જે લીલા .

" જે.લીલા."

(સત્ય ઘટના.)

અમરચંદ શેઠ અને ભાગીરથી શેઠાણી દરેક દેવ દેવીયો ને ચરણે માથા ટેકવી એક જ માગણી કરતાં કે " હે અંન્તરયામી ! હવે અમારી ધિરજની કસોટી રહેવા દો ,અમારા વાંક ગુના માફ કરો પ્રભુ , જો કોઇ અમારાં ગુન્હો હોયતો અમે ભોગવવા તૈયાર છીયે ,પણ અમારા એકના એક પુત્રને ઘેર પારણું ઝુલતું કરો . અને એક પારણાંને ઝુલતું કરવાં લાખોના દાન ધરમ કર્તા અચકાંતાં નહીં દિકરો વિનય અને વહુ રસીલા ની જોડી ખુબજ વિનયી વિવેકી ,અને દેખાવડા અને મળતાંવડા હતાં કયાંરેય વડીલોનો બોલ ઉથાપતાં નહીં.

પરણ્યાંને ૧૦ વર્ષ થઇ ગયાં . પગલીનું પાડનારની અાતુરતાં પૂ્ર્વક રાહમાં અમદાવાદની " શ્રી કૃષ્ણ સલ્ક મીલ " અને " સનાતન વિવીગ મીલ " અમર કોટન મીલ " ના હજારો કામદારો , અને" ભાગીરથી કન્યા વિધ્યાલયની[ " ૧૨૦૦ બાળાઓના મીઠા મોં કરવાની અાશામાં રહેતાં. એક નવી મશીનરની ખરીદી અને એક નાવા પ્રોજેકટ માટે વિનય જર્મની જઇ રહ્યો હતો , ભાગીરથી શેઠાણીના અાગ્રહથી રશીલાને પણ સંગાથે જવાનું ગોઠવ્યું જર્મનીથી પાછા ફરતાં ઇગ્લેન્ડ માં રોકાણ કરી માન્ચેસ્ટરના વેપારી મી .ગ્યાસગોના દિકરાના મેરેજ પણ મહાલતાં અાવે , અને અા વચ્ચે ભાગીરથી શેઠાણી એ એક ખાનગી પ્લાન પણ પોતાના વેપારી મિત્ર મી. લોર્ડ બગરીયાની મિસીસ સાથે સખીપણા હોવાથી ફોનથી ઝણાવી ઘટતું કરવા ભલામણ પણ કરી દિધેલ .

જ્રર્મની જઇ અાવ્યાં ત્રણ મહિના બાદ વહુ દિકરા એ ખુશખબર અાપ્યાં . નવમહિના ને ૧૨ દિવસ પછી ,ત્રણે મીલો ,કારખાના ,શાળામાં હરખની હેલી ઉઠી , સાકરના પુડા સાથે એક દિવસની રજા જાહેર થઇ , નાના શેઠ વિનુભાઇને ઘેર લક્ષ્મીજી પધાર્યા . અમરચંદ શેઠ-શેઠાણીનો તો હરખ સાંબેલાધાર વર્ષ્યો ,સાધુ ,સંતો ,ભાટ ,ચારણો અાવી સ્તુતી કરતાં , કામદારો મહાજનો થૌકબંધ હરખ કરવા અાવવા લાગયાં કોઇ પણ ખાલી હાથે ન જાય તેની પૂરી કાળજી શેઠાણી રખાવતાં અને દિકરી ના ૧૨ દિવસે ભારે ઉલ્લાસ પૂર્વક નામ કરણ વિધી થઇ .

લંડનથી મિસીસ બગરીયા ખાસ ફોઇ બનીને અાવેલ તેમણે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે વિધિવાધાન સહ જાહેર કર્યુ " અોળી જોળી પીપળ પાન ફોઇએ પાડયું રીટા નામ " અને મીસીસ બાગરીયા મનમાં મલકાતાં હતાં કે પોતાના નાનાભાઇ જે લંડનનો ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ હતો કે જેની ટ્રીટમેન્ટના ફળ સ્વરૂપ અા પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી " રીટા" હતી ખરા અર્થમાં રીટાના ફોઇ બન્યાંનો તેનો બેવડો હરખ અસ્થાને ન હતો .

