સમય રાત ના ૧૦:૩૫ - તારીખ ૨૬ - ૦૫- ૨૦૧૭

એક અજાણ્યો કોલ અવિનાશભાઈ ગાંધી ના મોબાઇલ પર , નંબર "૯૮૨૫૧**૭૭૯" પરથી આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિ એ જણાવ્યું હતું કે આકાશ (તેનો થનાર જમાઈ કે જેની સાથે તેણે પોતાની દીકરી ધ્વનિ ના લગ્ન નક્કી કર્યા હતા )એક ...સારો છોકરો નથી...તેને ઘણી છોકરીઓ સાથે અફેર્સ છે...ડ્રિંક્સ કરવાની,સ્મોકિંગ અને જુગાર રમવાંની આદત છે...જો તે પોતાની દીકરી ના લગ્ન તેની સાથે કરશે તો દીકરી નું જીવન બરબાદ થઇ જશે. .... વગેરે...વગેરે.

ફોન મુક્યા પછી અવિનાશભાઈ ઘણા ચીંતાતુર જણાતા હતા. તારીખ - ૨૮-૦૫- ૨૦૧૭ એટલે કે બે દિવસ પછી સગાઇ થવાની હતી. તેમણે આવનાર કોલ પર રીડાયલ કરવાની ઘણી કોશિશ કરી ....પણ નંબર અનરીચેબલ આવી રહ્યો હતો. ઘરના વ્યવહારિક નિર્ણય લેનાર તે એકલા વ્યક્તિ હતા. ફોન કરનાર વ્યક્તિ જે પ્રમાણે આકાશ વિષે વાત કરી રહી હતી...તે પરથીઅવિનાશભાઈ નો આકાશ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી ગયો હતો. બરાબર તેજ સમયે તેમના થનાર વેવાઈ ગૌરાંગભાઈ વ્યાસ ( આકાશ ના પિતા ) નો કોલ આવ્યો.આટલા મોડા કોલ કરવા બદલ તેમણે પેહલા તો માફી માંગી...અને જણાવ્યું કે કાલે સવારે વેહલા વડોદરા આવતા હોવાથી તેની થનાર વહુ (ધ્વનિ ) માટે લીધેલા ઘરેણાઓ....જો તેમની ઈચ્છા હોય તો બતાવવા માંગે છે.થોડીવાર વાતચીત કર્યા પછી અવિનાશભાઈ એ તેમને આવેલા અજાણ્યા કોલ ની વિગત જણાવી દીધી.ગૌરાંગભાઈ ને આમ તો તેઓ ૨ મહિનાથી જ ઓળખતા હતા,પરંતુ આ બે મહીનામાં તેઓ સાથે 20 વર્ષ જૂનો સંબંધ હોય તેમ ભળી ગયા હતા. ગૌરાંગભાઈ એક સમજુ અને વ્યવહારુ માણસ હતા. તેમણે અવિનાશભાઈ ને ધીરજ આપતા જણાવ્યું કે ચિંતા ન કરે.... આકાશ ને લગતી તમામ ઇન્ફોરમેશન ખોટી છે, અને રાત પડી ગયી હોવાથી બીજા દિવસે રૂબૂરૂ મળીને દરેક કન્ફ્યુઝન દૂર કરવાનું આશ્વાસન આપ્યું .પરંતુ એક દીકરી ના પિતા હોવાથી તે આશ્વાસન કાફી ન હતું.

આ તરફ, સવારે ચિંતાતુર ગૌરાંગભાઈ ફોન ની રાહ જોઈ રહ્યા હતા,ત્યાં અચાનક ફોન ની ઘંટડી વાગી. ફોન કરનાર વ્યક્તિ ભગવાનભાઇ મેહતા હતા..તેમણેજ આકાશ અને ધ્વનિ નો સંબંધ કરાવ્યો હતો. થોડી ઔપચારિક વાતો કર્યા પછી તેમણે જણાવ્યું કે અવિનાશભાઈ આ સંબન્ધ કરવામાં ખચકાટ અનુભવે છે,અને સગાઈ કરવા માટે તૈયાર નથી. ગૌરાંગભાઈ એ તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે એકવાર તેઓ અવિનાશભાઈ ને મળીને બધીજ કન્ફયુજન દૂર કરી દેશે...પરંતુ વાતચીત કર્યા પછી તેમને લાગ્યું કે અવિનાશભાઈ ને મળવું વ્યર્થ છે. ગૌરાંગભાઈ સમજુ અને બુદ્ધિશાળી માણસ હતા. તેમણે તરત જ ભગવાનભાઇ ને જણાવ્યું કે ચિંતા કરવાની જરૂર નથી...હજુ આ સંબંધ બંધાયો નથી,શક ના આધાર પર બાંધેલા સંબંધો આખી જિંદગી ન ટકી શકે...તેમણે અવિનાશભાઈ ની ઈચ્છા ને માન આપી ને આ સંબંધ મોકૂફ રાખવાનું સ્વીકાર્યું.ભગવાનભાઇ નો ર્હદય નો ભાર તેમણે પળવાર માં ખાલી કરી નાખ્યો.અને ગૌરાંગભાઈ પ્રત્યેનું તેમનું માન વધી ગયું.

