હું તે તારો પ્રેમ ને મારો પ્રેમ એટલે તું

એને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું?

ગીતપંક્તિ સાંભળતા હું સ્મરું તારો ચહેરો

તારી વાતો સાંભળતાં હું બની બેસું છું બહેરો

લાગણીશૂન્ય બની શબ્દોની રમત રમતી તું

એને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું?

તારી ને મારી પીડા બની છે હવે સહિયારી

જીવ-શિવના મિલન જેવી જામી છે એકાકારી

આ મિલનમાં દ્વૈતના દ્વંદ્વને સર્જતી તું

એને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું?

સ્વર્ગસમું સુખ માણું છું હું તારી સંગાથે

દુ:ખની કોઇ રેખા પણ દીસે નહીં માથે

સુખનો CA બની સમયનો હિસાબ કરતી તું

એને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું?

હસતાં, રોતાં, ગાતાં, લખતાં સ્મરું તને તે પ્રેમ

પળ પળનો સાક્ષી બનતો નીરખું ભરીને નેણ

સ્નેહમાં પણ શેહનો એ 'રંજ' લાવતી તું

એને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.