તારી યાદને હું મારી આંખના તોરણમાં બાંધુ છુ,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

સંધ્યાની ઝાલરના રણકારમાં,

ને ઊઘડતી આંખના પલકારમાં

હું સતત તને માંગુ છું,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

શ્વાસ પરપોટાની જેમ ફુલે છે,

હૈયું વાસંતી ડાળ જેમ ઝૂલે છે.

તારા સહવાસને હર ક્ષણ ઝંખુ છું,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

પતંગિયા, ફૂલો ને સુગંધ વ્હાલું લાગે છે,

તારા પ્રેમની જ આ બધી અસર લાગે છે.

એકલો એકલો હું નામ તારું રટુ છું,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

તારો ખાલીપો મને સતત તોડી રહ્યો છે,

તારો પ્રેમ જ મને મુજથી જોડી રહ્યો છે,

એક ક્ષણ પણ તારા વિનાની ક્યાં જીવું છું ?

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

શું ભળ્યું છે; એવું તે મારા રક્તમાં,

કે, ધબકાર વાસળીનો સૂર બની બેઠો છે.

રોજ પ્રાર્થનામાં, બસ તને જ યાચુ છું,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.

તને પામવાના હવાતિયાં; પેલા મૃગજળની જેવા,

ને સૌને મીલન આપણું અધિકમાસ જેમ ડંખતુ,

તોય રોજ તને મારામાં આખેઆખી વાંચુ છું,

સખી, એમ હું તને રોજ ચાહુ છુ.
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.