મીના એક વાર મુંબઈ થી કલકત્તા જતી હતી. સવારે અગિયાર વાગ્યે ટ્રેન ઉપાડી અને તે સવારે લગભગ દશ વાગ્યે કલકત્તા પહોંચાડે. ટ્રેનમાં અનેક પ્રકારના મુસાફરો મળે. કોઈ મોજીલા, ઊંઘણશી કે અનેક વાતો કરનારા વાતોડિયા, કોઈ વાત વાતમાં અનેક પ્રશ્નો પૂછી સામી વ્યક્તિને વહેમ આવે કે આ અજાણ્યા મુસાફર કેમ વારંવાર જાત જાતના પ્રશ્નો પૂછ્યા કરે છે ? એને એવી કઈ માહિતી જોઈતી હશે ? ગામ બદલાય તેમ બોલી પણ બદલાય. પહેરવેશ પણ બદલાય. પહેરવેશ પણ જુદો જ જોવા મળે. રિવાજો બધું વૈવિધ્ય સભર જોવા મળે અને ઘણી વાર મુસાફરીમાં આનંદ મળે કે કોઈ મુસાફર પહેલેથી જ અજાણ્યા હોય તો પણ અનેક પ્રશ્નો પૂછી દર્દ ઊભું કરતા હોય છે. સામી વ્યક્તિનું માથું ન દુખતું હોય તો પણ માથાનો દુખાવો પેદા કરતા હોય છે. કેટલીક વાર બીજાની વાતો ન છૂટકે સાંભળવી પડે પણ અંતે દર્દ ખુદને જ થતું હોય.


મીના બારી પાસે બેઠી. બારી માંથી ઠંડા પવનની લહેરો આવતી હતી. તેણે સીટ પર લંબાવ્યું. ઝોકું આવવાની તૈયારી જ હતી અને સામેની સીટ પર એક જુવાન છોકરી દોડતી દોડતી આવી અને તેની બેગ મૂકી આરામ થી બેસી ગઈ. ત્રીસ વર્ષની, પંજાબી કપડા પહેરેલી નમણી દેખાતી હતી. ખોટા દાગીના, ગળા માં ચેઈન, હાથમાં બ્રેસલેટ, કાનમાં લાંબી બુટ્ટી પહેરેલી સરસ દેખાતી હતી. તેણે દોડીને ટ્રેન પકડી એટલે હાંફી ગયેલી અને પરસેવે રેબઝેબ હતી. તેણે પર્સમાંથી નેપકીન કાઢી પરસેવો લૂછવા માંડી અને લેકમે નો પાવડર લગાડવા માંડી. બેગ માંથી ઠંડા પાણીની બાટલી કાઢી શાંતિ થી ઘૂંટડા ભરવા માંડી. પછી એને મીના સામે જોઈ સ્મિત કર્યું. તે પરીક્ષા આપવા પ્રયાણ કરતી હોય એવી વિદ્યાર્થીની લગતી હતી. તેનામાં ઘણો જ ઉત્સાહ હોય એવું તેની મુખાકૃતિ હાવભાવ થી લાગતું હતું. પેલી છોકરી બોલી, બહેન હું સ્મિતા. તેણે શેક હેન્ડ કરતા કહ્યું. તમે કઈ બાજુ જવાના બહેન અને તમારું શુભ નામ ? હું મીના. હું કલકત્તા જવાની છું.


કલકત્તામાં ક્યાં જવાના ? સ્મિતાએ સહજભાવથી પૂછ્યું.


મીનાને જવાબ આપતાં દ્રિધા થઇ. સ્મિતાને પહેલી વાર મળું તો એને સરનામું આપું કે નહિ એની સામે વહેમની નજરે જોતાં અનેક વિચારોમાં પડી ગઈ. અજાણી છોકરીને કેમ આટલી તાલાવેલી લાગે ?


છતાં મીનાએ કહ્યું સ્ટેશન પાસે જ જવાનું છે. તું સ્ટેશનની આજુ બાજુના એરિયા વિષે કંઈ જાણે છે ? તું કોઈ રસ્તાથી જાણીતી છે ? મીનાએ અણગમતા ભાવથી પૂછ્યું.


હા.... હા.... મારા મામા સ્ટેશન પાસે જ રહે છે. હું એમના ઘરે જ જવાની છું.


મીના તો સ્મિતની નોન સ્ટોપ વાતો થી અંજાઈ ગઈ.


મીનાને થયું હવે સ્મિતા શાંત થશે. મને ઊંઘવા મળશે.


હજુ તો ઘણું બધું બાકી હોય તેમ મને નસીબમાં ઊંઘ નથી એવું લાગ્યું. મીના કંટાળીને આમ વિચારતી હતી. પણ સ્મિતા તો ચાલુ જ રહી. આમ મીના પણ વાતોડીયણ ખરી પણ એ તો મારી એ ગુરુ નીકળી.


સ્મિતા બોલી, તમે નોકરી કરો છો ?


મીના બોલી હા. તે કંઈ પણ પૂછે એ પહેલાં જ બોલી હું કોલેજમાં નોકરી કરું છું. હમણાં વેકેશન છે. હું કલકત્તાની છ એટલે મારા વતનમાં આવી છું.


હાશ, ચાલો પત્યું એમ વિચારતા જ બગાસા આવવા માંડ્યા.


