જીવનની ઢળતી સંધ્યાએ,

વેરાન સરોવરની પાળે,

બેઠી હતી હું થઇ જીંદગીથી હતાશ.

આયખાનો અકાળે અંત લાવતા પહેલાં,

અતીતના અરમાનોની અટારીએથી,

કર્યું ભીતર મેં ડોકિયું.

સંભળાયો કોલાહલ :

"અરે પગલી, બસ આટલામાં હારી ગઈ?"

જાણે સરોવરના શાંત જળમાં ઊઠયા વમળ અનેક.

સૂકું વન થયું લીલુંછમ,

મ્હોરી વસંત રગેરગમાં મારી.

ભૂલીને સર્વે ભૂતાવળ,

થઈ તલપાપડ જીંદગીને ભેટવા.

બની ફરી એક મુગ્ધા લાગી ચાલવા,

અને હું જીવી ગઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.