વડોદરા ના રેલ્વે સ્ટેશન ની બહાર એક ચહા ની લારી મા હુ જ્યારે જ્યારે ચ્હા પીવા જઉ ત્યારે લારી ની બાજુ ના બાંકડે એક વયોવૃધ્ધ માજી આવી ને બેસેલા હોય હમણા હમણા મારે રોજે વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આવવા નુ થતુ અને રોજ એ માજી ને જોઉ... મારુ નામ સુનીલ ,અને કામ .. લેખક મારી વાતૉ ઓ લાઇવ હોય.. તમને...લાગે ,જાણે નજર સામે બનેલી ઘટના હુ રસ્તાઓ મા હોઉ ,કે મોલ મા, કે પછી બસ મા જ્યા હોઉ ત્યા થી... શોધુ અને લખવા નુ. . વડોદરા સ્ટેશન ની બહાર લારી વાળા ની ચ્હા પીવા ઉભો રહુ..વીકાસ ભાઇ લારી વાળા ચ્હા બહુ સરસ બનાવે લારી ની આજુબાજુ માણસો ના ટોળેટોળા ઉભા હોય પણ બધા ચ્હા પી ને હાલતી પકડે આ માજી સામે કોઇ ની નજર પણ નો પડે અને હુ ચ્હા નો રસીયો ચ્હા ની ચુસ્કીઓ લેતા લેતા હુ આ માજી ને નીરખ્યા કરુ એમા પાછો હુ લેખક .. માજી સાથે વાત કરવા ની કોશીશ કરુ ચ્હા પીવા ની વાત કરુ પણ માજી કાઇ બોલે નહી હાથ ના ઇશારા થી ના પાડે પણ મોઢુ ખોલે નહી બે ત્રણ દીવસ આમ ચાલ્યા કયુઁ હુ ચ્હા ની ઓફર કરુ અને માજી હાથ ના ઇશારા થી ના પાડે.. હવે જોગાનુજોગ મારે રોજે વડોદરા સ્ટેશન આવવા થતુ અને કામ પતાવી સીધો ચ્હા ની લારી એ દોડુ હવે તો ચ્હા કરતા માજી ને જોવા નુ કુતુહલ વધારે હતુ કે આટલી ઉંમરે... કેમ... એકલા અટુલા, જીવ છે, પણ નીજીઁવ અવસ્થા...મા...દેખાવ મા તો આ ઉંમરે પણ જાણે સારા ખાનદાની....ખોરડા ના લાગે.. જેવો લારી એ પહોચુ અને માજી ને જોઉ.. તો લાગે કે માજી આટલી ઉંમરે ... કેમ.. ?આજે તો મે ચ્હા વાળા વીકાસ ને પુછી જ લીધુ કે ભાઇ આ માજી છે કોણ? ક્યા થી આવે છે? તને કાઇ ખબર છે? એક સાથે અનેક સવાલ પુછી નાખ્યા વીકાસ ને.. વીકાસ બોલ્યો બોલ્યો જ્યાર થી તમે આવો છો ત્યાર થી આ માજી ની વ્યથા જાણવા ઉત્સુક છો એને મદદ કરવા તત્પર છો... આજે રેકડી મા ચ્હા પીવા વાળા ની ભીડ ઓછી હતી એટલે વીકાસ પણ ચ્હા ની ચુસ્કીઓ લેતા લેતા વાત કરી રહ્યો હતો આ માજી આ વડોદરા ની બાજુ ના નાના ગામડે થી આવે છે એનો દીકરો રોજ અહીયા મેલી જાય છે સવારે બાર વાગે ના મુકી જાય તે રાતે હુ દસ વાગે ઘરે જાઉ ઇ વખતે લઇ જાય માજી નુ નામ સંતોક બેન છે મે કીધુ આટલો વખત માજી કાઇ ખાતા પીતા નથી સુનમુન બાંકડે જ બેઠા રહે છે કે ...ત્યા તો વચ્ચે થી વીકાસ બોલ્યો ના ના ટાઇમે ટાઇમે એની કામવાળી ખવડાવી જાય છે એટલે તો તમે કેટલીવાર પુછો છો પણ હાથ ના ઇશારે ના પાડી દે છે બહુ સુખી પરીવાર ના માજી હતા... દીકરો પણ માયાળુ , મા નુ બહુ ધ્યાન રાખે છે પણ... મે કીધુ તો પછી વાંધો શુ છે સુખી પરીવાર માયાળુ તો.....બીજુ જોઇએ શુ માણસ ને..

