રાતના બે વાગી ચૂક્યા છે અને શિયાળાની ગુલાબી ઠંડી ચારેકોર પ્રસરી રહી હતી. રસ્તામાં દુર સુધી કોઈ માણસ નજરે પડતું નથી, જામનગર હાઈવે પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીથી આગળ રસ્તા પર ધુમ્મસ છવાયેલું છે. કંઈ બાજુ ગાડી ચલાવવી તે પણ નજરે દેખાતુ નથી તેથી વાહનોની અવરજવર સાવ ઓછી થઈ ચૂકી હતી આમ તો નહીંવત થઈ હતી, દસેક મિનિટના અંતરે એકાદ વાહન જોવા મળે તો. રીયા અને કૌશિક દ્રારકા બાજુ જઈ રહયાં હતા. પરંતુ છવાયેલા ધુમ્મસને કારણે ગાડી 20 ની સ્પીડે જ ચલાવવી પડતી હતી, છતાં કૌશિક 40 ની આસપાસ ગાડી હંકારતો હતો. કારણકે તેમને દ્રારકા પહોંચવાની ઉતાવળ હતી, જો તેઓ 6 વાગ્યા સુધીમાં ના પહોંચે તો તેઓ જે ફંક્શન માટે જઈ રહયાં હતા તેમાં સમયસર ના પહોંચે શકે. જે ઝડપથી તે જઈ રહ્યાં છે તે પ્રમાણે તેઓ 5 વાગ્યા સુધીમાં પહોંચી જશે. ધુમ્મસ ધીમેધીમે દુર થવા લાગ્યું હતું અને વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું, ઝાકળની અસર થોડી વરતાય છે. અચાનક રોડ ઉપર એક લીલા કલરની સાડી પહેરેલી સ્ત્રી મદદ માટે રોડની વચ્ચે ઉભી રહી હાથ દેખાડી ગાડી ઉભી રાખવા કોશિશ કરી રહી હતી તેને જોઈ રીયાએ ગાડી ઉભી રાખવાની ના પાડી છતાં કૌશિકે માનવ સહજ મદદ માટે ગાડીને સાઈડમાં પાર્કિંગ લાઈટ શરૂ કરીને ઉભી રાખી. કૌશિકે જેવો ગાડીનો કાચ નીચે ઉતાર્યો એ સાથેજ તે સ્ત્રી તેની પાસે પહોંચી ગઈ. મદદ કરો ઈશ્વરને ખાતર મારી મદદ કરો અરે પણ તમે શાંત થઈ જાવ અને શું થયું છે એ કહો એટલે અમે સમજી શકીએ. અહિંયા અંદર આ રસ્તા પર અમારૂ ફાર્મહાઉસ છે ત્યાં મારા પતિને કંઈક થઈ ગયું છે તે હલતા ચલતા નથી અને બોલતા પણ નથી તેને હોસ્પિટલ લઈ જવામાં મદદ જોઈએ છે ઘણા સમયથી હું મદદ માટે રાહ જોઉ છુ પરંતુ ધુમ્મસને કારણે અવરજવર સાવ ઓછી છે અને અમુક લોકો ગાડી ઉભી જ નથી રાખતા. તમે ચિંતા ના કરો અમે તમારી સાથે આવીએ છીએ. અરે પણ આપણે જો 6 વાગ્યા સુધીમાં દ્વારકા નહિ પહોંચીએ તો ફંક્શનમાં નહિ જઈ શકીએ. મદદ કરવી આપણી માનવ ફરજ છે અને રહી વાત પહોંચવાની તો આપણે રસ્તામાં કોઈ હોસ્પિટલમાં એડમીટ કરાવીને નીકળી જઈશું. ઓકે રીયા થોડા ગુસ્સા સાથે બોલી. ચાલો ઝડપથી ઘણીવાર પછી મદદ મળી, હવે મોડું કરવું પોસાય તેમ નથી. હા, હા ચાલો ફાર્મહાઉસ બહુ દૂર નહોતું છતાં પણ ચાલીને જવામાં 20 મિનિટ જેવો સમય થયો. રસ્તામાં રીયાએ તે સ્ત્રીને તેના નામ અને થોડી વિગતો જાણી. તેનું નામ વિધી હતું દેખાવમાં શ્યામ વર્ણ કદરૂપી તો ના કહી શકાય, લીલા કલરની સાડી ગુજરાતી સ્ટાઈલમાં પહેરેલી હતી દેખાવ પરથી ગામડાની સમૃદ્ધ ખાનદાનની વહુ હશે અને અહીંયાં સમય ગાળવા આવ્યા હશે એવો આછો પાતળો અંદાજ લગાવી શકાતો હતો. ફાર્મહાઉસ આવી ગયું આંગળીના ઈશારાથી દેખાડી વિધી બોલી અને અમે ઝડપથી અંદર ગયા જેથી તરત વિધીના પતિને મદદ કરી શકીએ પરંતુ ત્યાં જઈને જોયું તો…