બીજી તરફ , અવિનાશભાઈ પણ ભગવાનભાઇ ના ફોન ની રાહ જોઈ રહ્યા હતા કે ગૌરાંગભાઇ સાથે શુ વાતચીત થઇ હશે? અને શુ પરિણામ આવ્યું હશે?. તેમનું મન સ્વીકારવા તૈયાર ન હતું કે આકાશ આવો ખરાબ વ્યક્તિ હોય શકે.પરંતુ એક દીકરી ના પિતા હોવાથી તેમને ડર લાગે તે સ્વાભાવિક હતું. આખરે તેમણે જીન્દગીભર પોતાની દીકરી કોઈને સોંપવાની હતી...જો જરા સરખો નિર્ણય પણ ખોટો લેવાય જાય તો દીકરી ની જિંદગી ખરાબ થઇ જાય. આ અંગે વિચાર કરતા કરતા તેઓ ભૂતકાળ માં ખોવાય ગયા.

**અવિનાશભાઈ નું મનોમંથન

૨૪- ૦૩- ૨૦૧૭ ના સવારે ૧૧:૩૦ વાગ્યે પ્રથમ વખત વ્યાસ ફેમિલી દીકરા આકાશ સાથે તેમના ઘરે તેની દીકરી ધ્વનિ ને જોવા આવ્યા હતા. તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઇ મેહતા તેમની સાથે આવ્યા હતા. આકાશ અને તેનો પરિવાર વર્ષોથી અમદાવાદ સ્થિત એક અતિધનાઢ્ય પરિવાર માંથી આવતા હતા.પહેલી નઝરે ગમી જાય તેવો ઊંચો, ગોરો, આકર્ષક દેહ ધરાવતો આકાશ કોઈ મોડેલ કે ફિલ્મી હીરો થી ઉણો ઉતરે એવો ન હતો.લંડન થી mba કાર્ય બાદ આકાશ તેના ફેમિલી બિઝનેસ ટેક્સટાઇલ માં એક વર્ષ પહેલા જ જોડાયો હતો.અવિનાશભાઈ પોતે ૨૦ વર્ષ થી કેમિકલ ના બિઝનેસ માં સક્રિય હતા, અને ફેમિલી સાથે વડોદરા માં એક નાના પરંતુ સુંદર બંગલો માં રહેતા હતા.તેમનો પરીવાર ૨૫ વર્ષ પહેલા વડોદરા સ્થાયી થયો હતો.ઘરમાં તેની પત્ની આનંદીબેન, દીકરો કૌશલ અને દીકરી ધ્વનિ હતા.સિંગલ ફેમિલી હોવાથી અને પૈસે-ટકે સુખી હોવાથી તેમણે તેમના બાળકો ને લાડ કોડ થી ઉછેર્યા હતા.દીકરો કૌશલ ૧૨ સાયન્સ માં મુંબઈમાં હોસ્ટેલમાં રહી ને અભ્યાસ કરતો હતો...અને દીકરી ધ્વનિ કોલેજ માં કેમિકલ એન્જીનીયરીન્ગ પૂરું કરીને mba કરતી હોવાથી અમદાવાદ માં રહી ને અભ્યાસ કરી રહી હતી.ધ્વનિ સુંદર હતી અને ભણવામાં હોશયાર હતી.દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે સ્વાભાવિક છે કે પિતા ને દીકરી ના લગ્ન ની ચિંતા સતાવે.આમ પણ તેમના પરિવાર સિવાય તેમનું પોતાનું નજીક નું કોઈ સંબંધી ન હતું.એક પિતા તરીકેના ફર્ઝ્ ને બરાબર સમજીને તેઓ ઘણા સમય થી સારા સંબંધો ની શોધ માં હતા.તેમણે ઘણી જગ્યાએ દીકરી ધ્વનિ ના બાયોડેટા મોકલી જોયા હતા.અને સંબંધ અંગે વાત ચલાવી હતી.

