આજે સવારે વહેલો ઉઠ્યો, નાહી ધોઈને કોલેજ જવાની તૈયારી કરી, એટલામાં મારી નજર કેલેન્ડર પર ગઈ ઓહ.! આજે તો 28 નવેમ્બર તારીખ જોતા જ અચાનક કંઈક યાદ આવી ગયું અને ફાઈલ ખોલી તેમાંથી એક જુનો કાગળ કાઠી વાંચી રહ્યો હતો એટલામાં જુની યાદોમાં ખોવાઈ ગયો....
આજે સેમિનારનો છેલ્લો દિવસ હતો. ઘડિયાળ સામે જોયું 11:00 વાગ્યાનો સમય થયો હતો. બધા પોતપોતાના સામાન પેકિંગ કરવામાં વ્યસ્ત હતા. કેમકે આજે સેમિનાર પતી ગયો હતો અને 12:30 વાગે ગુજરાત જતી ટ્રેનનો સમય હતો. એક અઠવાડીયાના સેમિનાર બાદ આજે અમારે પાછું ગુજરાત જવાનું હતું, બધા ખુબ ખુશ હતા. પણ હું છોકરીઓની હોસ્ટેલના દરવાજાની બહાર એકલો એકલો કોઈની રાહ જોઈને ઉભો હતો અને વારેઘડીએ ઘડિયાળમાં સમય જોતો હતો. હવે 12:00 વાગી ગયા હતા, પાછળથી સાહેબનો અવાજ આવ્યો ચાલો બધા ગુજરાતી છોકરાઓ આ આવેલી ગાડીમાં જલદી બેસી જાવ 15 મિનિટમાં રેલ્વે સ્ટેશન પહોંચવાનું છે. મન માનતું ન'તું તેમ છતા ગાડીમાં બેસવું પડ્યું રસ્તે જતા જતા મને એકજ વિચાર આવતો હતો વૈશાલી મને છેલ્લે છેલ્લે મળવા કેમ ના આવ ? હવે તો એટલે સુધી લાગણીઓ ઉભરાઈ ગઈ જે આંખોથી પાણી બની વહેવા લાગી હતી. થોડીક મિનિટોમાં રેલ્વે સ્ટેશન આવી ગયું, સાહેબ બધી પુછપરછ કરી પાછા આવ્યા એટલામાં સ્ટેશન પર ટ્રેન આવી ગઈ મારી સાથે આવેલા બીજા દસ જેટલા વિધાર્થીઓ બધા પોતપોતાની જગ્યા શોધી બેસી ગયા. હું પણ જગ્યા શોધી બેસી ગયો, મારી જગ્યા બારી પાસે હતી. હવે ધીરે ધીરે ટ્રેન શરૂ થઈ ગઈ હવે ટ્રેન સ્ટેશનથી દુર નિકળી ગઈ હતી, હું બારી સામે બેસી બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો. એટલામાં પાછી વૈશાલીની યાદ આવી ને આંખોમાં ઝળહળીયા આવી ગયા.
ફરી હું જુની સેમિનારની યાદોમાં ખોવાઈ ગયો.
દિવાળી વેકેશન પુરું થયું અને આજે સ્કુલનો પહેલો દિવસ હતો. આજે પહેલો દિવસ હતો એટલે ક્લાસમાં બહુ ઓછી સંખ્યા હતી. બધા મસ્તી કરવામાં વ્યસ્ત હતા. ત્યાંજ પટાવાળા આવ્યો ને કહ્યું " નેલ્સન તને પ્રિન્સિપાલ સાહેબ ઓફીસમાં બોલાવે છે. મગજ વિચારે ચડયું પહેલ દિવસે શું હશે ?
