મોર બની થનગાટ કરે….., મન મોર બની થનગાટ કરે….!!!

આપણી માતૃભૂમિ છે ઈ તો તહેવારો અને ઉત્સવો ની ધરા છે. જ્યાં નિત નવા પર્વો ઉજવવામાં આવે છે. હવે જ્યારે એવો જ એક માનીતો તહેવાર “નવરાત્રી” આપણી પાસે ઉપસ્થિત થયો છે. તો જાહેર વાત છે કે ઉમળકો તો હશે જ દિલથી ઉજવી લેવાનો. નવરાત્રી મતલબ નવ રાત નો એક અલબેલો ઉત્સવ. જેમાં રંક થી લઈને રાજા સુધીના બધા માં જગદંબા ની સાધના માં તલ્લીન થાય છે.

પ્રકૃતિ જેમ ઋતુ બદલાતા પોતાનો સાજ શણગાર બદલે છે, પોતાને રૂડી રીતે તૈયાર કરીને વિશ્વને સુગંધ અને સુંદરતા ના દર્શન કરાવે છે. એમ આવા તહેવારો માણસ જાતને નવા પ્રાણ ફૂંકે છે. ગલીઓ, મહોલ્લા, પાદર, ગામ અને શહેર એક આગવો લ્હાવો પ્રદર્શિત કરે છે. જે આમંત્રે છે કે આવો સૌ પાસ મારી અને લહેર થી દિપાવો આ મોંઘા-મુલા હર્ષ ને. એ આપણ ને શીખવે છે કે આમજ કાયમ હરખાતા રહો તેમજ આનંદિત ફરો. હરહંમેશ મોજ માં મસ્ત રહો.જીંદગી ના રસ ને મનભરીને માણો. પોતાના તન મન અને આત્મા ને કોઈ હરખ ઘેલા તત્વ થી ભરી મુકો. જે ખરેખર અસલી રંગ છે. સમસ્ત આલમ માટે સાચી વસ્તુ તેમજ દિશા છે યારો…….!!!

નવરાત્રી માં આપણી પાલનહાર બ્રહ્માંડ ભાંડોદરી જગદંબા ની અર્ચના નો ત્યોહાર છે. માં દુર્ગા અને માં અંબા ના સમસ્ત લોક અને દેવો પણ ગુણગાન કરે છે………!!!!! તો આવો એ નવ દિવસો ની મહત્તા વિશે થોડી વિગત જોઈએ.

1 – શૈલપુત્રી

2 – બ્રહ્મચારણી

3 – કુશમાંડા

4 – સ્કંદમાતા

5 – કાત્યાયની

6 – કાલરાત્રી

7 – મહાગૌરી

8 – ચંદ્રઘન્ટા

9 – સિદ્ધિદાત્રી

આ બધા માં દુર્ગા ના રૂપ છે. એના માટે એક કથા પણ છે. જે બહુજ સમજવા લાયક છે.

મહિષાસુર નામના રાક્ષસે દેવો પાસેથી અજેય રહેવાનો વરદાન મેળવેલું. આ વરદાન નો તેણે ખોટો ઉપયોગ કર્યો એટલે દેવો ને ચિંતા થઈ કે આ તો બહુ અનીતિ થાય છે.

મહિષાસુરે તો આમ સર્વ લોક ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું. મહિષાસુર ના આવા પ્રકોપ થી દેવતાઓ ક્રોધિત થયા. તેઓ માં દુર્ગા ને શરણે ગયા. જગદંબા ને વિનંતી કરી કે હે જગત જનની આ રાક્ષસ નો નાશ કરો માં….!!! તો માં દુર્ગા એ પ્રગટ થઈ અને દેવતાઓ એ પોત પોતાના અસ્ત્ર શસ્ત્ર આપ્યા. આમ, માતાજી અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સંગ્રામ થયો, અંતે મહિષાસુર નો વધ થયો. એટલે માં દુર્ગા ને “મહિષાસુર મર્દીની” પણ કહેવાય છે.

(એક પ્રખ્યાત ગરબો)

• અંબા અભય પદ દાયીની રે….

શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની……!!!

આ બધી શાસ્ત્ર ની વાણી આપણ ને સાચી રીતે સારા કર્મ કરવાનું આહવાન કરે છે. જે ખૂબ જરૂરી છે. જીવન નો ઘ્યેય છે કે આનંદ મા રહો માટે કેમ ન રહેવાય. જિંદગી રૂપી અવસર આપ્યો છે ભગવાને, એને ભરપૂર જીવી લેવો ઇ આપણી ફરજ છે. તો ખુશ થઈને જ રહીએ એ સારું કહેવાય.