દીકરી સુંદર હોવાથી માગા ઘણી જગ્યાએ થી આવતા હતા. પરંતુ ધ્વનિ પોતે સ્વતંત્ર વાતાવરણ માં ઉછરી હતી અને ઉચ્ચ અભ્યાસ કરેલી હોવાથી તે ઈચ્છતી હતી કે તેનો જીવનસાથી પણ સ્વતંત્ર સ્વભાવનો, ઉચ્ચ અભ્યાસ કરેલ અને આકર્ષક હોવો જોઈએ.આથી આવનાર દરેક માંગા ને તે ઠુકરાવી દેતી હતી.તેની જગ્યાએ તે સાચી હોવાથી અવિનાશભાઈ તેને કઈ કેહતા ન હતા.પરંતુ પત્ની આનંદીબેન ના આગ્રહ થી તેઓ પ્રયત્નો ચાલુ રાખતા હતા.

આકાશ ને પહેલી વાર જોઈને અવિનાશભાઈ અને તેમના પત્ની આનંદીબેન તેની પર મોહી પડ્યા હતા.પોતાની દીકરી ને જોઈતી દરેક ખૂબી આકાશ માં હતી. પહેલી જ નઝરે તેને આકાશ પસંદ પડી ગયો હતો. ધ્વનિ ને પણ આકાશ પસંદ પડ્યો હોય એવું લાગતું હતું. આકાશ અને ધ્વનિ જયારે એકાંત માં વાત કરવા ગયા ,ત્યારે અવિનાશભાઈ એ વ્યાસ ફેમિલી સાથે વાત કરવાનું શરુ કર્યું.તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઇ એ બંનેના પરિવાર વિષે એકબીજાને ટૂંકમાં પરિચય આપ્યો હતો.ભગવાનભાઇ પોતે પણ કેમિકલ ના બિઝનેસ માં હતા અને વર્ષો થી વડોદરા માં સ્થાયી થયા હતા,અને આવિનાશભાઈ ના જુના મિત્ર હતા.તેમની દીકરી રિદ્ધિ ના લગ્ન ગૌરાંગભાઈ વ્યાસ ના મિત્ર અરવિંદભાઈ પટેલ ના પુત્ર મોહિત સાથે થયા હતા.એટલે વર્ષોથી તેઓ ગૌરાંગભાઈ ને ઓળખતા હતા.આકાશ ને તેણે પહેલી વાર એક ફેમિલી ફંકશન માં જોયો હતો,ત્યારથી તેને ધ્વનિ માટે પસંદ પડી ગયો હતો.અને તેથી જ તેમણે આ વાત ચલાવી હતી.

વ્યાસ ફેમિલી સાથે વાત કરતા અવિનાશભાઈ એ જણાવ્યું હતું કે વર્ષો પહેલા તેઓને આંતરિક અથડામણ ને કારણે પોતાના ભાઈઓ અને સાગા સંબંધીઓ સાથે બોલવાનો ય સંબંધ ન હતો .તેનાથી ઉલટું વ્યાસ ફેમિલી એક સંયુક્ત કુટુંબ માંથી આવતું હતું. વ્યાસ ફેમિલી વિશે આમ તો તેણે પહેલાથી જ બધી ઈંકવાયરી કરી લીધી હતી.અત્યાર સુધી જોયેલા દરેક માંગા માં આ તેમને સૌથી વધુ સારું લાગ્યું હતું .ગૌરાંગભાઈ વ્યાસ ફેમિલી ના પાંચ ભાઈઓ માં સૌથી નાના હતા.તેમના સૌથી મોટા ભાઈ હરિવંશભાઈ ઘરના કર્તા હતા, અને નાના મોટા વ્યવહારિક નિર્ણયો તેઓ પોતે લેતા હતા. અને ઘરના દરેક સભ્યો તેમના નિર્ણય ને માન આપીને સ્વીકારતા હતા. તેમના ઘરમાં ભાઈઓ, દીકરા - દીકરીઓ ,અને પૌત્રો મળીને ૩૦ જણ થતા હતા .પોતાની અંગત ફેમીલી માં ગૌરાંગભાઈ ને દીકરો આકાશ , પત્ની મોના ,અને દીકરી હેતલ હતા .હેતલ ૧૨ સાયન્સ માં અભ્યાસ કરી રહી હતી.આકાશ અને ધ્વનિ ની વાતચીત પુરી થઇ ત્યાં સુધીમાં તેમની વચ્ચે ઘણી વાતો થઇ અને બંનેના પરિવાર એકબીજાને જાણે વર્ષો થી ઓળખતા હોય તેમ હળીમળી ગયા હતા .