ઓફીસમાં ગયો એટલે પ્રિન્સિપાલ સાહેબે કહ્યું " નેલ્સન તને સ્કુલ તરફથી લીડરશીપ સેમિનાર માટે મધ્યપ્રદેશ મોકલવા માટે તારી પસંદગી થઈ છે તું તૈયાર છે ને ? "
શું જવાબ આપવું એજ ન સમજાયું કારણ ક્યારેય પોતાના શહેરની બહાર ગયો ન'તો અને સીધું મધ્યપ્રદેશ ! અંદરથી ખુશ હતો પણ આ માટે ઘરેથી પરમીશન મળશે કે નહી તે ચિંતાનો વિષય હતો. પ્રિન્સિપાલ સાહેબે એક કાગળ આપ્યો અને કહ્યું જો " તુ અને તારા વાલી તૈયાર હોય તો આ ફોર્મ ભરી આપી જજે કાલે અને આવત મહીનાના પહેલ અઠવાડીયામાં જવાનું છે. " ઘરેથી પરમીશન મળી ગઈ સ્કુલમાંથી બધી તૈયારી થઈ ગઈ હવે તો બસ જવાની આતુરતાથી રાહ જોતો હતો.આખરે એ દિવસ આવી ગયો અને ગુજરાતની અલગ અલગ સ્કુલો માંથી અમે દસ જણ મધ્યપ્રદેશ પહોંચી ગયા. અલગ-અલગ લોકો, અલગ અલગ જગ્યા, ભાષા પણ અલગ પહેલા દિવસે તો મજા આવી ગઈ હવે બીજા દિવસથી સેમિનારની શરૂઆત થઈ બધાની ઓળખાણ આપવામાં આવી ભારતની 20 જેટલી સ્કુલો માંથી અહીંયા 150 જેટલા વિધાર્થીઓ આવ્યા હતા. બધાની ભાષા પણ અલગ હતી તેમ છતા બધાને હિન્દી બોલતા તો આવડતું જ હતું, હું એ સમયે 11 માં ધોરણમાં હતો તેમ છતા હિન્દી બોલવામાં મને તકલીફ પડતી. આમને આમ સેમિનારમાં 3 દિવસ વિતી ગયા ખબર જ ન પડી, આજે સેમિનારનો 4 દિવસ હતો. સેમિનારમાં બધા હાજર હતા, કોઈએક વિષય પર લેક્ચર ચાલતું હતું એવામાં વક્તાએ ગુજરાતના કોઈ વાતે વખાણ કર્યા હતા ખબર નહી મને અચાનક શું થયું ગુજરાતનું નામ સાંભળીને આખા હોલમાં મેં એકલાએ તાળી વગાડી દીધી ત્યાં તો આખો હોલ સ્તબ્ધ બની મારી બાજું એ રીતે જોવા લાગ્યો જ્યારે કોઈ ગુનો કર્યો હોય. હું પણ થોડો શરમાય ગયો એવામાં મારી સામેની બેન્ચ પર બેઠેલી એક છોકરી મારી સામે જોઈને હસતી હતી મારી આંખો તેની આંખો ટકરાઈ ને તે ફરી ગઈ, મને પહેલી વાર કોઈ છોકરીને જોઈને સાવ અલગ જ અહેસાસ થયો હું સમજી શક્યો નહી મારી સાથે શું થયું, હું વારેઘડીએ તે છોકરીની બાજું જોવા લાગ્યો, મને હવે કંઈ નવો અહેસાસનો અનુભવ થતો હોય તેવું લાગ્યું, જેવો સેમિનાર ખતમ થયો એટલે  બધા હોલની બહાર જઈ રહ્યા હતા. મારી નજર પેલી અજાણી છોકરી ઉપર જ હતી. તે હવે બહાર એકલી ઉભી હતી , હું તેની પાસે ગયો અને પુછ્યું " આપકા નામ ક્યાં હે ? " તો જવાબ મળ્યો " વૈશાલી " એટલે મેં બીજો સવાલ કર્યો " આપ કહા સે હો" તો જવાબ મળ્યો " પુના " તેણે મારૂ નામ પુછ્યું. પછી  બને છુટા પડ્યા ને જમવા ગયા,  ખબર નહી  મને શું થઈ રહ્યું હતું, હું જમવાની ડીશ લઈ વૈશાલી પાસે ગયો તેને પુછ્યું કે સાથે બેસુ તો હા પાડી, એટલે સાથે બેસી ઘણી બધી વાતો કરી. આથી વધારે પહેલા ખુશી નહતી મળી જેટલી આજે વૈશાલી સાથે વાત કરીને મળી હતી.
