બસ ઉપડવાની તૈયારીમાં જ હતી. મેં જલ્દી જલ્દી ચડીને મારી અને રિમાની જગ્યા રોકી લીધી બારી પાસે જ.કારણ કે રિમાને બારી પાસેની જગ્યા જ ફાવે છે. બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ જોઈ ને અમે થાકી ગયા હતા,અને તરસ પણ લાગી હતી. હું પાણીની બોટલ લેવા જતો જ હતો ત્યાં જ બસ આવી ગઈ એટલે મેં રીમાં ને પાણી લેવા મોકલી અને હું જલ્દી બસમાં ચડી ગયો અને જગ્યા રોકીને બેસી ગયો.
રીમાં આવે તે પહેલાં જ આખી બસ ભરાઈ ગઈ.જો કે તે બસમાં ચડી તો ગઈ જ હતી પણ અમારી સીટ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.
મારી સીટ પાસે જ એક મજૂરણ તેના માંદલા બાળકને એક હાથમાં તેડીને ઉભી હતી.અને બીજું બાળક ભીડમાં પીસાઈને રડતું હતું. તેનો પતિ પણ સમાનની પોટકી ઉંચકીને માંડ માંડ ઉભો રહી શક્યો હતો.લાચાર નજરે મજૂરણે ઘડીક રીમાં માટે અનામત રાખેલી સીટ પર જોયું, પછી બેસવા દેવાની દયા યાચતી નજરે મારી સામે જોયું. ઘડીભર મને થયું કે બિચારી ને બેસાડી દઉં પણ પાછળ ફરીને જોયું તો રીમાં ભીડને ચીરતી આવી રહી હતી.
આખરે રીમાં મજૂર દંપતી વચ્ચે જગ્યા કરીને સીટમાં ગોઠવાઈ, તે સાથે જ પેલી મજૂરણે તેડેલું બાળક એકાએક રડવા લાગ્યું.અને તેના હાથમાંથી સરકી ગયું.
રીમાંએ તરત જ ઉભી થઈને મજૂરણને મારી બાજુમાં બેસાડી દીધી.હું પણ ઓજપાઈને ઉભો થઇ ગયો. પેલું બાળક તરત જ શાંત થઈને એની માં ને ધાવવા લાગ્યું, મજૂર પણ પોતાની પોટકી લઈને ગોઠવાઈ ગયો અને બે હાથ જોડીને રિમાને નમસ્કાર કર્યા.
" તમને આ બીચારાની આટલીય દયા ના આવી ?" ભીડને કારણે રીમાં મારી સાથે સાવ ભીસાઈને ઉભી હતી.તેનું નાજુક અને રૂપાળું મો મારા કાન ની સાવ પાસે હતું .
મને તો ચૂમી લેવાનું જ મન થયું હતું પણ એમ થાય તેવું નહિ હોવાથી મેં ભીડનો લાભ લઇ તેને જરા વધુ ભીસાઈને કહ્યું, " આઈ લવ યુ સો મચ".

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.