આસો માસના નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા. ગીતા તે અશોક સાથે કંઈ નક્કી કર્યુઁ કે નહિ? આ વર્ષે આપણે ઘણાં ભેગા થઈ નવરાત્રિ વખતે ગરબા, દાંડિયા રાસ, ફોક ડાન્સ બીજું ઘણું કરીશું; વંદનાએ ખુશ થતા એની ઈચ્છા ગીતાને દર્શાવી. ગીતા મને તો અત્યારથી જ ધીમું ધીમું મ્યુઝીકના જાત જાતના અવાજો સંભળાવા માંડ્યા. આપણે મોટું ગ્રુપ બનાવીશું. ગ્રુપમાં વહેલી અનેક કાર્યકર્મો માટે પ્રેક્ટીસ કરીશું. છેલ્લા રીહલસલ કરવાનું હોય ત્યારે મ્યુઝીક સાથે કરીશું. વંદના તું ઘરે છે એટલું આ બધું કરવાનું થોડું મુશ્કેલ છે. કોઈને નવરાત્રિના ધાર્મિક કાર્યો કરવાના હોઈ. કોઈ ઉપવાસ કરતા હોઈ. કોઈક ગરબા, દંડ્યારાશ પ્રેમી હોય તે આપણી સાથે કદાચ ભાગ લેવા તૈયાર થાય. કોઈને આર્થિક દ્રષ્ટિએ આવા કાર્યકર્મો ન પણ પોસાય. આ કાર્યક્રમ માટે આપણે દશ જણા ભેગા થઈએ તો શક્ય છે. આપણે તું તારી સખીઓ, જે કોઈ સગાની છોકરીઓ તૈયાર થાય એવી હોય એને વાત કરજે. હું પણ પ્રયત્નો કરીશ. અશોક એના મિત્રમંડળ, સ્નેહીઓમાં વાત કરશે. આ રીતે આપણે દશ રસિયા વાલમ ભેગા કરવા પ્રયત્નો કરીશું. આજથી જ પ્રાંરભ કરીએ.


નવરાત્રિના પહેલા દિવસે દશ રશિયા વાલમ ભેગા થયા. સૌએ ભેગા મળી અંબા માતાજીની છબીને હાર પહેરાવી અને આરતી કરી. પછી માતાજીના પાંચ ગરબાથી શરૂઆત કરી.રામજીની પોળના અન્યા લોકો ગરબા, દાંડિયા રાસ જોવા ભેગા થયા હતા. પછી દાંડિયા રાસની રમઝટ જામી. ડી.જે. ની વ્યવસ્થા કરી હતી. શેરીના મધ્યમાં તોરણો અને લાઈટોનો શણગાર કર્યો હતો. યુવાનો અને યુવતીઓ સરસ તૈયાર થઈને રાસલીલામાં તલ્લીન હતા. વડીલો કાર્યક્રમ જોવા આવેલા તેમને ખુબજ રસ પડ્યો. કેટલાક તો વન્સ મોર વન્સ મોર બોલતા એ થાકતા નહિ. પણ ગરબા રસિકો તો એમની ધૂનમાં ઘૂમ્યા કરતા હતા. વંદના છેલ્લા રેકોર્ડ ડાન્સ કરવાની હતી. તેનો વારો આવ્યો ત્યારે માઈકમાં ગરબડ થઇ ગઈ. તેનો મુડ જતો રહ્યો. અશોકે કહે, વંદુ તું નિરાશ નહી થા અન્ય માણસો માઈક બરાબર ચાલે તે માટે પ્રયત્નો કરે છે. એટલી વાર આપણે દોઢિયા કરીએ. તને તો દોઢિયા પણ સરસ આવડે છે. વંદનાનું મન બહેલાવવા અશોક બોલ્યો. તું મને થકવી નાખવાનો એના કરતા આપણે જરા નાસ્તો કરી લઈએ અને કંઈ ઠંડુ પી લઈએ તો થોડો થાક પણ ઊતરી જશે.

બન્ને ખાવાના સ્ટોલ પાસે જઈ નાસ્તો કરવા લાગ્યા. અશોક એક ગ્લાસ કોલ્ડ કોકો લાવ્યો અને બે સ્ટ્રો લાવ્યો. વંદના બોલી, અલ્યા કેમ એક ગ્લાસ કોકો અને બે સ્ટ્રો લઈને આવ્યો? આપણે એક માંથી બે જણા પીવાનું મન થયું. આપણે સાથે કોકો પિતા હોય એવી સેલ્ફી પડીએ. તને કંઈ અક્કલ છે? અહીં કેટલા બધા લોકો છે તે બધા આપણી પ્રેમલીલા જોયા કરે તે તને ગમશે? “પ્યાર કિયા તો ડરના ક્યા?” લોકો શું કહેશે? જોયા કરે તો જોવા દે બધાને આપણે કંઈ ચોરી નથી કરતા. આપણી ખુશી માટે આપણે આનંદમાં રહીએ એમ કરીએ તેમાં કોઇથી ડરવાનું શું? અચાનક માઈક માંથી કહેવામાં આવ્યું વંદના બહેન રેકોર્ડ ડાન્સ કરવા આવી જાવ તમારી રાહ જોવાય છે. વડીલો તમારો ડાન્સ જોવા તલપાપડ થઇ રહ્યા છે. તમે ઉતાવળ કરશો અને મેદાનમાં આવી જાવ. અશોકની ઈચ્છા અધૂરી રહી ગઈ. વંદના વહેલી વહેલી રેકોર્ડ ડાન્સ માટે ચાલી ગઈ. અશોક નારાજ થઇ ગયો. તેનો મૂળ જતો રહ્યો. વંદનાએ ડાન્સ શરૂ કર્યો અને અંતે બધાએ વન્સ મોર વન્સ મોરની બૂમો પાડી. વંદનાએ જાહેર કર્યું, આવતી કાલે નવો ડાન્સ કરીશ; સમય પૂરો થયો છે.