વીકાસ બોલ્યો.. સાંભળો તો ખરા ભાઇ....એમના ધણી કાંતીભાઇ....બીજી ને પરણ્યા અને ઇ.. પણ ગામ ની ઝાડુ કાઢવાવાળી ,ઝમકુ, હારે... આજ થી લગભગ વીસ થી પચ્ચીસ વષઁ પહેલા ની વાત છે દીકરા ને પરણાવવા ની ઉંમરે બાપ પરણ્યો.. ત્યાર થી આ માજી ની વાચા હણાઇ ગઇ છે... સાંભળી પણ નથી શકતા કોઇ જાત ની સમજ નથી બસ જીવવા ખાતર જીવે છે.. દીકરા ના લગ્ન લેવાણા તા, માંડવો રોપાઇ ગયો તો, ઘરે મેમાનો ના ટોળેટોળા હતા કુટુંબીઓ, મોસાળીયા ,દર, દોસ્તારુ ઘરે લગ્ન ના ગીતો ગાઇ રહયા હતા અને રસોડા મા થી આવતી...ઓરમુ અને ગરમાગરમ ભજીયા, ની સુંગંધ લઇ રહ્યા હતા અને જમવા નુ ક્યારે શરુ થાય એની વાટ જોતા તા, ત્યા તો કાંતીભાઇ ગળા મા હાર પહેરી ને ઝમકુ નો હાથ પકડી ને ડેલીએ આવી ને ઉભા રહ્યા ને ત્રાડ નાખી કળશો કરો ઝમકુ વહુ નો... બીતા બીતા સંતોક ની જેઠાણી કળશો કરવા ગયા ને ઝમકુ નુ મોઢુ જોઇ ને કળશો નીચે પડી ગયો... સંતોક પણ સામે આવી ને ઉભી..... અને દ્રષ્ય જોઇ ને નીચે પડી ગયા વાઇ આવી ગઇ મોઢા મા થી ફીણ નીકળી ગયા તે... ત્યાર થી માજી ..... બસ શ્વાસ ચાલુ છે...અને વીકાસ ની આંખ મા થી આંસુ નીકળી ગયા...હુ બોલ્યો પણ ...ત્યા તો વીકાસ બોલ્યો .. પછી તો ઘર ના મેમાનો ખાધાપીધા વગર ના ઘર મા થી નીકળી ગયા ઘર ખાલીખમ.... માંડવો રોપાયેલો મુરજાઇ ગયો વેવાઇ દીકરી ને પરણાવ્યા વગર ના પાછા ગયા દીકરો પરણ્યા વગર નો રહી ગયો... અને જીંદગીભર કોઇ એ એને દીકરી નો આપી અને ઇ ઝમકુ એ ઘર મા પગ મુકતા ની હારે પોતાનુ પોત પ્રકાશ્યુ , દીકરા ને અને મા ને...પહેરેલે કપડે ઘર મા થી કાઢી નાખ્યા ને પ્રેમ મા ગાંડા થયેલા કાંતીભાઇ એ તો... ઘર મા થી સંતોક ને એવો તે ધક્કો માયૉ ...કે સંતોક બે ત્રણ ગડથોલીયા ખાઇ ગઇ દીકરા એ ઝટ એની મા ને હાથ પકડી ને ઉભી કરી દીધી અને ઇ દીકરો એટલે હુ...હુ...