હિન્દૂઓથી સંસ્કૃતિને કોણે અલગ કરી ?

આમ તો લેખન એ વિજ્ઞાન છે, વસ્તુલક્ષી એટલે વાસ્તવિક, કોઈ વ્યક્તિની મનસ્વી ધુન નહી, પણ જો લેખક ધર્મ-સમાજ જેવા મનસ્વી વિષયોનો લેખક હોય તો ? .....શબ્દોના અર્થ નિશ્ચિત નથી હોતા. લેખકે લેખકે શબ્દના અર્થ તો બદલાઈ જતા જ હોય, જે નવુ નથી. એક જ શબ્દના અનેકવિધ અર્થ શબ્દકોષ સૂચવતા હોય છે. એક લેખકથી જ ઉપયોગમાં લેવાતો 'શબ્દ' એક જ લેખ એક જ પુસ્તકમાં પણ માં પણ પેરેગ્રાફે પેરેગ્રાફે અલગ અલગ થતા હોય છે. ઉદાહરણના રૂપમાં એક પુસ્તકમાંથી એક પેરાગ્રાફનો ઉતારો કરુ છું. પુસ્તકનુ નામ છે 'વેદાંત-સમીક્ષા', પુસ્તકના લેખક સ્વામી સચ્ચિદાનંદ છે, લેખકશ્રી પોતાને 'વેદાંતાચાર્યાથી ઓળખાવે છે, અને તેમનો પ્રભાવ ગુજરાતના શિક્ષિત લોકોમાં ઘણો વ્યાપક છે. ... આ રહ્યો નમુનારૂપે પસંદ કરાયેલ પેરાગ્રાફ.....

'' વેદ અપૌરુષેય છે યા નહિ તેની ચર્ચા કર્યા વિના માત્ર એટલું જ કહીએ કે જો આ દર્શન ભૂલ વિનાનુ જ છે તો પરસ્પરમાં વિરોધી એવી અસંખ્ય પ્રક્રિયાઓ કેમ છે ? જીવ, ઈશ્વર, માયા, અવિદ્યા, જગત, મોક્ષ, સાધન વગેરે તમામ બાબતોમાં વેદાંતીઓમાં જ પરસ્પરમાં અત્યંત વિરોધ છે, તે ન હોવો જોઈએ. વિભિન્ન પ્રક્રિયાઓથી થયેલા, વિભિન્ન મતોનું તાત્પર્ય તો એ જ કહેવાય છે કે સૌએ પોતપોતાની બુદ્વિથી ચોકઠાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. જ આ ઈશ્વરીય દર્શન હોત તો જીવ--ઈશ્વર--માયા--જગત વિશે નિશ્ચિત એક જ પ્રકારની પ્રક્રિયા સ્થાપિત થઈ હોત. હજી પણ આ અનેકમુખી પ્રક્રિયામાં નવાં નવાં મુખોનો ઉમેરો થતો જ જાય છે. કારણકે જૂની પક્રિયામાં દોષો આવતાં જ નવી પ્રક્રિયાનું નવું મુખ ખોલવું જરૂરી થઈ જાય છે. આવાં અનેક મુખવાળી આ વેદાંતી પ્રક્રિયા માટે 'દ્વિમુખી' દર્શન અથવા બહુમુખી દર્શન' નામ પણ આપી શકાય. અર્થાત એક મોઢાથી નહિ પણ અનેક મોઢાંથી અનેક પ્રકારની વાતો કરનારું દર્શન. આવી અનેકતા એ અસ્પષ્ટતા તથા અનિશ્વિતતાનુ જ પરિણામ કહી શકાય. દાર્શનિક ક્ષેત્રમાં આવી અનિશ્ચિતતાં પ્રત્યે આદર ન કરી શકાય.''

અમારું નીરિક્ષણ આ મુજબ છે.

[1] વેદ-વેદાંત એવા બે શબ્દો પ્રયોજાયા છે, વધુમાં વેદાંતી જેવો શબ્દ પણ પ્રયોજાયો છે. વેદાંતી એટલે કોણ ? વેદાંતી એટલે વ્યક્તિઓ..જેમ લેખકો છે તેમ ? તો પછી વેદાંતી પ્રક્રિયા કહી તેનો શો અર્થ ? વેદ એ કહેવાય છે ઋગવેદ, શામવેદ વિગેરેના રચનાઓના સમૂહનુ નામ છે ? વેદાંતનુ પણ એમ જ સમજવાનું ? તો વેદાંત સમીક્ષા પુસ્તકના લેખક પોતાને વેદાંતાચાર્યાથી કેમ ઓળખાવે છે ? વેદાંતી એ વેદનુ શિક્ષણ આપતા શિક્ષકનુ નામ છે ?