* * * *
ભાવનગર શહેરના જાણીતા બિઝનેસમેન કૌશિક શાહની લાશ જામનગર હાઈવે પર મળી ખબર મળી રહી છે કે તેઓ દ્રારકા ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે તેની પત્ની રીયા શાહ સાથે જઈ રહયાં હતા, હાલ ઘટના સ્થળે માત્ર કૌશિક શાહની લાશ મળી છે અને તેમની પત્ની લાપતા છે. પોલીસ તપાસ કરી રહી છે અને ખૂનીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જાનકી પટેલ કેમેરામેન રાજ સાથે ટીવી નાઈન ગુજરાત. જામનગરના એસ.પી ખુરાના ન્યૂઝ ચેનલ જોઈ રહયા હતા અને તે અનુમાન લગાવતાં હતા કે જરૂર હજુ શહેરમાં કોઈ બીજી ઘટના ઘટશે. તેમણે તરત ઘટના સ્થળે પહોંચવા માટે ડ્રાઇવરને ગાડી કાઢવા માટે કહયું. પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી હતી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પાટીલ ઝીણી નજરે બારીકાઈથી બધુ જોઈ રહયા છે, જો કોઈ સબુત મળી જાય. સાંભળ કે.કે તે ફોરેન્સિક ટીમને ફોન કર્યો કે નહિ. હા સર સબ-ઈન્સ્પેકટર કે.કે ગોહિલ બોલ્યો હમણા પહોંચતી જ હશે. પાટીલે દુરથી એસ.પી ખુરાનાની ગાડીને આવતી જોઈને તે સતર્ક થઈ તપાસમાં લાગી ગયો. ગાડી ઉભી રહી તરત ખુરાના ઝપાટાભર નીચે ઉતર્યો અને સીધો પાટીલ પાસે ગયો. સલામ સર, ટટ્ટાર ઉભા રહી પાટીલ બોલ્યો. કાંઈ સુરાગ મળ્યો, ના સર હજી કાંઈ નથી મળ્યું, ફોરેન્સિક ટીમ હમણાં આવતી હશે. ઓકે તપાસ ઝડપથી અને સાવધાની પૂર્વક કરજો તથા કોઈપણ જગ્યાએ શંકમદ વ્યક્તિ નજરે ચડે તો તરત પકડી લેજો એવુ કહીને ખુરાના ત્યાંથી નીકળી ગયો. ફોરેન્સિક ટીમ આવી ચૂકી હતી અને તેમણે તપાસ આરંભી દીધી. થોડી વખત તપાસ કર્યાં પછી ઘણીબધી ગાડીના ટાયરના નિશાન અને રસ્તા પર પડેલા લોહીના સેમ્પલ ઉઠાવ્યા અને તપાસ પુરી કરી. પાટીલ ટીમના સીનીયર કેયુર જાદવ પાસે ગયો. શું કંઈ પુરાવો મળ્યો? ના સર માત્ર ગાડીઓના ટાયરના નિશાન અને લોહી સિવાય ખાસ કંઈ મળ્યું નથી. ઓકે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દયો.
અરે ઓ કે.કે, પાટીલે જોરથી બૂમ પાડી બોલાવ્યો. હા સર, આ આટલો એરીયા સીલ કરી દયો અને કોઈપણ ને અંદર આવવા નહી દેતા પછી તરત પોલીસ સ્ટેશને આવી જાવ કહીને પાટીલ નીકળી ગયો.

