આ આવી હવે એ વિદાઇ ની વેળા,

ડોલી તરફ જતા પગ જરા અટક્યાં.

ફરી ફરી જૂની યાદોંમાં ખોવાઇ જવાની મહેચ્છા,

પાછળ ફરીને જોઇ લઉં એક વાર,ઉફ્ફ અદમ્ય ઇચ્છા.

બેસતાં જ ડોલીમાં જાણે નવી જીંદગી એ થામ્યો હાથ,

અજાણી દૂનિયાએ બંધાયી પ્રીત મારા પિયુને સંગાથ.

પણ શું કરૂ એનું જે પાછળ છૂટી ગયું,

નજર ફેરવી જોતા જ એક આંસુ ટપકી પડ્યું.

જોયું, મા હતી ચિંતામાં કે લાજ તો મારી રાખશે ને,

શીખવ્યું હતું જે લાડથી એ ભૂલી તો નહી જાશે ને,

જોયું, પિતાની આંખોમાં એમ તો દુ:ખ ઘણુ ટપકે,

પણ “પ્રસંગ ઉકેલ્યો સારો” એનો ગર્વ વધુ છલકે,

જોયું વળી, ભાઇ-બહેનની આંખો ભીની પણ હૈયે છે ધરપત,

રડવું શું આટલું, નજીકમાં જ છે દીદીમળાશેઝટપટ,

જોયું કે, સગા વ્હાલા માટે હતી બસ નીભાવવાની ખાલી રીત,

સદીઓથી ચાલે છે એ જ, “દીકરી સાસરે જ ઠીક”,

ધ્યાનથી જોયું, હજું કંઇક દેખાયું આછેરું આંગણામાં ઉભું,

ઝીણી આંખે જોતા એ અદ્દલ મારા જેવું જ દીઠું,

આંખમાં ચોધાર આંસુ એના, થયો મને ચમકારો,

અરે આ તો “અસ્તિત્વ” જ મારું, હ્રદય ચૂક્યું એક ધબકારો,

”અડધુ આયખુ વિતાવ્યું તુજ સંગ”, કહી સાથે આવવાની એની જીદ,

પણ મોં ફેરવી લીધું મેં તરત, ઢીલા પડી જવાની હતી જો બીક.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.