ચેહરા પર ક્યાં ખુશીની એક કરચલી પણ પડે છે,

આતો દુનિયાને બતાવવા ખોટું હસવું પડે છે.

કોણ ખુશ હોય છે નહીતર આજ-કાલ પોતાના દિલથી,

આતો એકલતા છુપાવવા દિલને મનાવવુ પડેછે.


ખુશી મેળવવા મારે તો ક્યાં ક્યાંય ભટકવું પડે છે,

ખુશીઓની દુનિયાનો પડઘો તો મારા દિલમાં પડે છે,

એકલતાને પણ એકાંત સમજી માણું છું દિલથી,

એટલેજ તો “પંથ”ની રાહ પર ખુશીઓનું પ્રતિબિંબ પડે છે.


જિંદગીની આ ચકડોળ તો આખરી શ્વાસ સુધી ચાલતી રહે છે,

નવા ચહેરાઓ મળતા રહે તો કોઈ ઓળખીતા ખોવાતા રહે છે,

રહી શકે જે જિંદગીના આ અનંત મેળામાં અનન્ય,

દુનિયામાં અનાદીકાળ સુધી તે ઓળખતા રહે છે.


gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.