ચોધાર આંસુ એ રડી પડ્યો વીકાસ અને બોલ્યો આજ સુધી કેટકેટલા જણા ચ્હા પીવા આ રેકડી એ આવ્યા પણ મારી મા ની દરકાર કોઇ એ લીધી નથી તમે પહેલા માણહ છો એટલે તમને પેટ છુટી વાત કરી ને આજે હળવો થયો પછી તો બાપા પણ ખુબ દુખી થ્યા ઝમકુ એ તો પૈસા પડાવવા પરણી હતી અને મારા બાપા એના પ્રેમ એવા તો આંધળા હતા કે ઝમકુ એ બધી જમીન જાયદાદ પટાવી પટાવી ને પોતાને નામે કરી લીધી ને મારા બાપા ને ય અમારી જેમ તગેડ્યા....અને બાપા કોને મોઢુ દેખાડે" કરણી એવી ભરણી" આત્મ હત્યા કરી લીધી બાપા એ .....મે વચ્ચે થી પુછ્યુ ઓલી ઝમકુ નુ હુ થયુ.... હવે તો મને પણ રસ પડવા લાગ્યો ... વીકાસ બોલ્યો ઇ ઝમકુ ની તો વાત ન પુછો ગામ ના પટેલે , સરપંચે એને તગેડી મુકી.. ઘરબાર વેંચી ને ઝમકુ બીજે ગામ ભાગી ગઇ.. અમે મા દીકરો જીંદગી જેમતેમ કરી ને કાઢીએ છીએ...મે એને કીધુ ઝમકુ સામે કેસ કરી ને સંપત્તી પાછી લઇ લે, મા ને વૃધ્ધાશ્રમ મા મુકી દે....વીકાસ બોલ્યો હુ કામ મુકુ, મારી મા માટે તો હુ જીવુ છુ....અને આવી સંપત્તી નથી જોતી મારે... હુ આ ચ્હા ની રેકડી મા મારી મા અને મારુ પેટ ભરાઇ જાય એટલુ કમાઇ લઉ છુ બીજુ કાઇ જોઇતુ નથી મારે આ મારી મા જ્યા સુધી જીવે ત્યા સુધી...હુ એની સેવા ચાકરી કરી શકુ બસ ..મારે બીજુ કાઇ નથી જોઇતુ..આજે તો મારી આંખ પણ ભીની થઇ... મે કીધુ સલામ છે તને દોસ્ત.. તારા જેવા દીકરા આ ભારતભુમી મા છે ત્યા સુધી કોઇ માવતર ને મુંઝાવા ની જરુર નથી મારુ કાઇપણ કામ પડે તો જરુર થી મને યાદ કરજે..હુ મારુ સોભાગ્ય માનીશ કે તે મને યાદ કયૉ અને હજુ તો માંડ મહીનો થયો હશે ને હુ રોજ ની જેમ ચ્હા પીવા વીકાસ ની રેકડી એ ગયો પણ આજે નોતી રેકડી, કે નોતો વીકાસ, કે નોતા માજી.. બાજુ મા ભજીયા ની લારી હતી ત્યા પુછ્યુ કે આજે ચ્હા ની લારી કેમ નથી .. ભજીયા વાળા ભાઇ બોલ્યા આજ સવારે... વીકાસ ની મા ગુજરી ગયા....પંદર દીવસ પછી વીકાસ ની રેકડી એ ચ્હા શરુ થઇ પણ કોણજાણે હવે પહેલા જેવો ચ્હા નો સ્વાદ નોતો. ને માજી વગર બાકડો પણ સુનો લાગતો હતો..અને હુ... નીકળી ગયો ત્યા થી વીકાસ નુ મુરઝાયેલુ મોઢુ જોઇ ને....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.