* * * * *
ખૂન થયાના દિવસની રાત પડી ગઈ, અને આગલી રાત જેવી જ ઠંડી વર્તાતી હતી. જયાં કૌશિકની લાશ મળી તે હાઈવે પર આજેય ધુમ્મસને કારણે ગાડીઓની અવરજવર ઓછી હતી. રાત્રે 2:30 વાગ્યા આસપાસ રાજકોટના બે મિત્રો સંદિપ અને કિશન પોતાની ફોર વ્હીલ ગાડી લઇને પોરબંદર જઈ રહયાં હતા. ધુમ્મસને કારણે ગાડી ધીમે ચલાવવી પડતી હતી. પરંતુ બન્ને યુવાન હતા તેથી જોશમાં ઝડપથી ગાડી ચલાવતા, હજુ તો થોડી સ્પીડ વધારે ત્યાં ધુમ્મસને કારણે ગાડીને ફરજીયાત ધીમી પાડવી જ પડતી. સંદિપ રસ્તા પર નજર રાખી ધ્યાનથી ગાડી ચલાવી રહયો હતો ત્યાં અચાનક છુટા વાળ વાળી હાથમાં ધારીયુ પકડેલી બાઈ રસ્તાની વચ્ચે આવીને ઉભી રહી ગઈ. તેને જોઈને સંદિપ ગભરાઈ ગયો પણ કિશન હિંમતવાન હતો. તેણે સંદિપને હિંમત આપી, બંન્ને નીચે ઉતર્યા. જેવા તેઓ ઉતર્યા તરત તે બાઈ જોરથી હસવા લાગી, પાછા વળી જાવ તે ગરદનને હાથમાં પકડેલી સ્ત્રી તમને મારી નાખશે વળી જાવ પાછા તેણે રીતસર ત્રાડ નાખી. તરતજ બોલીને તે રસ્તાની બીજી બાજુ નીચે ઉતરીને કયાંક ગુમ થઈ ગઈ. સંદિપ અને કિશન ડરી ગયા અને તેમણે આગળ જવાને બદલે ગાડી પાછી વાળી લીધી. સવાર સુધી કોઈ હોટલમાં રોકાવાનુ નક્કી કર્યું અને પછી સવારે પોલીસ સ્ટેશને જવાનું.
સવાર પડી ચૂકી હતી, પાછુ ફરી એજ જગ્યાએથી આગળ જયાં કૌશિકની હત્યા થઈ હતી. ત્યાં એક સ્ત્રીની લાશ મળી. ઈન્સ્પેકટર પાટીલની નજર ન્યૂઝ પેપર પર ફરી રહી હતી, તે વિચારે ચડયો હતો કે હવે આ ઘટનાન પડઘા આખા ગુજરાતમાં પડવાના છે. તેણે ગમે તેમ કરીને આ કેસ ઝડપથી ઉકેલવો રહયો. ત્યાં તેનો ફોન રણકયો જોયું તો એસ.પી સાહેબનો હતો. હલ્લો, આ બધુ શું છે? રોજ એક પછી એક ખૂન રાત્રે પુરતું પેટ્રોલીંગ નથી કરવામાં આવતું? ગમે તેમ કરીને 48 કલાકમાં આ કેસ સોલ્વ કરો નહીંતર આપણી નોકરી ગઈ સમજો. રાજકીય પાર્ટીઓનું ઉપરથી પ્રેશર છે. એસ.પી જોરથી બૂમો પાડીને બોલતો હતો. ઓકે કહીને પાટીલે ફોન મૂકી દીધો. પોતે ઈમાનદાર ઓફિસર હોવાથી તેણે તરત કામ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું. તેના બધા કોન્સ્ટેબલને જયાં ખૂન ત્યાં આજુબાજુ ઢાબા અને હોટલોમાં પુછપરછ માટે મોકલ્યા. પોતે ઘટનાસ્થળે જવાની તૈયારી કરતો હતો. પહેલેથી કે.કે ત્યાંજ હતો માટે ઉતાવળ નહોતી છતાં, પોતાની ફરજ હોવાથી જવા માંગતો હતો.
ત્યારેજ પેલા બે યુવકો સંદિપ અને કિશન પોલીસ સ્ટેશનમાં ગભરાયેલા ચહેરે દાખલ થયા. તેને જોઈ પાટીલ જતો જતો બેસી ગયો. પેલા બે સીધા તેની પાસે આવ્યા કેમકે હાલ પોલીસ સ્ટેશનમાં બે કોન્સ્ટેબલ, એક રાઈટર અને પાટીલ સીવાય બીજું કોઈ હાજર નહોતુ. સર. હા બોલો તમારા માટે શું કરી શકું? પેલા તમે બેસી જાવ અને પછી કહો શું થયું, તમે આમ ગભરાયેલા કેમ છો? તે બંને બેસીને જે તેમણે ગઈકાલ રાત્રે જોયું હતું તે બધુ શબ્દે શબ્દ કહી દીધું. પાટીલ બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયો કારણ કે, જે જગ્યા વિશે આ કહી રહયાં છે ત્યાં બે ખૂન થઈ ચૂક્યા છે અને રીયા ગાયબ થઈ હતી. તે વિચારમાં પડી ગયો કે જરૂર આ બંને ઘટના એકબીજા સાથે જોડાયેલી હશે. તમે તે સ્ત્રીનો સ્કેચ બનાવવામાં મદદ કરી શકશો? હા, બિલકુલ એને અમે કેમ ભૂલી શકીએ તે કેટલી બધી ભયાનક હતી. ઓકે તો તમે બેસો હું હમણાં સ્કેચ આર્ટિસ્ટને બોલાવી લઉ છું. સ્કેચ બની ગયા બાદ તમારી પુરી વિગતો લખાવી જઈ શકો છો. પાટીલ ઘટના સ્થળે જવા નિકળી ગયો.

