ડૉ ,ભીમરાવ રામજી આંબેડકર ની 60 મી મહાનિર્વાણ પુણ્ય સ્મૃતિ દિને તેમનાં ટૂંકા પરિચય સાથે ,તેમના વિચારો દ્વારા શ્રદ્ધાંજલી ,,,,,

તેઓનો જન્મ 14 એપ્રિલ ,1891 માં આંબાવાડ રત્નાગીરી -મહારાષ્ટ્રમાં થયેલો ,માતાનું નામ ભીમાબાઈ હતું ,મહારજાતિ , નીચલા વર્ગમાં તેઓ 14 માં સંતાન હતા ,જો કે 14 માંથી બલરામ ,આનંદરાવ ,ભીમરાવ ત્રણ પુત્રો અને બે પુત્રીઓ મંજુલા અને તુલસા માત્ર બચ્યા હતા બાકી ના નિધન થયા હતાં ,ઘરની આર્થિક હાલત નબળી હોવાથી ભીમરાવ ને જ સ્કૂલ અભ્યાસની તક મળી હતી ,પૂર્વજો બ્રિટિશ ભારતીય સેનાની માઉ છાવણીમાં સેવા બજાવતા હતા ,માતાના મૃત્યુ બાદ કાકી પાસે બાળકોનો ઉછેર થયેલો ,શાળાના શિક્ષક દેશસ્થ બ્રાહ્મણ મહાદેવ અમ્બેડકર ના કહેવાથી પોતાની અટક સકપાલ બદલી અને આંબેડકર કરી ,આ અટક અમ્બેવાડા ગામ ઉપર થી આવી હોવાનું કહેવાય છે ,

ભીમરાવ આંબેડકરે પોતાની શૈક્ષણિક પ્રતિભાને બળે જ્ઞાનના હિમાલય ગણાતા ભારતીય રાજ નીતિમાં આ એક જ વ્યક્તિ એવી હતી જેઓ અંગ્રેજી ,હિન્દી ,મરાઠી ,પાલિ ,સંસ્કૃત ,ગુજરાતી ,જર્મન ,પર્શિયન ,ફ્રેન્ચ અને બંગાળી ભાષા જાણતા હતાં , તેમજ 32 ડિગ્રીઓ ધરાવતા હતાં ,,,આ બતાવે છે કે પોતાના શિક્ષણ માટે ભીમરાવને ખુબ લગાવ હતો , સ્વભાવે મક્કમ ,લીધેલી વાત પુરી કરવા સંઘર્ષ કરવો ગમતો વધુ અભ્યાસ માટે વિદેશ ગયેલા ,અધૂરો અભ્યાસ મૂકી પાછા આવવું પડ્યું અને ફરીથી વધુ અભ્યાસ માટે રવાના થઈ ,પોતાની બુદ્ધિપ્રતિભાથી જે પદવીઓ હાંસલ કરી તે તે જમાના બહુ ઓછા ને આવી તક મળતી હતી ,,,તેઓએ મેળવેલી પદવીઓ માં એમ ,એ ,એસ ,એસ ,પી ;પી એચ ,ડી ,ડી ,એસ ,સી ;ઐલ ,એલ ટી ,ટી ,લીટ ,,,,બાર એટ લો ,જેપી વગેરેનો સમાવેશ થાય છે ,, અત્રે ઉલ્લેખનીય છે કે કાયદા ,અર્થશાસ્ત્ર,રાજ નીતિ શાસ્ત્ર સંશોધન માટે કોલંબિયા યુનિ ,અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તરફથી ડૉક્ટરેટ પદવી એનાયત થઈ હતી ,

ભીમરાવ આંબેડકરના જીવન પાસા વિવિધતા પૂર્ણ બહુમુખી હતા ,વિદેશમાં શિક્ષણ મેળવીને ઉંચા હોદાની ખેવના વગર ભારત પાછા આવી સ્થાઈ થઇ, અસ્પૃશ્યતા નિવારણ ,નબળા વર્ગના ,જેને સમાજ હલકી જાતિ ગણી તિરસ્કૃત કરતો હતો ,તેઓના માનવીય હક્કો ,સમાનતા ,માનવાધિકારો માટે રાજકીય લડત ચલાવી ,ગોળમેજી પરિષદ વેળાએ એ મુદ્દો રજુ પણ કર્યો , તેમના વિચારો વિવાદાસ્પદ હતા , રાજકીય પક્ષોના મિલન વખતે ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત ઓગસ્ટ 14 /1931 માં થયેલી , કોંગ્રેસ ,ગાંધીજીના કડક આલોચના ટીકા કરનારા હતાં , સાયમન કમિશનમાં વિદેશમાં હાજરી આપી અછૂતોના પ્રશ્નો રજુ કરેલા ,ભારત આઝાદ થતા દેશના પ્રથમ બંધારણ મુસદ્દા સમિતિના તેઓને અધ્યક્ષ પદે નિમણુંક થયેલી 26મી નવે, 1949મક પ્રથમ સંવિધાન સ્વીકાર થયો ,ભારત ના પ્રથમ કાયદા પ્રધાન તરીકે મૂલ્યવાન સેવા આપી હતી ,