જમવાનું  પત્યા પછી પાછા સેમિનારમાં બેસી ગયા પણ હવે મારું તો મન બિલકુલ સેમિનારમાં લાગતું હતું નહી વારેઘડીએ મારી નજર વૈશાલી તરફ જ જતી રહેતી અને હવે તો વૈશાલી પણ મારી સામે જોઈ હસતી હતી.  આજના દિવસમાં આખા સેમિનારમાં બસ તેને જોયા જ કરી. આજના દિવસનો સેમિનાર સાજે 5 વાગ્યાના સમયે પુરો થયો હવે 2 કલાક 5 થી 7 વાગ્યાનો સમય ફ્રી સમય હતો. સેમિનારમાં એક વાત સારી હતી કે છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ખાસ અંતર રાખવામાં આવ્યું ન'તું છોકરા છોકરીઓ સાથે બેસી શકતા ને સાથે હોસ્ટેલ ના કમ્પાઉન્ડમાં ફરી શકતા કોઈ રોકટોક કરતું નહી.
હવે ફ્રી સમયમાં દરરોજ છોકરાઓ ક્રિકેટ રમતા અને છોકરીઓ જોવા ઉભી રહેતી મને પણ શોખ હતો એટલે હું પઞ રોજ ક્રિકેટ રમતો પણ આજે રમવામાં મન લાગતું હતું નહી એટલે રમવાને બદલે એકબાજુ ઉભો રહી જોવા લાગ્યો એટલામાં વૈશાલી આવી અને મને કહે " ક્યું આજ ખેલના નહી હે ? જાવ જા કે ખેલો "
મેં એને કીધું આજે મન નથી તું મારી સાથે આવીશ આપણે ત્યાં બેસી વાતો કરીએ, વૈશાલી તૈયાર થઈ ગઈ. અમે 1 કલાક સુધી વાતો કરી સાંજે જમવા પણ સાથે બેઠા. આજે આખી રાત ઉંધ ન આવી બસ વૈશાલી ના વિચારો આવતા હતા. બીજા દિવસે તો સવારથી જ સેમિનારમાં વૈશાલી જોડે જગ્યા રોકી બેસી ગયો અમે ચાલું સેમિનારમાં ધણી વાતચીત કરતા અમારું આવું વર્તન જોઈ મારા મિત્રોને ખબર પડી ગઈ કે અમારા બે વચ્ચે કંઈક છે તેઓ મને ચીડવવા લાગ્યા. બે દિવસમાં તો બધાને ખબર પડી ગઈ કે અમારી વચ્ચે કંઈક છે તેમ છતા પણ મેં કે વૈશાલી એકબીજાને આ વિશે કંઈ કહ્યું ન'તું,  બસ અમે નોર્મલી જ એકબીજાની વાતો કરતા પણ જ્યારે સમય મળે ત્યારે અમે સાથે જ રહેતા. આમ ને આમ બે દિવસ વીતી ગયા આજે છેલ્લો દિવસ હતો કાલે બધાએ પોતપોતાને ઘરે જવાનું હતું આજે સવારે ચ્હા ના સમયે એટલે એક જાહેરાત કરી હતી જલદી બધા તૈયાર થઈ જાવ આજે પ્રવાસે જવાનું છે. બધા જલદી જલદી ચ્હા - નાસ્તો કરી તૈયાર થઈ આવી ગયો હતા, બસમાં જગ્યા ન હતી એ અમુક છોકરાઓ ઉભા હતા મને મને જગ્યા ન મળી એટલે હું પણ ઉભો હતો મારી નજર વૈશાલી ને શોધતી હતી એવામાં કોઈએ ઈસરો કર્યો અને કહ્યું " પેલી છોકરી બોલાવે છે " વૈશાલી એ એની બાજુમાં મારી જગ્યા રોકે હતી, મને વૈશાલી જોડે જગ્યા જોઈ હાશ થઈ હતી મન ખુશ ખુશ થઈ ગયું, પ્રવાસના આખા રસ્તે હું ને વૈશાલી વાતો જ કરતા રહ્યાં, જેટલી રકમ જગ્યાએ ગયા ત્યા કોઈ સાહેબ જોવે નહી તે રીતે એકબીજાનો હાથ પકડી ને જ ફર્યા.