[2]. દર્શન શબ્દનો શો અર્થ ? દર્શન કોનું ? વેદાંતી નામની વ્યક્તિનુ ? કે વેદાંતી નામની કહેવાયેલી પ્રક્રિયાનુ ?

[3] બહુમુખી દર્શન અને દ્વિમુખી દર્શન એટલે કોનુ દર્શન ? વેદ વેદાંત વેદાંતી..... આ બધુ ગુંચવાડા ભરેલુ જણાય છે, કે ઈરાદા પૂર્વક ગુંચવવામાં આવ્યુ છે ?

[4] દાર્શનિક ક્ષેત્રમાં આવી અનિશ્ચિતતાં... પણ કોનુ દાર્શનિક ક્ષેત્ર ? વેદાંતી થી ઓળખાવી એવી લેખક જેવી વ્યક્તિ કે વેદાંતીથી ઓળખાવાઈ એ પ્રક્રિયા...અને પ્રક્રિયા તો કોની ? જેવી રીતે ફિલોસોફી અને ફિલોસોફર એ ક્લિઅર અર્થ ધરાવતા શબ્દ છે. ફિલોસોફી એ જ્ઞાનના સિદ્વાંત છે અને ફિલોસોફર એ સિદ્વાંતનો લેખક-સમીક્ષક કે મીંમાસક હોઈ શકે એવી સ્પષ્ટતા અહીં વેદવેદાંતમાં થતી નથી.

હવે તમે જો વેદ-વેદાંતના વિષય ઉપર કોઈ અન્ય લેખકને વાંચશો તો તે કહેશે....ચાર વેદો અને 110 વેદાંતની રચનાઓ અને વેદાંત એ વેદના ઉત્તરાર્ધ રૂપે આવ્યા હોઈ વેદાંત નામ પડ્યુ છે. કોઈ પણ વાચક ટોટલી કનફ્યુસ્ડ થઈ શકે છે અને મને તો એવુ લાગે છે કે વાચકોને ગુંચવાડામાં રાખવા માટે જ લેખકો લખતા હોય છે. વાચકો જેમ ગુંચવાય તેમ લેખક ઊંચામાંનો ગણાય.

હું તો અસલથી ફિલોસોફીનો અભ્યાસુ અને મારા મનમાં ફિલોસોફી એટલે પશ્ચિમ અને પશ્ચિમ એટલે ગ્રીકના સુવર્ણયુગના ફિલોસોફરો અને સુવર્ણયુગના અંતકાળે આવેલો ઈસાઈયત પ્રેરિત અંધકાર યુગ અને અંધકાર યુગનો અંત લાવતો નવજાગૃતિનો યુગ...મતલબ ફરીથી ફિલોસોફીનો ઉદય થયો અને ફરીથી પશ્ચિમ રચાયુ. મારી ફિલોસોફી સંબંધી આ ઐતિહાસિક સમજ અને ફિલોસોફીનો વિષય શો ? સિમ્પલ...જ્ઞાનનો સિદ્વાંત એ ફિલોસોફીનો વિષય. આ વિષય ઉપર એરિસ્ટોટલે કઈક કહ્યુ, પ્લેટોએ કઈંક કહ્યુ, પણ પ્લેટોના કથનોમાં ફિલોસોફીના નામ ઉપર થિયોલોજી છે જેણે ઈસાઈયતનુ વૈચારિક ઘડતર કર્યુ. આ ફિલોસોફી સંબંધી સંક્ષિપ્તકરણ કે સરળીકરણ.

આ 'વેદાંતસમીક્ષા' પુસ્તક મારા હાથે અનાયસ જ ચઢી ગયેલુ. બૂકફેરમા ફિલોસોફીના પુસ્તકો શોધતા શોધતા આ પુસ્તક વેદાંતસમીક્ષા હાથે ચઢ્યુ અને થોડા પ્રારંભિક પેઈજ વાંચતા રસ પડ્યો અને રાખી લીધુ. એક જ પુસ્તકને બે-ત્રણ વાર વાંચનમાં લીધુ ત્યારે સંસ્કૃતમય ગુજરાતીમાં લખાયેલ લખાણના થોડાક શબ્દોના અર્થ મગજમાં બેસતા થયા. વૈદિક વિષય ઉપર વાંચેલા અન્ય પુસ્તકો કરતા આ પુસ્તકનો લેખક ફિલોસોફીના વિષયની નજીક તો લાગ્યો, વધુમાં એટલુ સમજાયુ કે લેખકને ફિલોસોફીથી જ મોટી તકરાર છે. હવે...અહીં બતાવ્યા એ શબ્દો....વેદ, વેદાંત, વેદાંતી, દર્શન...એક્મુખી અને દ્વિમુખી ....એ બધા શબ્દના અર્થ મગજમાં બેઠા...ખાસ્સા પંદર કે પચીસ કે વધારે વાર વાંચ્યા પછી.... તેને હું અહી ફરીથી લખીશ છુ. જોકે આ જ વિષય ઉપર આ જ લેખકના અન્ય પુસ્તકો વાંચતા એટલુ સમજમાં આવ્યુ કે મામલો ઘણો ગંભીર છે. કે મોટાભાગના સંસ્કૃત ભાષાના વિદ્વાનો માત્ર ભાષાના જ વિદ્વાનો છે, સંસ્કૃત ભાષામાં લખાયેલી ફિલોસોફીના કોઈ વિદ્વાન હોય એવુ મને દેખાયુ નથી. અંગત રીતે સ્વામી વિવેકાનંદ અને ડો. રાધાકૃષણએ વૈદિક વિષય ઉપર લખેલા પુસ્તકો વાંચનમાં લેતા એક છાપ મારા મન ઉપર પડી કે મોટાભાગના ભારતીય લેખકો ફિલોસોફીની વાતે અંધારામાં જ અટવાતા છે. બધામાં વિવેકાનંદ થોડાક વધુ ક્લિઅર ખરા, પણ ફર્ક માત્રાનો છે. મોટાભાગના લેખકો જેઓએ વૈદિક વિષય ઉપર લખ્યુ છે તેમણે વેદને ધર્મપુસ્તક રૂપે લઈને ઈસાઈઓની થિયોલોજી જેવુ લખાણ લખ્યુ છે.

હવે અસલ વાત કંઈક આવી છે......વેદ એટલે આપણે જેને વિજ્ઞાન કહીએ તેને સંસ્કૃત ભાષામાં વેદ કહે. વેદ ભણવુ એ મોટી વાત કહેવાતી. નાની નાની વાતો સમજવાની હોય તો લોકબોલીમાં કહેવાતુ પણ ખરુ...આમાં કોઈ મોટા વેદ ભણવાના નથી. તે વેદ એટલે વિજ્ઞાન. વસ્તુ વિશેષના જ્ઞાનને વિજ્ઞાન કહેવાય....જેમકે આયુર્વેદ એટલે આરોગ્ય સંબંધી જ્ઞાન એટલે આયુર્વેદ જેના એક નહી અનેક લેખકો હોઈ શકે છે...... તે જ રીતે વેદાંત એટલે....મેં બૃહદારણ્યકઉપનિષદને વાંચનમાં લીધુ છે, અને તેના આધારે કહી શકુ છુ કે વેદાંત એ જ્ઞાનના સિદ્વાંત માટે વપરાતો શબ્દ છે...જે અર્થમાં એ જ ચીજ..જ્ઞાનના સિદ્વાંતને ગ્રીકમાં ફિલોસોફી કહે છે. વિષય બંન્નેનો એક જ રહે...જ્ઞાનના સિદ્વાંત અને જ્ઞાનના સિદ્વાંતનો વિષય આપણી..વ્યક્તિઓની કે વસ્તુ રૂપે જીવમાત્રની ...જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય અને મન...અંત:કરણ, બુદ્વિ, ચિત્ત અહંકાર સહિતનુ મન...એમ કહો અથવા અંત:કરણ...મન, બુદ્વિ, ચિત્ત, અહંકાર સહિત આમ કહો...વસ્તુ એક જ રહે છે. આ થયો જ્ઞાનના સિદ્વાંતનો વિષય. હવે આમાં ખૂબ જ અઘરૂ પડે એવુ શુ છે ? કોઈ પણ યુવાન વ્યક્તિને 'કામવિજ્ઞાન'માં રસ પડે જ પડે...તો કામવિજ્ઞાનનો વિષય શું ? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રણયસંબંધનો મનોબૌદ્વિક વિવરણ એ કામવિજ્ઞાન. પશુઓને કોઈ પણ પ્રકારના વિજ્ઞાનની જરૂર નથી.....જ્ઞાનના સિદ્વાંતની પણ જરૂર નથી પડતી અને પશોને જરૂર નથી પડતી તેથી પશુઓ જન્મે અને મરે ત્યાં સુધી એક ની એક જ સ્થિતિએ...પશુની...સ્થિતી એ જ રહે છે. જ્યારે માણસને વિજ્ઞાનની જરૂર રહે છે વિચારવા બોલવા કે જ્ઞાનના સંચય માટે પણ ભાષાવિજ્ઞાન, વસ્તુની સંખ્યા અને ગુણની ગણના માટે ગણિતવિજ્ઞાન...અને વિજ્ઞાનની શાખાઓની કોઈ મર્યાદા જ નથી....જેવી જેવી રુચી વ્યક્તિઓ વિજ્ઞાનના જ્ઞાન મેળવતા રહે છે અને પોતાની કાબેલિયત વિકસાવે પણ છે અને પોતાના જીવનને કમ્ફર્ટૅ ઝોનમાં રાખે છે.

હવે તમે વેદાંત સમીક્ષાનુ પહેલ્લુ વિધાન લ્યો....વેદ અપૌરુષેય છે યા નહિ તેની ચર્ચા કર્યા વિના માત્ર એટલું જ કહીએ કે જો આ દર્શન ભૂલ વિનાનુ જ છે તો પરસ્પરમાં વિરોધી એવી અસંખ્ય પ્રક્રિયાઓ કેમ છે ? આ અપૌરુષેય એટલે શું ? તેમાં દર્શનની ભુલ કે ભુલ વિનાની વાત ક્યાં આવી ? ફ્રેંક્લી સ્પીકીંગ એવુ કહેવાયુ છે કે જેમને વેદની સર્વોપરિતા કબૂલ છે તેઓ આસ્તિક છે અને જેમને નથી તેઓ નાસ્તિક....તો એવી છાપ પડે કે વેદ એ કોઈ ધર્મપુસ્તક છે અને આ ધર્મપુસ્તકની ખરાઈ બધાને માન્ય હોય તો ? અને આ વેદાંતસમીક્ષાના લેખક વેદની ખરાઈને પડકારી રહ્યા છે, એમ કહીને કે વેદ અપૌરુષેય કહેવાય છે તો તેમા લેખક જેની ચર્ચા કરવા ધારે છે એ બધી ભુલો કેમ છે ? પણ વેદની વાસ્તવિકતા એવી છે કે વેદ એટલે વિજ્ઞાન અને વિજ્ઞાન સંબંધી કોઈ પણ વ્યક્તિ પોતાના જ્ઞાન અનુસાર કોઈ પણ વિષય ઉપર શકે છે. જેમ કવિતા. કોઈ પણ વ્યક્તિ પોતાને કાવ્યશાસ્ત્રનો જ્ઞાતા સમજતો હોય તો કવિતા લખી શકે છે અને લખાયેલી કવિતા કોઈને માન્ય થાય, તો કોઈને માન્ય ન પણ થાય....એ સમીક્ષાની વાત થાય, પણ કવિતા પોતે સમીક્ષાન વિષય ના બને....હું મારા પૂરતુ એમ કહી શકુ છુ કે મને કવિતામાં રસ નથી, મારો અભ્યાસ નથી....મને કવિતામાં સમઝ પડતી નથી.....તો મારી વાર્તા પૂરી.....મને કોઈ અધિકાર નથી કોઈ વ્યક્તિગત કવિની કવિતાની સમીક્ષા લખવાનો, ત્યારે કવિતા... એ લેખનના ક્ષેત્રમાં લખાણનો એક પ્રકાર થયો...લખાણના એ પકાર ઉપર સમીક્ષા કરવી એ અજ્ઞાનને પ્રચારમાં લાવ્યા બરોબર કહેવાય.

ભારતમાં વૈદિક વિષયોની હાલત અજ્ઞાનીઓએ બગાડી છે. વેદવેદાંત એ જ્ઞાનવિજ્ઞાન જ કહેવાય...હવે એની સામે વિકલ્પ આપીને એમ કહેવુ કે જ્ઞાનવિજ્ઞાનનો વિકલ્પ ભક્તિ અને કર્મકાંડ છે....તો એ ભારતીય પ્રજાની બરબાદી કરી કહેવાય કેમ કે જ્ઞાનવિજ્ઞાન એ વ્યક્તિ માત્રની પ્રકૃતિ છે અને આ પ્રકૃતિ ઉપરનુ જ્ઞાનવિજ્ઞાનથી સભર લખાણો જ સંસ્કૃતિનુ નિર્માણ કરે છે...જ્ઞાનવિજ્ઞાન સિવાયના અન્ય વિષયો જેવાકે કળાના વિષયોના ખેડાણથી સંસ્કૃતિનુ નિર્માણ નથી થતુ...કેમકે કવિતા--ગીત--વાર્તા--નૃત્ય એ પ્રમાણમાં સંસ્કૃતિથી અલગ પડતો વિસ્તાર છે...આદિવાસીઓમાં પણ કળાનો વિકાસ થયેલો જોવા મળશે જ્યારે સંસ્કૃતિનો વિકાસ એ વૈશ્વિક વિકાસ છે, માનવજાતિનો વિકાસ છે એની એ જ રીતે નોંધ લેવાવી જોઈએ.

લેખકોનો એક વર્ગ...જેમકે વૈદિક લખાણો....એટલે વૈજ્ઞાનિક લખાણોની વિરુદ્વમાં અલગ છાવણી રચે અને વિજ્ઞાન વિરુધી થિઓલોજીકલ કે ધાર્મિકતાની છાંટ ધરાવતુ સાહિત્ય સર્જે--તેનો ધામધૂમ પ્રચાર કરે.....એવો અપપ્રચાર પણ કરે....જેવો વેદાંત સમીક્ષાના લેખકે કર્યો...આ દેશની ગુલામી પાછળ વૈદિક ફિલોસોફી જવાબદાર છે....ત્યારે લેખકની અભણતાની ચરમસીમા આવી જાય....કોઈ પ્રજા જ્ઞાનના કારણે ગુલામ કે ગરીબ બને એવુ માનવજાતિના ઈતિહાસમાં બન્યુ નથી...અજ્ઞાનતાના કારણે...જેમકે કેટલાક રોગોની વૈજ્ઞાનિક સારવાર શોધી શકાય ના હોય તેના કારણે વિનાશ સર્જાયો હોય એમ બને...પણ લેખકોનુ એક જુથ...ભારતમાં ભક્તિમાર્ગવાળા...કે વૈદિકલખાણોએ આ દેશને ગુલામ બનાવી છે.....તો મારો વળતો જાહેર પડકાર છે......આ દેશને ગુલામ અને ગરીબ બનાવવામાં ભક્તિમાર્ગના પ્રચારક આચાર્યો જવાબદાર છે...જેમના પ્રચારના કારણે આ દેશ કાયરો, સંસારત્યાગી વૈરાગીમતના સન્યાસીઓનો દેશ બન્યો જેણે દેશના શાસક વરને અને પ્રજાના આગેવાનોને પણ ગેરમાર્ગે દોર્યા છે.

વૈદિકલખાણોથી મારો મતલબ વૈજ્ઞાનિક લખાણો છે.....માત્ર પ્રાચિન લખાણો એવો વિશિષ્ટ ઉલ્લેખ નથી. વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ વૈજ્ઞાનિક કે કોઈ વિજ્ઞાનનુ પુસ્તક ધર્મગ્રંથની જેમ આખરી નથી. ધરતી ઉપરના માણસને ધર્મો કહે છે એવા સત્યોની કરતા જ્ઞાન કહે છે એવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂર છે....જેમકે જીવલેણ રોગ બની રહેલા ધર્માન્ધતાનો ઉપચાર શોધાવો જોઈએ.....રોગને વકરાવે એવા ભક્તિકર્મકાંડના માર્ગની જરૂર આજના યુગને નથી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.