મર્સીડીઝ કારમાંથી એક આધેડ વયનો ઠસ્સાદાર વ્યક્તિ નીચે ઉતર્યો, એ સાથે જ મજૂર સંગઠનના નેતા સહિત અનેક નજરો એ તરફ મંડાઈ, પેલી આધેડ વ્યકિતએ સંગઠનના લોકો તરફ જોઈ પરાણે સ્મિત આપી પૂછ્યું,

“મારા ભાઈઓ, તમારી માગણી મને સીધી જ જણાવી દીધી હોત તો, આ હડતાલ પર ઉતરીને આપણું નુકશાન વહોરવાની શું જરૂર હતી? બોલો, શું માંગણી છે તમારી?”

“માલિક,આ મોંઘવારીનાં યુગમાં આટલા ઓછા પગારમાં અમારા કુટુંબનું ભરણપોષણ સારી રીતે નથી થઇ શકતું, માટે દરેક મજૂરનાં પગારમાં યોગ્ય વધારો કરી આપો એવી અમારી માંગણી છે.” મજૂર સંગઠનના નેતા જગદીશે કહ્યું.

“ઠીક છે, તમારી માંગણીને યોગ્ય સમજી હું આવતા મહિનાથી ચોક્કસ પગાર વધારો કરી આપીશ.”

આખાયે સંગઠનમાં ખુશીની લહેર દોડી ગઈ, ધનપતરાય શેઠની જય બોલાવવામાં આવી,

મેનેજર, આ જગદીશ નામનો કાંટો કોઈ પણ હિસાબે ફેક્ટરીમાંથી બહાર કાઢી નાખ,

“જી માલિક”

“જગદીશ, ગઈકાલે ફેક્ટરીનાં ગોડાઉનમાંથી દોઢેક લાખનો સામાન ગાયબ થયો છે…” ફેક્ટરીમાં છેલ્લે તમે જ હાજર રહો છો, તમારી બેજવાબદારી બદલ તમને ફેક્ટરીમાંથી હંમેશ માટે કાઢી મૂકવામાં આવે છે.

જગદીશ બે હાથ જોડી કાકલૂદી કરવા લાગ્યો , નહી, સાહેબ મને આ સામાનની કશી જ ખબર નથી, મારા બૈરી છોકરા ભૂખે મરી જશે, મેનેજરે જાણે કશું સાંભળ્યું જ ના હોય તેમ ત્યાંથી જતો રહ્યો.

“હલ્લો ધનપતરાય શેઠ, તમારી ફેક્ટરીમાં આગ લાગી છે!”

“આગ.....!”

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.