* * * *

હા કે.કે શું જાણવા મળ્યું? સર જે રીતે કૌશિકની હત્યા થઈ હતી તે જ રીતે આ હત્યા થઈ છે. શું? કૌશિકનુ ખૂન કેવી રીતે થયું હતું, પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો? હા તેને ગોળી મારવામાં આવી હતી. એક ખાસ પ્રકારની ગન વડે ગોળી મારવામાં આવી છે, કેમકે ગોળી છાતીને ચીરીને નિકળી ગઈ છે. બીજી વાત આ સ્ત્રીનું નામ શિતલ છે. તે લોકો દ્વારકા દર્શન માટે જતા હતા. એક મિનિટ જતા હતા એટલે? પાટીલ બોલ્યો. હા સર, તેની સાથે તેનો પતિ પણ હતો જે ગાયબ છે! આ બધું તેના પરિવાર વાળાએ કહયું. તે હમણાં અહીં આવતાં જ હશે. પાટીલે પેલા બે યુવાનોની વાત કે.કે ને કહી તે પોલીસ સ્ટેશને જવા નિકળી ગયો. રસ્તામાં વિચારમાં પડયો, જરૂર આ ઘટનામાં કંઈક મોટી ઘટના સામે આવશે. એકબાજુ એસ.પી એ 48 કલાકમાં કેસ સોલ્વ કરવા કહયું હતું. તે સ્ટેશને પહોંચ્યો, હજી તો સ્કેચ તૈયાર થયો જ હતો. સ્કેચ જોઈને એકદમ નવાઈ પામ્યો, અરે આ તો રિયા છે. તેના પપ્પાએ આપેલ ફોટો પરથી પાટીલ ઓળખી ગયો. તમને પુરી ખાતરી છે, કાલે તમે આને જ જોઈ હતી. હા સર, અમે આને જીવનભર નહી ભૂલી શકીએ. ઓકે, તમે તમારી વિગતો આપી જઈ શકો છો. પાટીલને વિચાર આવ્યો તેનુ અનુમાન હંમેશા સાચું પડતું. તેના આધારે તેણે ઘણા કેસ સોલ્વ કરેલા છે. તેને જે વિચાર આવ્યો હતો, તેનુ આયોજન તૈયાર કરવા લાગ્યો. તેણે કે.કે ને ફોન કરીને પુરી યોજના જણાવી. ક્રાઇમ બ્રાંચની ટીમના 4 ઓફિસર બોલાવવા સુચના આપી દીધી. હવે માત્ર રાત પડવાની વાર હતી. શીતલનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ આવી ગયો. જે રીતે કૌશિકનુ ખૂન થયું એવી જ રીતે આ થયું કે.કે બોલ્યો, તેનો પતિ સૌરભ લાપતા છે. ઓકે રાત્રીના પ્લાનની બધી તૈયારી થઈ ગઈ? હા સર. વેલડન હવે આ કેસ સોલ્વ સમજ.