અામ શહેરના મોટા મિલમાલીકના બંગલામાં અાઠ અાઠ દિવસના રંગારંગી કાર્યક્રમોનો દોર ચાલ્યો . અને અા પ્રસંગે દરેક ક્ષેત્રના કલાકારો કફલા અાવી પોતાની કલાના કૌવત બતાવી ગયાં ને લોકો મહિનાઅો સુધી એ પ્રસંગ મમળાવતાં રહયાં ગોપી કૃષ્ણના ડાન્સ , શ્યામ મીઠાઇવાળાના ગરબાઓની ગૂથણી , સિતારા દેવીના બેલે ,અને દેશી નાટક સમાજ વાળાના નાટકો લોકોએ મનભર માણયાં .

મોટા ઘરનું બાળક એટલે લાડ-કોડ ઉપરાંત અાળ પંપાળ . વધું સ્વાભાવીક હોય બેબી રીટા રૂપાળી નાકે નકક્ષે નમણી , પરાણે ગમે તેવું સહજ બાળક . ભાગરથી શૈઠાણી તેને સારા પગલાની ગણતાં , કારણ તેના જન્મ બાદ " રીટા કોટન મીલ " " રીટા વિવીગ મિલ , " રીટા સિલ્કમીલ " ઉપરાંત " રીટા ડાયમંડ " " રીટા કેમ " અામ મીલો ઉપરાંત વિનયશ્શેઠે ડાયમંડ અને કેમીકલ પ્લાટમાં નવો જોક અાપ્યો .ઘરમાં દિકરી અને બહાર બીજનેસ દિવસે નવધે એટલો રાત્રે વધતો જ ચાલયો . બેબી રીટા એક હાથમાથી બીજા હાથમાં ફરતી રહી ,પલકમામ પાંચ વર્ષ પુરાં કર્યા ,દાદીની ભારે હેવાઇ , દાદીનો પડછાયો બની ઘુમતી , મંદિર ,પ્રસાદ , સત્સંગમાં બેસતી ઉઠતી . મોં મા મીઠાસ અને કાનોમાં ઇતિહાસ ઠોસતી રહી . એકલવાયા બાળકોની ખાસીયત મુજબ જલદી કોઇ સાથે ભળે નહી . અને સ્કૂલમાં મોટા વાળીની- મિલવાળાની દિકરી પાસે કોઇ જલ્દી ફરકે નહીં . સ્કુલામાં રીસેસમાં અાના પાઇના ના ચણા મઠ ખાય અથવા ઘેરથી લાવેલ નાસ્તાનાં ડબ્લા ખોલે ત્યાં રીટાબેબી માટે કાજુ ,બદામ,અખરોટ નાં ડબ્બા ખુલે બેબીને ગાડીમાં બેસાડી અા ભોગ ધરાઇ ,અાનાકાની કરેતો કેળા ચીકુ સફરજન સંતરાં ધરે ,અને ઉપર ગલાસ મોસંબીનો જ્યુસ .અામ બેબીરીટા કળાયેલ મોર જેવી પૂર્ણ ચરબી યુકત દસ વર્ષે કળાયેલ બની ગઇ .

સંસકાર સીંચીલી એ વેલ ચાર ,અાઠ ,અઠારના એમ ભરડે ભારઇ . સ્કુલ છૂટી , મિસ રીટા કોલેજના પગથીયે અાવી ચૂકી ,અહી હવે તે પોતાના શરીર પ્રત્યે સભાન થવા લાગી કપડાં દાગીનાની ,નવી નવી હેરસ્ટાઇલ ………..હેર કટ માટે ખાસ એક દિવસની ટ્રીપ પ્લેનમાં મુંબઇ જઇ કરાવતી અાવતી , પીકચર જોવાનું મન થાય તો પૂરુ થિયેટર બુક થઇ જાતું.વાર તહેવારે ઉજવણી માટે મિત્રોને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ ગોઠવાવા લાગી કોલેજમાં ફ્રેન્ડ સર્કલ જરૂર વદ્યું ,અાવી ચહલ પહલ ગમવા લાગી અને ચરબીને પણ મિસ રીટા ગમવાં લાગી તેણે પણ પચ્ચીસ , પચાસ ,અને સોના ભરડે રીટાને લઇ હંફાવી દીધી . કોલેજમાં રીટા સામે છોકરાંઓ અાગળથી અદબમાં રહેતાં પણ પીઠ ફરતાંજ ભદ્ી મજાક કરતાં , છતાં જયાંથી ઉદભવેલી અા ગંગાના ગૌમુખને માત્ર સાંભળીને જ અધ્……..ધ્………..ધ્ થઇ જતાં . ટઇખળીયો અંદર અંદર કહેતાં " અા લથપથ ગંગાનો હાથ પકડશે તે તો ન્યાલ થઇ જાશે . પણ કોણ પકડે , અાનો હાથ ટેમ્પરરી પણ કોઇ ન પકડે "

