આવે સજન તું યાદના એકાંતમાં

આવે સજન તું યાદના એકાંતમાં.

તાકી રહું છું સાંજના એકાંતમાં.

તું આવશે, તું આવશે, એ આશમાં,

દીવા કરું, મનબાગના એકાંતમાં.

છોને અબોલા આજ લીધા સાજના,

સાર્યા હશે આંસુ ઘણાં એકાંતમાં.

મગરુર છું, યાચું નહિ, ચાહે અગર,

તો આવજે,પળ પ્રેમના એકાંતમાં.

જોઈ રહી છું રાહ તારી ક્યારની.

પામી જજે તું ભાવના એકાંતમાં.

આવે ઘડી ઝટ ઉછળી કૂદી પડું,

એ વાટમાં બેસી રહી એકાંતમાં.

લાગે મને કે, તું નથી તો હું નથી !

આવે સજન તું યાદના એકાંતમાં.

************** ************** ***************

છંદવિધાન ઃ ષષ્ટસ્તંભી રજઝ- ગાગાલગા ગાગાલગા ગાગાલગા

*****************************************************************

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.