* * * *

રાતના ઈન્સ્પેકટર પાટીલ, કે.કે અને તેની ટીમ પ્લાનને સફળ બનાવવા ઈનોવા લઈ નીકળી પડ્યા. બે વાગ્યા આસપાસ તેઓ જામનગર હાઈવે પર ધીમી ગતિએ આગળ વધી રહયાં હતા. સર, કે.કે બોલ્યો આપણે ખૂનીને પકડીશું કેવી રીતે? અરે મે તને બધુ કીધું હતું કાલે તું ભૂલી ગયો. રસ્તામાં કોઈ આપણને રોકવાની કોશિશ કરે તો તેને પકડી તેના અંડા સુધી પહોંચી પર્દાફાશ કરીશું. ઓકે સર. જે સમયની રાહ હતી તે આવી ગયો. રસ્તા વચ્ચે એક હાથમાં ધારીયુ પકડી એક આદમી ઉભો છે. પાટીલે ગાડી ઉભી રાખીને બધાને પ્લાનને સફળ બનાવવા આગળ વધવા જણાવ્યું. બધા નીચે ઉતર્યા. પાછા વળી જાવ તે મારી નાખશે, બધાને મારી નાખશે. જેવું તે યુવાનોએ કીધું હતું તે બધુ શબ્દે શબ્દ બોલતો હતો. જેવો તે ભાગ્યો પાટીલ અને તેની ટીમે પકડી પાડયો. સર, આ તો સૌરભ છે કે.કે બોલ્યો. શું વાત છે! એને પુછ કે તારી સાથે શું થયું અને કોણે કર્યું. પરંતુ સૌરભ એકજ વાત બોલ્યે જતો હતો, પાછા વળી જાવ તે બાઈ તમને મારી નાખશે. એક કામ કર કે.કે આને ગાડીમાં નાખ આપણે તેને હોસ્પિટલ લઈ જઈએ અને તમે લોકો અહીંયા આજુબાજુમાં તપાસ કરો, તમને લેવા માટે બીજી ગાડી મોકલી આપીશ અને કાલ સવારે મને માહિતી આપજો કાંઈ મળે તો.

