ સુગંધી વ્યક્તિ બની શકાય.

“દિલ તણાં દરિયે, કૈંક આશા ખળભળે..;

મળે કોઈ મલમ, કૈંક ઝીંદગી ટળવળે..!

આવા અરમાનો બધાને હાંસલ કરવા હોય છે પણ કંઇક મલમ રૂપી મોકો મળવો જોઈએ. જેનાં માટે ઘણી ઝીંદગીઓ વલખાં મારી રહી છે.

અમુક લખાઈ ને આવેલા ગુણીજન નાં સ્વભાવ જ જન્મજાત માણસાઈ ભર્યા હોય છે. તેઓ હંમેશા સર્વને વ્હાલા જ લાગતા હોય છે. આવા માળૂ દિલની દોલત ની દાતારી કરતા રહેતાં હોય છે, અને દુનિયાનું દિલ જીતતા ફરતા હોય છે. નફરત ની દુનિયા થી જોજનો દુર વસે છે. જીવનમાં રાહ ચિંધનાર ને આભાર ની લાગણી થી સત્કારતા રહેવું જોઈએ. કોઈ ને કંઇક આપીએ તો આપણને કોઈ આપશે આ સનાતન સત્ય છે.

‘વાવીએ તે લણીએ.’

અનુભવેલ વિરલ કિસ્સો હજુ કહું તો કંઇક આવો છે,,,- “ અમારા ગામના ખળી વિસ્તાર મા જ્યારે ‘સોનલ માં’ નું મંદિર બનાવવામાં આવ્યું. સાલ હતી લગભગ 2001-02 , આખા વિસ્તાર ને જાણ થઈ ગઈ. દર્શન કરવાનો તો લ્હાવો ખરો જ. પણ તે વખતે મારા જેવા બાળકો માટે બીજો લ્હાવો હતો. હવે અહિં કોઈ પ્રોગ્રામ ક્યારે થાય??? એનાં વિચારો આવતા હતા. એક દિવસ સાચે જ આવી ગયો કે જે દિવસે મોટો ડાયરો યોજાણો. અમે સૌ નાના બાળકો એ ખૂબ આનંદ કરેલો. બારાડી સમગ્ર માંથી મહેમાનો આવેલા. એ કાર્યક્રમ ખરેખર સફળ રહ્યો હતો. સૌ આયોજક નો બહોળો ફાળો હતો. ધર્માદો પણ ખૂબ થયેલો. આ તકે એમનો આભાર માનું છું.”

હું એવું કહીશ કે અમારા ગામે જે હાંસલ કર્યું ઈ બધું દયાની દેવી “સોનલ માં” ને આભારી છે. કારણ કે એમનું મંદિર બન્યા પછી અહીં નાં ભેરૂઓ એ ઘણી પ્રગતિ કરેલ છે.

શાંતિ, સત્કાર, હળવાશ અને આદર, સાથ, માન અમારા ગામ નાં ઘરેણાં છે. જરૂર પડ્યે લોકો એકબીજાના દુઃખોમા ભાગ લિયે છે. સારા કાર્યો મા તો જાણે આ કામ ખુદ નું હોય એટલી જવાબદારી નિભાવે છે. હું પ્રાર્થના કરીશ કે સૌ ને આવી સદબુદ્ધિ મળતી રહે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.