વ્યાસ ફેમિલી ના ગયા પછી તેમણે દીકરી ધ્વનિ ને બોલાવીને આકાશ વિશે પૂછ્યું તો ધ્વનિ નો જવાબ " હા " માં જાણીને તે અને તેના પત્ની આનંદીબેન ઘણા ખુશ થયા હતા.આ માટે તેમણે ભગવાન નો આભાર માન્યો.થોડા દિવસ પછી આકાશ નું પૂરું ફેમિલી (સંયુક્ત પરિવાર ) અવિનાશભાઈ ના ઘરે આવ્યા હતા .અને તેમણે ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું હતું .અને ૨ કલાક ની મિટિંગ માં તેઓ પુરા પરિવાર સાથે રૂબરૂ થયા હતા.તેમને એ વાત ની ખુશી હતી કે તેની દીકરી નો સબંધ એક સારા ઘરમાં થઇ રહ્યો છે .આકાશ નું પરિવાર સંયુક્ત હોવા છતાંય સ્વતંત્ર અને આધુનિક વિચારસરણી વાળું હતું .

બે દિવસ પછી તેઓ પોતાના પરિવાર અને નજીકના સબંધીઓ સાથે (તેમના સાળા અને સસરા ) આકાશ ના ઘરે આવ્યા હતા.આકાશનું ઘર જોઈને તેઓ દંગ રહી ગયા હતા. આકાશ અને તેના પરિવારે પણ તેમના સ્વાગત માં કોઈ કચાશ રાખી ન હતી ,તથા તેમનો બિઝનેસ અને ફેક્ટરીઓ ની વિઝિટ કરાવી હતી.આથી તેમના મન માં ખાતરી થઇ ગઈ હતી કે તેની દીકરી નું ભવિષ્ય એકદમ ઉજળું છે. આમ પણ વ્યાસ ફેમિલી એ લગ્ન બાદ ધ્વનિ ને પોતાની જોબ, બિઝનેસ કે હાઉસવાઈફ બનવાની પુરી છૂટ આપી હતી.

એક બીજાની ફેમિલી ને પુરી રેતી મળ્યા પછી બંને પરિવારો એ આ સંબંધ આગળ વધારવા નું નક્કી કર્યું .અને સગાઇ ની તારીખ નક્કી કરવામાં આવી .૨૮- ૦૫- ૨૦૧૭ નું મુહર્ત શુભ આવ્યું .ત્યારબાદ કમુરતા બેસતા હોવાથી આ તારીખ સગાઇ માટે નક્કી કરવામાં આવી .પોતાના ઘરમાં આ પહેલો પ્રસંગ હોવાથી અવિનાશભાઈ આ પ્રસંગ ધામધૂમ થી ઉજવવા માંગતા હતા.આથી તેમણે આ પ્રસંગ ને ભવ્ય રીતે ઉજવવા માટે ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી .પૈસે- ટકે સુખી હોવાથી શહેર ની સૌથી ખ્યાતનામ હોટેલ " holiday inn " તેમણે આ પ્રસંગ માટે પસંદ કરી હતી .પોતાના સાગા સંબંધીઓ કે જેની સાથે તેમને બોલવાનોય સંબંધ ન હતો , તેમને પણ તેણે આમંત્રિત કર્યા હતા .આમપણ તેમના આંતરિક ઝઘડાઓ વર્ષો પહેલા થયા હતા,આથી તેઓ આ બધું ભૂલીને નવેસર થી સંબંધો શરું કરવા ઇચ્છતા હતા. આ પ્રેરણા પણ તેમને ગૌરાંગભાઈ ના ફેમિલીની સયુક્તતા ને જોઈને મળી હતી. વર્ષો પછી પોતાના ભાઈઓને મળીને તેઓ ખુબજ ખુશ હતા . ધ્વનિ ના કપડાં, ઘરેણાઓ, તથા નાની મોટી દરેક ચીજ- વસ્તુઓ ની તૈયારીઓ થઇ ગઈ હતી.સામે પક્ષે ગૌરાંગભાઈ ને ત્યાંથી પણ ઘણીભેટસોગાદ, ઘરેણાઓ.. વગેરે...દીકરી ધ્વનિ માટે મોકલવામાં આવી હતી.


ક્રમશ;

(આવતા અંકે)..................

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.