બધા પોતાના ઘરે જવા માંડ્યા. માતાજીની છબી અશોક એના ઘરે લઈને જવા માંડ્યો. એની સાથે વંદના ચાલતી હતી. વંદુ તું તો સાવ ડરપોક છે. એમ ડરી ડરીને પ્રેમ નહિ થાય. અશોકે નારાજગીથી કહ્યું. તને આ બધી રમત વાત લાગે છે. તું ધારે છે એવું બધું ન થાય. મને અનેક લોકો આંગળી ચીંધશે. તું તો છોકરો છે તને આ બધું સહેલું લાગે. પહેલા તો મારા મમ્મી પપ્પા ને ખબર પડે તો મને આવા કાર્યક્રમોમાં નહિ આવવા દે. તેઓ બહુ જ કડક છે. એમ કંઈ બધી છૂટ મને ન આપે. અરે ! પણ આપણે કોઈને જાણ ન થાય એમ મળીએ તો કંઈ થાય નહિ. થોડી હિંમત રાખવી પડે અને સાહસ કરવું પડે. ચાલ, તારું તો ઘર આવી ગયું. આવતી કાલે મેદાનમાં દશ વાગ્યે મળશું. કાલે તું સરસ તૈયાર થઈને આવજે. હું તારી રાહ જોઇશ. મોડું નહિ કરતી. ગુડ નાઈટ વંદુ. વંદનાને તો ગભરાટ થતો હતો. ગમે ત્યારે કોઈને જાણ થાય અને પકડાઈ જવાય. તે આખી ઊંઘી ન શકી. તેના મનમાં અશોકની વાતો વાગોળાયા કરતી હતી. તે સવારે ઊઠીને વહેલા નાહી લીધું. તે બપોરે ગીતાને મળવા ગઈ. ગીતાને અશોકે જે વાતો એને કહેલી તે કહી દીધી. વંદના, તને અશોક સાચા દિલથી પ્રેમ કરે છે? એ તું ચકાસી લે. ગીતાએ સાચી સલાહ આપતા કહ્યું. તું પણ એને સાચા દિલથી ચાહે છે? તારી થોડી ઘણી પણ ચાહતી હોય તો તું એના તારા તરફનાં પ્રેમને ચકાસી લે. હમણાં નવરાત્રિનો મહોલ છે તો એ તારી સાથે ટાઇમ પાસ પણ કરતો હોય. આ ઉત્સવમાં આવું બધું ઘણી જગ્યાએ ચાલતું હોય છે. કુંવારી કન્યા માતા પણ બનતી હોય છે. માટે તું ચેતીને ચાલજે. તને એ છેતરે નહિ તે ધ્યાન રાખજે. આજે આપણે મેદાનમાં સાથે જ જઈશું. તું તૈયાર થઈને મારા ઘરે આવે પછી આપણે સાથે નીકળશું. વંદના રાત્રે જમીને એની સખી બ્યુટી પાર્લરનું કરે છે. એ તૈયાર થવા એની પાસે ગઈ. એની સખીએ તો એને રાધા જેવી જ તૈયાર કરી. કોઈક તો એને ચીડવતા બોલ્યા કર્યું કે ડુપ્લીકેટ રાધા આવી. દરરોજની જેમ કાર્યક્રમ શરૂ થયો. આજે છેલ્લો દિવસ હતો. બધા સરસ તૈયાર થઈને આવેલા; જાણે ફેશન પરેડ હોય એવું જ લાગતું હતું. અશોક સારો તૈયાર થયેલો જોઈ વંદના તો એને એકીટશે જોયા કરતી હતી. દાંડિયા રાસ શરૂ થયા. અશોક વંદનાની બાજુમાં જ રમવા લાગ્યો. વંદુ, થોડી વાર આપણે સર્કલની વચ્ચે રમીએ. તારી અને મારી જોડી આજે ઘણી જામે એવી છે. થોડી જ વાર ચાલ આપણે શેલ્ફી પણ પાડીએ પછી જોઈએ એમાં તું અને હું કેવા સુંદર લાગીએ છીએ. તું જો તો ખરી બધા આપણી સામે જ જુએ છે. આજે છેલ્લો દી’ છે તું ના નહિ કહેતી. આપણી યાદગીરી રહેવી જોઈએ. ખાલી ફોટો નાચતા હોય એવો પાડવામાં શું વાંધો? હા, ના, હા, ના, કરતા અશોક વંદનાને સર્કલમાં વચ્ચે ખેંચી ગયો. થોડી વાર દાંડિયા રાસ રમી લીધું અને શેલ્ફી પણ પડાવી. વંદનાને અશોક સાથે રમવામાં આનંદ થયો. તેની શેલ્ફી જોઈ તો રાધા-કૃષ્ણની જોડી જ લાગે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.