સ્મિતાએ મીઠું હસી આગળ ચલાવ્યું. તમે કયો વિષય શીખવો છો ?


મીના વિચારવા લાગી આ છોકરી કેમ વારંવાર પૂચ્પરાચ કર્યા કરે છે ? મીનાની ઊંઘ તો બગડી જ ગઈ. આ છોકરી સામે દેખાવ કરવા દે કે હું કંઈ જાણતી નથી. જરા બુધ્ધુ છું. પૂછી પૂછી ને એ કેટલું પૂછી શકે છે


હું કોલેજમાં કોપ્યુટર સાયન્સ ભણાવું છું.


એમ ? કોમ્પ્યુટર સાયન્સ ? આજ ક તો કોમ્પ્યુટરનો વ્યાપ એઅલો વધી ગયો છે કે એક દિવસ એવો આવશે કે જે વ્યક્તિને કોમ્પ્યુટર નું જ્ઞાન ન હોય તે અભણ ગણાશે.


મીના ને પ્રશ્ન પૂછ્યું એમાં સ્મિતા માટે માન ઉપજ્યું. તે તો વાતોમાં વ્યસ્ત થઇ ગઈ. સ્મિતા હવે ફિલસૂફીની વાતો કરવા માંડી. ભણતર અને ગણતર વચ્ચે ઊંડી ખાઈ જેટલો ભેદ છે.


તમે શું માનો છો ? ભણતર એટલે ફક્ત જ્ઞાનપ્રાપ્તિ અને ગણતર એટલે અનુભવી જ્ઞાનની કસોટી ? ટ્રેન સ્પીડમાં ચાલી રહી હતી. આ છોકરી સાથે શું વાતો કરવી ? મીનાને થયું આ બીજા ચારેક કલાકો વાતોમાં કાઢી નાખશે. અને અસહ્ય થઇ જાય. એને પ્રેમ થી કહેવાનો વિચાર મીનાએ કર્યો કે તારા જેટલી સમજણ મારામાં નથી. મને ઊંઘ આવે છે. પણ સ્મિતા ભોળી લગતી હતી. તેનામાં ખૂબ જ ઉત્સાહ હતો. તે જીજ્ઞાસાથી વાતો કરતી હતી તેના પર વહેમાવા જેવું નથી. તે હોશિયાર વિદ્યાર્થી મીનાને લાગી. હસમુખી છોકરીને કંઈ પણ નકારાત્મક કહીને તેની લાગણીને ઠેસ પહોંચાડી ન શકી. મીનાએ તેના તરફ મીઠું સ્મિત આપ્યું. બહેન, હસતા રહેવું, ખુશ રહેવું આપણી તબિયત માટે સારું છે. જો આપણે હસીએ તો દુનિયા આપણી સાથે હસશે અને જો રડતા રહીએ તો કોઈ સાથ નહિ આપે.


અરે ! તેં તો સરસ વાત કરી સ્મિતા. આ તો અભિતાપ બચ્ચનણો ડાયલોગ છે. કહેતા સ્મિતા બોલી મને તો બચ્ચન બહુ જ ગમે છે.


તમને કોણ ગમે ?


ફરી નવો પ્રશ્ન પૂછ્યો.


તે ફિલ્મ લાઈનની વાતો કરવા લાગી અને મીના સ્મિતથી અભિભૂત થઇ ગઈ.


મીના તો કંટાળી ગઈ હતી. સવારથી મીના કંટાળેલી હતી અને માથું પણ દુખતું હતું. તેને મનમાં નક્કી કર્યું કે હવે તો સ્મિતાને કહી જ દેવું કે મને માફ કર બહેન, મારે ઊંઘવું છે. જાણી જોઇને મીનાએ માથા પર હાથ મૂક્યો.


સ્મિતાએ પૂછ્યું, બહેન તબિયત બરાબર નથી ?


કંઈ દાવા લાવ્યા છો ? બહેન, તેણે ધીમેથી પૂછ્યું.


ના પડતા મીનાએ ટૂંકાણમાં જ પતાવ્યું.


સ્મિતાએ તેની હેન્ડ બેગ ખોલી અને તેમાંથી એક બાટલી કાઢતા કહ્યું, લ્યો આ લગાવી જુઓ. સારું લાગશે. આયુર્વેદિક બામ છે. નવો જ છે. શરીરના કોઈ દુ:ખાવા માં પણ લગાવાય. સુગંધ કેવી સરસ છે નહિ ? આ લગાવ્યા પછી ચીકાશ પણ નહિ લાગે. આ બામ સસ્તો છે અને તમે એક વાર લગાડો પછી ફ્રેશ થઇ જશો. હું બામ લગાવી આપું ?


મીનાએ પૂછ્યું તું શું કરે છે ? ભણે અને નોકરી પણ કરે છે ?


સ્મિત કરતા તે બોલી, આયુર્વેદિક પ્રોડક્ટ કંપનીમાં તે સેલ્સગર્લ છે.


સવારે દશ વાગવા આવ્યા અને કલકત્તા ટ્રેન ઊભી રહી.


મીના સ્મિતા પર વહેમાતી હતી પણ અંતે ખ્યાલ આવ્યો કે એ જીજ્ઞાસા વૃત્તિથી અનેક પ્રશ્નો કરતી હતી. તે મનોમન પસ્તાવો કરતા સ્ટેશન માંથી બહાર નીકળી ઘર તરફ પ્રયાણ કરવા લાગી.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.