આમ, જોઈએ તો સંતો, વિદ્વાનો વગેરે કહેતા હોય કે આ ભવસાગર ની નાવ તરવી અઘરી છે. એ તો કોક વિરલા સામે કિનારે પહોંચે છે. આ વાત પણ સાચી છે. એના માટે પૂર્વશરત એટલી જ છે કે હકારાત્મક અભિગમ કેળવાય. સૌ કોઈ વિચારે કે મારે મારી જિંદગીને દિલથી નિભાવવી, એને ક્યાંય ખટકો ન રહે પાછળ થી કે મારે આ કરવાનું તે કરવાનું કે ફલાણું રહી ગયું. બહુ જ સુઝબુઝ થી નક્કર મક્કમતા થી કોઈ પણ દિશા માં ભરેલા પગલાં પાછળ નથી પડતા. આપણે એ મુકામ સુધી અવશ્ય પહોંચીએ છીએ, કોઈ ઝડપી તો કોઇ ધીમે. જેનો જેવો થનગનાટ…દોસ્તો…,, એને હરખ હોય છે કે ઝટ પુગી જાઉં અને મારી ઉજવણી કરી નાખું. તો આ બધું positive મન ના કરતૂતો છે ભાઈઓ…..!!!!

આપણી પાસે કંઈ નહીં હોય અને સારા વિચારો આવતા હશે તો પણ સારું થઈ જતું હોય છે. જેના આ દુનિયામાં ઘણા નિમિત્ત દાખલા મોજુદ છે. આપ જાણો છો.

માણસ માત્ર માટે પહેલી મૂડી એ છે કે તે ઉત્તમ મનુષ્ય બને. પણ બને એવું કે તે જીવન પર્યન્ત ભૂત અને ભવિષ્યમાં આંટીઓ ખાય છે. એને કાંઈ ઠરીઠામ થવાનું અથવા સ્થિર થવાની બાબત સુઝતી નથી. જ્યારે સાચો આનંદ તો વર્તમાનમાં રહેવામાં છે. વર્તમાન માં રહીને જે મનુષ્ય જન્મ ની હકીકત સમજે છે એ ભાગ્યશાળી છે.

“નહીં ઐસો જન્મ બારંબાર-“ મીરાં”

આવી પંક્તિઓ મા મનુષ્યની મહત્ત્વની ભૂમિકા ગવાઈ છે.

“મનખો ફરી ફરી નહિ મળે રે…….!!”

આમ, મહા પુરુષો એ જગત સમક્ષ હાકલ પાડી છે કે આવો સૌ માનવો ઉત્તમ મનુષતત્વ પામીએ. મનુષ્ય તત્વ ના બે અંતિમો લઈએ તો એક તરફ હિટલર છે, માનવતા નો વેરી અને બીજી બાજુ કરુણા નો અવતાર બુદ્ધ છે.

બાકી તો સાહેબ માણસ જાત નું મન ક્યારેય તૃપ્ત ન થાય. એની તૃષ્ણા એવી ભયંકર હોય છે. એને એમ જ થયા કરે કે હું આ કરી છૂટું તે કરી લઉં પણ આ બધું જ્યારે સર્વ સાચું જગત તેમજ પરમાત્મા ની અસલ સત્તા સમજમાં આવી જાય ત્યારે બીજું મિથ્યા લાગવા માંડે છે. એના માટે આપણે યયાતિ નો ઉદાહરણ લઇએ. જેણે વિષય ભોગ કરવામાં બાકી નથી રાખ્યું. વૃદ્ધ થઈ ને પણ પુત્ર ની યુવાની પોતાએ પાછી મેળવી. આખરે એ પણ તપ, ધ્યાન અને ભક્તિ ને શરણે આવે છે. કારણ કે અસલ સાચું કર્મ તો એજ ઠરે છે કે ઈશ્વર ની સન્મુખ ઉપસ્થિત થવું.

અહીં આપણે જોયું નવરાત્રી માં પણ માં જગદંબા ની જ આરતી ગવાય છે. એના જ ભાવ ગવાય છે મિત્રો…… આદ્યશક્તિ ની આરતી માં જેમ કીધું કે હે માં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તારા શરણ માં આવી ને વિનવે છે. માં જગત નું કલ્યાણ કરો……….આમ આ તહેવારો ઉજવવા અને આપણ ને પોતાને સારા વ્યક્તિ બનાવવા તરફ આપણું ધ્યેય કેળવાય તો અતિ શુભ ગણાય……!!!!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.