હવે ફરી ફરીને થાક્યા હતા એટલે બસમાં વૈશાલી મારા ખભા પર માથું મુકી સુઈ ગઈ, તેનો એક હાથ મારા હાથમાં હતો, મારા મગજમાં કેટલાય વિચારો ફરી રહ્યાં હતા. કાલે છેલ્લો દિવસ પછી છુટા પડવાનો વિચાર માત્ર જ આંખોમાં પાણી લાવી દેતો હજુ પણ મેં વૈશાલ ને કહ્યું હતું નહી કે હું તેને પ્રેમ કરુ છું. અમને બનેને ખબર હતી અમે બને એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ બને માંથી કોઈએ ઈજહાર કર્યો હતો નહી.
આજે કહેવાની ઈરછા હતી મારી પણ મન માનતું હતું નહી એવું લાગતું કોઈ આંતરિક ડર સતાવતો હતો એમને એમ વિચારોમાં પાછા આવી ગયા. બધા પોતપોતાના રૂમમાં જઈ સુઈ ગયા મને આજે ઉંધ આવતી નહીં આજે માંડ માંડ ઉંધ આવી ત્યાં જ સવાર થઈ ગઈ. આજે સવારે એક કલાકની છેલ્લી આભારવિધી કરી પછી બધા પોતપોતાનો સમાન પેકિંગ કરી બહાર ફરતા હતા હું વૈશાલીની બહાર આવવાની રાહ જોતો હતો આજે નકકી કર્યુ હતું કે આજે તો દિલની વાત વૈશાલી ને કહી જ દઈશ. પણ તે ન આવી તે ન જ આવી..
એટલામાં ટ્રેનમાં મારી એક મિત્રનો અવાજ આવ્યો " નેલ્સન, નેલ્સન " હું અચાનક વિચારો માંથી બહાર આવ્યો ને તેની સામે જોયું તેણે કહ્યું " લે આ ચીઠ્ઠી વૈશાલી એ તને મોકલી છે " મેં ચીઠ્ઠી ખોલી માંડ દસ શબ્દો લખેલા હતા.
" આઈ લવ યુ નેલ્સન,
આપણે સાથે વિતાવેલો સમય હું ક્યારેય નહી ભુલી શકું મારો પહેલો પ્રેમ તું જ છે. સોરી હું તને છેલ્લે મળી ન શકી પણ મને ખબર છે આપણે ક્યારેય એક નહી થઈ શકીએ, તું મારો પહેલો પ્રેમ છે , તું મને હંમેશા યાદ રહીશ, તું જ્યાં પણ રહે ખુશ રહેજે અને મને ભુલી જજે...

આટલું વાંચીને હું રહી ના શક્યો ખુબ રડ્યો. એવું લાગ્યું હું ઘણું બધું ખોઈ બેઠો બે દિવસ જમવાનું પણ જમ્યો નહી, સતત એક વર્ષ સુધી તો વૈશાલી ને ભુલવી અશક્ય લાગ્યું એમ કહું તો પણ ચાલે કે એક વર્ષ સુધી વૈશાલીને યાદ કરી રડતો જ રહ્યો, હજુ પણ વાસ્તવિકતા સ્વીકારી શકતો નહી.
આ વાત 2009 ની છે અને આજે આ વાતને આઠ આઠ વર્ષ વીતી ગયા છતા આજે પણ જ્યારે નવેમ્બર મહીનાની 28 તારીખ આવે છે, ત્યારે વૈશાલીની યાદ ન આવે તેવું બનતું નથી માર ફાઈલમાં વૈશાલીનો આપેલ કાગળ આજે પણ જ્યારે જોવ છું, ત્યારે જરૂર વૈશાલીની યાદોમાં ખોવાઈ જવ છું. એટલે જ તો કહું છું, "મારો પહેલો પ્રેમ અધુરો જ રહી ગયો."

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.