જિંદગી ના વર્ષ થાય સાઠ કે સિત્તેર ,
ઈચ્છા છે અવશેષ,
તમને ક્યાં કોઈ ફેર પડે છે ?
ખુલ્લી આંખોએ સપના મુક્યા હતા વહેતા
સ્વપ્ન થયા છે ભંગ ,
ફેર આજે પણ અમને પડે છે.
મુરઝાયું ફૂલ ને સુંગધ ક્યાંક ગઈ ઉડી
 રૂપ ગયું છે હરાઈ,
તમને ક્યાં કોઈ ફેર પડે છે ?
મારી ને મન ને જીવવાની ટેવ પાડી  
કર્યું છે સમાધાન ,
ફેર આજે પણ અમને પડે છે.
વ્યથાના ઝાડે ઝૂરાપો મૌન બની ડાળીએ ફૂટે
અનોખો છે ભાર ,
તમને ક્યાં કોઈ ફેર પડે છે ?
પાતાળે ધરબાયેલો સંબંધ, આયખું આંસુથી સીચ્યું ,
લાગણી છે ઊંડો કૂવો,
ફેર આજે પણ અમને પડે છે .
જિંદગી આપણી થઇ સમાધાની તોયે ,
વીતેલી પળો છે યાદ,
તમને ક્યાં કોઈ ફેર પડે છે ?
છેડું સૂર ત્યાં તૂટે તાલ ફરી ફરી જોડું ,
શબ્દો થાય છે દૂર,
ફેર આજે પણ અમને પડે છે .
ઘાયલ દિલ ની લાગણીઓ પંપાળી અમે ,
ચાડી ખાઈ છે વેદના ,
તમને ક્યાં કોઈ ફેર પડે છે ?
જિંદગી જઈ રહી છે વીતી ,અધૂરા ગીત ગાતા
પડઘાય છે લાગણી ,
ફેર આજે પણ અમને પડે છે.

@Anu
 

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.