* * * *
હવે માત્ર આજ આ કેસનો છેલ્લો સહારો છે કે.કે આને આપણે શહેરના પ્રખ્યાત ડો. સવાણી પાસે લઈ જઈએ. તે મગજ રોગના નિષ્ણાત છે. આ એક કડી આપણને ખૂની સુધી પહોંચાડશે.
* * * *
આ માણસ ઉપર બ્રેઈનવોશ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. એટલે કાંઈ સમજાયું નહીં ડોક્ટર. બ્રેઈનવોશ એટલે વ્યક્તિની યાદો સાથે છેડછાડ કરવામાં આવે છે. અને મગજમાં બીજું કાંઈક સમાવી દેવામાં આવે છે, ડોક્ટર સવાણી બોલ્યો. આ ગંભીર ગુનો ગણાય એનો મતલબ એમકે લોકોનું અપહરણ કરી તેના મગજની યાદો ભુલાવી ખૂન કરાવવામાં આવે છે. હા, એવું જ લાગે છે કે.કે પણ સાથે બોલ્યો. ઈન્સ્પેકટર પાટીલ પણ એક વાત છે જે તમને કેસમાં મદદ કરી શકે. આજથી એક વર્ષ પહેલાં પ્રખ્યાત મગજ રોગ નિષ્ણાત વિશાલ મહેતા ઉપર આવા કામ માટે આરોપ લગાવ્યો હતો અને તેનું લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું. આખા ગુજરાતમાં માત્ર વિશાલ મહેતાને બ્રેઈનવોશ આવડે છે. હાલ જયાં ખૂન થઈ રહયાં છે, તેની આસપાસ તેના ફાર્મહાઉસ માં રહે છે પણ તે…
* * * *
પાટીલ અને તેની પોલીસ ફોર્સ ત્યાં આજુબાજુ ફાર્મહાઉસની શોધ કરી રહી હતી. ઘટના સ્થળેથી 5 કિલોમીટર દૂર એક ફાર્મહાઉસ દેખાયું અને તરત ત્યાં છાપો માર્યો. બધા સાવધ રહેજો. હાથમાં ગન લઈ પાટીલે દરવાજો ખોલ્યો. ત્યાં રીયાને બાંધેલી હતી. ઝડપથી તેને આગળ છોડાવી આગળ વધ્યા, બીજો દરવાજો સીધો ફાર્મહાઉસના હોલ તરફ જતો હતો. તે દરવાજો ખોલ્યો ત્યાં અસ્થિર મગજનો લાગતો કોઈ માણસ ખુરશીમાં બેઠો હતો, કંઈ પણ બોલતો નહોતો. ઉપરના રૂમમાંથી કોઈનો મદદ માટે રાડો પાડતો અવાજ આવતો હતો. તરત પાટીલ અને ચાર પાંચ પોલીસ ત્યાં પહોંચી ગયા. કોઈ ત્રીસેક વર્ષની બાઈ ખૂન કરવાની તૈયારીમાં હતી. તેને તરત પકડી લીધી અને જે માણસ રાડો પાડતો હતો તેને બચાવી લીધો. લગભગ કેસ સોલ્વ થઈ ચૂક્યો હતો, પરંતુ કેટલાક ખુલાસા બાકી હતા. પાટીલને તે જાણવામાં રસ હતો કારણકે તેણે કેસ પાછળ બહુ મહેનત કરી હતી.

* * * *

હા, આ બે ખૂન મે કર્યાં છે. અને બીજા બે લોકો પર બ્રેઈનવોશ કર્યું જેથી તે લોકોમાં ડર ફેલાવી શકે. તારી કારણે માસુમ લોકોનો જીવ ગયો છે અને તેના સાથી હવે કોઈ દિવસ નોર્મલ રીતે જીવી નહીં શકે, આવું શું કામ કર્યું? પાટીલ ગુસ્સાથી બોલ્યો. મારા પતિ વિશાલ મહેતા અને હું વિધી મહેતા અમે બંને ડોક્ટર હતા. પરંતુ વિશાલની એક ભુલને કારણે સરકારે અમારા હોસ્પિટલનું લાઈસન્સ રદ કરી નાંખ્યું અને વિશાલ ગાંડા થઈ ગયા. મારૂ જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું એટલે મે તેમની પાસેથી શીખેલી બ્રેઈનવોશ ટેકનીકથી લોકોમાં ડર ફેલાવવાનું શરૂ કર્યું. લોકોને રાત્રે રોડ પર ઉભા રાખી તેને ફાર્મહાઉસ લઈ જઈને તેમના ઉપર ઝેરી સ્પ્રે છાંટીને બેભાન કરી તેમની ઉપર બ્રેઈનવોશ કરતી. પરંતુ પેલા બે જે મરી ગયા તેમને ઝેરી સ્પ્રેનો ડોઝ વધારે અપાઈ ગયો હતો. મારે મારા પતિની હાલત નો બદલો સમાજ અને સરકાર સાથે લેવો હતો. મને મારા કામ બદલ કોઈ પસ્તાવો નથી અને વિધી જોરથી હસવા લાગી.

* * * *

વિધી મહેતાને કોર્ટમાં ફાંસીની સજા અપાઈ અને તેના પતિ વિશાલ તથા રીયા અને સૌરભને હોસ્પિટલમા સારવાર આપવા માટે આદેશ આપ્યો. પાટીલ અને કે.કે ગોહિલને ક્રાઇમ બ્રાંચમાં પ્રમોશન મળી ગયું. હાઈવે ફરીથી ધમધમતો થયો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.