તેઓએ નાગપુરમાં દીક્ષા ભૂમિ ખાતે 1956 14 ઓક્ટો ,ના રોજ 3,80,0000 દલિતો સાથે જાહેરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી , ધર્મ પરિવર્તન કરેલું ,22 સામુહિક પ્રતિજ્ઞાઓ લેવડાવેલી ,અને દલિત વર્ગના હૃદય સમ્રાટ બન્યા હતા , તેઓ નૃવંશ શાસ્ત્રી ,રાજ નેતા ,ઇતિહાસકાર ,કાયદા શાસ્ત્રી ,અર્થ શાસ્ત્રી ઉપરાંત કુશળ તંત્રી હતા, મૂક નાયક અખબાર પાક્ષિક 1920 માં શરુ કરેલું , બહિષ્કૃત મેળા (અખબાર ) બહિષ્કૃત ભારત ( પાક્ષિક ),સમતા (અખબાર ) ,જનતા અને પ્રબુદ્ધ ભારત બંને અખબારો પણ લોકચાહના સાથે ચલાવેલા ,, કુશળ પ્રભાવશાળી વક્તા પત્રકાર ,ધર્મી વિવેચક ,વિદ્વાનવિચારક ,સઁશોધનકાર ,સમાજ સુધારક ,વિશાલ લેખન કાર્ય દ્વારા સામાજિક ,આર્થિક ,રાજનૈતિક સમતાના તેઓ ત્રિવેણી સંગમ હતા , માનવ અધિકારો અને અસ્પૃશ્ય લોકોના માટે ક્રાંતિકારી જ્યોત પેટાવી ઉગ લડત સાથે ,તેઓ માટે જીવન ભર સંઘર્ષ કર્યો ,એજ્યુકેશન સોસાયટી ના અને મજદૂર ચળવળના તેમજબહિષ્કૃત હિતકારી સભા , સમતા સૈનિક દૂત ,ડિપ્રેસ ક્લાસ એજ્યુ ,સોસાયટી ,સ્વત્રંત લેબર પાર્ટી ,,અનુચિત જાતિ ફેડરેશન અને ભારતીય બૌદ્ધ મહાસભા ના તેઓ પ્રણેતા સ્થાપક હતા , હિન્દૂ વિચારધારા અને મૂર્તિ પૂજાના તેઓ વિરોધી હતાં ,મનુસ્મૃતિનું જાહેરમાં દહન કરી પોતાનો તીવ્ર આક્રોશ પ્રગટ કરેલો , બીજા લગ્ન કરેલા પત્ની નું નામ ડૉ , સવિતા બ્રાહ્મણ અને આંબેડકરના કામોથી આકર્ષાઈ તેઓને સાથ આપવા બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લગ્નકરેલા,ર્ડા આંબેડકરના નામે ખુબ ખ્યાતિ મેળવેલી 1948 થી 19 54 સુધી ડાયાબિટીસ બીમારી માં પટકાયા અને ગમ્ભીર રોગી થતા અશક્ત બની 1956 -6- ડિસેમ્બરે દિલ્હી માં મહા નિર્વાણ પામેલાં ,,,,મરણોત્તર ભારત રત્ન ઍવોડ આપયેલો ભારત સરકાર પોસ્ટ ખાતા એ તેમની યાદમાં પોસ્ટ ટિકિટ પણ બહાર પડેલી ભારતની ઓસ્માનિયા યુનિ ,ડોક્ટરેટ પદવી આપેલી ,ગાંધીજી સાથે વિચાર મતભેદ હતા અને છેક ત્રીજી ગોળમેજી પરિષદ વખતે સમાધાન થયેલું ,દાદર ચોપાટી ઉપર અગ્નિ સંસ્કાર વેળા એ 10,00,000 લોકોના સમૂહે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી જે વિશ્વનો રેકોડ બનેલી ઘટના બની હતી। . તેઓની ગણના ભારતના સૌથી પ્રભાવશાળી પુરુષ તરીકે સન્માન પામેલા ભારતીઓમાં થઇ હતી , ભારત ના સૌથી પહેલા નંબરે :"ઘી ગ્રેટેસ્ટ ઇન્ડિયન અને પ્રથમ અર્થ શાસ્ત્રી હતા ,નેપાળમાં બૌદ્ધ ધર્મ ની સર્વોચ્ચ પદવી " બોધિસત્વ "તેઓને મળી છતાં તેઓએ કદી પોતાની પદવીઓનો વ્યક્તિત્વ ના અંગત ઉપયોગમાં ક્યારેય વાપરી નથી તે તેઓની મોટાઈ હતી ,,,,,,તેઓના ભારત અને વિદેશોમાં સ્મૃતિ મંદિર ,પ્રતિમાઓ ,અને હજારોની અગણિત સંખ્યામાં લખાયેલાં પુસ્તકો ,તેના જુદીજુદી ભાષામાં થયેલા અનુવાદો ,ભારતીય સંવિધાન સંહિતા અને અસ્પૃશ્યતા નિવારણ સફળતા માટે તેઓ અજર અમર રહેશે , અક્ષરદેહે જીવંત રહેશે ,,,,,,,( મેં મારી સમજ અને વાંચન બાદ આ લખેલ છે ,તેમાં કોઈ ભુલ ,શરતચૂક જણાય તો મારુ દોરવા સૌને વિનંતી ,,,,,,હું તે સુધરીશ ,,અને આપનો આભારી થઈશ )--જીતેન્દ્ર પાઢ /અમેરિકા /દલિત વર્ગના ઉદ્ધારક મસીહા આંબેડકર

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.