તેમાનો એક એવા જતીન વોરા જેવા ટીખ્ળીએ અા બીડૂ જડપ્યુ . જતીન અમદાવાદના પ્રતિષ્ઠત એડવોકેટ જગુભાઇ વોરાનો મોટો પુત્ર ,ભારે ભેજા બાદ ભણતો ઓછૂને રખડતો વધુ છતાં પરિક્ષામાં સારા માર્કે પાસ થતો મિત્રો પુછે તો ઉડાવ જવાબ દેતો." હમ કિસીસે કમ હૈ ? પાસ હોના હમારા દાયે હાથકા ખેલ હૈ . " અાવા ખેલાડી એ રીટા સામે ખેલ કરવાનું બિડુ જડપ્યું

એક દિવસ રીટાનું કોલેજના મેગેજીનમાં એક પેઇન્ટીંગ છપાયું અને જતીન ને મોકો મળી ગયો વાતનો દોર પકડવાનો .

" વાહ સુ સરસ છે તમારૂ પેઇન્ટીગ , ગજબ અપીલ કરે છે , મને તો બહુજ ગમ્યું કોન્ગરેટસ કહી હાથ ફેલાવ્યો ." અને પાણી પાણી થઇ ગયેલ રીટા એ હેન્ડસમ હીરાને કાંપતો હાથ દઇ બેઠી , અને જતીયાએ તેના બેઉ હાથ વચ્ચે રીટાના રૂના પોલ જેવા હાથને સખતાઇથી દાબી નિર્લજતાં પૂર્વક હસ્યો , નીચી નજરે પ્રથમ વાર કોઇ પુરૂષના મજબુત હાથનો પરિચય પામી .લાલ ચોળ થતી માત્ર ધીમા ,ધ્રજતાં સાદે " થેક્યું " બોલિ શકી . અને કંપાઉન્ડ બહાર ઉભેલી કારમાં બેસી અર્ધા બાકિના પિરીયડ છોડી ભાગી ગઇ . અને દુરથી જ જતીનલીલા જોતાં મિત્રો પાસે દોડી જઇ ને જતીને મિત્રોની વાહ વાહ શાબાશીના ધબ્બા પીઠમાં ખાધા . " પ્રથમ ગ્રાસે ઘી-કેળાં " કહી મિત્રોએ કોલેજની કેન્ટીનમાંજ જયાફત ઉડાવી .

હવે રીટા કોલેજમાં વધુને વધુ ટાપટીપ કરી અાવવા લાગી , ધીમે ધીમે ફ્રેન્ડ સર્કલ અને તેની ચરબીનો ઘેરાવો પરસ્પરની સ્પર્ધા કરતાં મોટુ થતું ચાલ્યું . ઘેર મા-બાપને ચિંતા રહેતી , ના ઇલાજ દિકરીને અને તેના પ્રોગ્રેસને જોતા રહ્યાં . કોલેજ પતે એટલે નકકર પ્લાન વિચારવા લાગ્યાં તેમને ક્યાં ખબર રહી કે જતીન જળોબની રીટાની રૂપાળી ચામડી ,અને ભોળપણને ચૂસી રહ્યો છે . કોલેજ ની ટ્રીપ છેલ્લા વર્ષની ઉજવણી કરવાં અજંતા ઇલોરા જવા નીકળી જતીને પરાણે રીટાને તૈયાર કરી ,મા-બાપે કમને ' હા ' કહી . વળતાં મુંબઇમાં તાજ હોટલમાં બે દિવસ રોકાઇ કાફલો પરત અમદાવાદ પહોચ્યોં . મિત્રોએ જતીનની રીટા પાછળની ઘેલછા જોઇ ટીકા પણ કર્તા કે" યાર તુ તારી શર્ત તો જીતીજ ગયો છો , તો પછી હજુ કેમ અા ગોદડાને લપેટ્યાં કરે છે ? "

" હુફાંળુ છે ગોદડુ , " કહી લુખ્ખું હસી જતની મિત્રો સામે એક અાંખ મારતો અને મિત્રો હસી પડતાં પરંતું તેઅો નહતાં જાણતામ કે અા લાલા એ કેવી લીલા કરી જાળમાં માછલી ફસાવી છે . હા એક દિવસના તાજમહાલની મોજ બાદ રીટા જતીનના સતત માણેલો સાથ મહેસુસ કરતી ,તેના કાનમાં તેના મીઠા શબ્દોનો ગુંજરાવ થયા કરતો , તેની કોઇ પણ પરિસ્થિનો અાસાન ઇલાજ , તેની વાક્ પટુતાં , ફીલ્મી હીરો જિતેન્દ્ર જેવોજ જંમ્પીંગ જેક લાગતો .

દિકરીની કોલેજની છેલ્લી પરિક્ષા બાદ વિનુ ભાઇ અને રસીલાબહેને બાની મેડીકલ તપાસઅર્થૈ અમેરીકાની ટૂર પકડી ,રીટાએ દાદાજી પાસે રહેવાની જીદ પકડી ,દાદાએ પણ સાથે અમેરીકા જવાની તૈયારી દાખવી અામ કમને રીટાએ જવુ પડયું ચકોર વડઇલોને ગંધ અાવી ગઇ હતી . વિષેશ નહીં

ન્યુયોર્કના સ્લોગન કેન્સર હોસ્પીટલ અને અમેરીકાના ઘર વચ્ચે બાની તબિયત માટે અાવન જાવન રહેતી છતાં રસીલા શેઠાણી ની ચકોર નજરે નોધ્યું કે દિકરીનું મન ક્યાંક લાગી ગયું છે ,પણ અા નાજુક સમયે ધ્યાન હોસ્પીટલ ઉપર જ વધું દેવું પડે તેમ હતું . બધાના પ્રયત્નો ,સારામા સારી ટ્રીટમેન્ટ ,નંબર એક હોસ્પીટલના બીછાને થી પૂરાં પરિવાર વાચ્ચેથી ભાગેરથી શેઠાણીએ અમરચંદ શેઠે ૬૦ વર્ષથી પકડેલા હાથને હાથ તાળી દઇ ગયા. ભારે હૈયે અમદાવાદ અાવી વિધીઓ પતાવી . અમદાવાદની અા પ્રતિષ્ઠત હવેલીમાં ઇટાલીયન જુમ્મરોનો પ્રકાશ યથાવત્ ફેલાતો પણ એક ગજબનો સન્નાટો દરેક અનુભવતાં . અાવા સંજોગોમાં પણ જે બાની સાથે જે નાનપણથી જોડાયેલી તેની વ્હાલી પૌત્રી લાંમ્બો સમય ફોન પર વાતચીતમાં ગાળતી ,રૂમમાં ભરાય રહેતી રીટાને મા પુછતાં

" કોની સાથે અામ વાતો કરે છે બેટા ? "

" ેક મારી ફ્રેન્ડ સાથે " ટુંકમાં જવાબો મળતા.

બાના બારમાં સુધીમાં ચકોર રસીલા શેઠાણી ને કાને બહારથી પણ રીટા વિશે ટીપ્ણીઓ સંભળાઇ ,રીટા સથે વાત કરી મમ્મી - પપ્પા દાદા સાથે બેસી પૂરી ચર્ચા થઇ ,દાદાજીને સાથે ભણેલો જતિન અેડવોકેટ જગુ વોરાનો પુત્ર છે જાણી મન ખાટુ થયું , કારણ જગુ વોરા સ્મગલરોનો માનીતો વકીલ તરીખે નામી હતાં , અને તેવર પણ તેવાજ રહેતાં , શ્યામ ,દામ ,દંડ ,ભેદ . અાચરી કેસ જિતવો જ તે તેમની એક શાખ હતી. અને એવાજ મોટા માથા સાથે બેસઉઠ વધું હતી . એક વાર મિલના લેબર યુનીયનના પશ્ર્ને તડફડ થઇ ગયું હતું તેવું દિકરા વિનયને યાદ અપાવ્યું પણ દિકરી રીટાના શરીર સામુ જોતાં પણ એક જ વિચાર અાવતો " કે કોણ હા પાડશે ? "

બાના ગયાના ત્રિજા મહિના બાદ એક સાંજે જતિનને ઘેર બોલાવ્યો ,તો તેના ફાધરે કહેવડાવ્યું કે

" તમારી દિકરીયે મારા દિકરાને પસંદ કરી જ લીધો છે , તો હવે તમારે અમારે ઘેર અાવવું જોયે ,કે તમારી દિકરીયે કેવૂં ઘર ગોત્યું છે ? "

" અાપ સર્વ અાવો અાપણે મળીયે ." વિનય શેઠે ગમ ખાય ફોનમાં કહ્યું

" શેઠ અાપણે તો શહેરના નાના મોટા ફંકશનો માં મળીયે જ છીયે ને ? ,અાતો તમે દિકરી કેવા ઘરમાં અાપોછો ? તમારી દિકરી રહી શકે તેવૂં ઘર છે કે નહીં તે તો જોશોજ ને ? "

" હંમમમમમ હા ના ના " ટૂકાં જવબો સાથે ફોન પૂરો કર્યો . અને નકકી કરેલ દિવસે જતીનને ઘેર વિનયશેઠ ,રસીલા શૈઠાણી ફળ ફ્રુટ ,ની ટોકરીયો સાથે પહોંચ્યાં . વાતચીતમાં સતત જગુભાઇ વેવાઇ,વેવાણ ના જ સંબોધન કરે રાખ્યું કારણ કન્યા મુર્તીયાએ નકકી જ કરી લીધું છે અાપણે તો સહી સીકકા જ કરવાંના છે કહી જતીનને ઉભો રાખીને વેવાણ રસીલાબહેન પાસે લીલુનાળીયેર અને સવા રૂપીયો પકડાવી વેવીશાળ ના સંબંધ પર ભારપૂ્ર્વક સિકકો મારી મોમાં ગોળ મૂક્યો. મૂછને વળ ચડાવતાં રહ્યાં .

કપાળ પર કંકુ ચોખા ના એડવોકેટ જગુ વોરા તરફથી થોપેલા સિકકા સાથે પોર્ચમાં ગાડીમાંથી ઉતરતાં મમ્મી પપ્પાને જોઇ રીટા મો પહોળું કરી ઉપર વજનદાર હથ મૂકી માના ગંભીર મુખ જોતી રહી ,અને અમરચંદ શેઠ હબ્બક ખાય બોલ્યાં

" હું હજુ હયાત છું , અને મને અવગણ્યો ? " અને નારજ થઇ પોતાના રૂમમા જતાં રહ્યાં તેની પાછળ વિનય શેઠૈ જઇ પોતાની લાચારી ની વાત કરી . વાત પૂરી કરતાં એટલું જ બોલ્યાં કે

" વકીલ જગુ વોરા અાપણો કેસ જીતીને અાપણને હારનો હાર પહેરાવ્યો ." ચાલો જે થયું તે , દિકરીના સુખ ખાતર બધાએ પોતાનો રાજીપો જ બતાવ્યો.

' જતીન કુમાર 'બની હવે ' અમર વિલા 'માં જતિનને રૂઅાબભેર રોકટોક વગર અાવવાનો પરવાનો મળી ગયો , રીટાને હવે " કરલી દુનીયા મુઠી મેં " નો અહેસાસ થયો , વિનુશેઠ ,શૈઠાણિને અંદરનો અકથ્ય ડર ડરાવતો રહ્યો . છતાંય હસતાં મોં એ અાવેલ પ્રસંગ પતાવ્યો જ. દિકરી રીટાને સાસરે વિદાય કરી અમર મહેલના અાંગણાના સૂના મંડપમાં અમર શેઠ અને વિનય શૈઠ હિબકે ચડી રડી લિધુ .

રીટા-જતીને લગ્નની પહેલી એનવરસરીએ અમરચંદ શેઠના હાથમાં પ્રપૌત્ર ' પરમ' ના પારણાંની દોરી ધરી , હળવેથી મોટી રકમના ચેક પર સહી કરાવી ગીફટચેક અંકે કરી લીધો . ડીલીવરી બાદ રીટા સાસરે ગઇ જ નહી , નાની જગ્યામાં બાળકનો ઉછેર બરોબર ન થાયના બહાને અમરવિલાની બાજુનાજ અાલીશાન બંગલામાં જતીને પોતાના ગોરખ ધંધાના શ્રીગણેશ કર્યા . હવે મિલો ,કારખાના ,કેમીકલ પ્લાન્ટમાં પણ અાંટા ફેરાં કરવા લાગયો . અને અમરચંદ શેઠના નિધન બાદતો તેને છૂટો દોર મળી ગયો , વિનયશેઠ પર દાદાગીરી કરી ઓથોરીટી લખાવીને બેