"કોણે કહ્યું મારા માતાપિતાએ

મને ઘરેણાં ભેટમાં ના આપ્યા ?

કોણે કહ્યું મારા માતાપિતાએ

મને મોંઘા વસ્ત્રો ભેટ માં ન આપ્યા ?

કોણે કહ્યું મારા માતાપિતાએ

મને આધુનિક ઉપકરણો ભેટ માં ન આપ્યા ?"

પોતાને પુછાયેલા

લાલચી પ્રશ્નનો ઉત્તર આપવા

નવી વહુના હાથો

બેગમાં કશુંક શોધી રહ્યા ,

બધી જ લાલચી આંખો

એ હાથો પર તકાઈ રહી ,

"મારા માતા પિતાએ તો

એવો ક્રેડિટ કાર્ડ ભેટમાં આપ્યો છે,

જેનો ઉપયોગ કરી

હું ગમે તેવી ભૌતિકતા

જાતે જ ખરીદી શકું!"

અને

એ ક્રેડિટ કાર્ડ બેગમાંથી કાઢી

એણે ટેબલ પર મુક્યો ,

પી.એચ.ડી.ની એની ડિગ્રી !!!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.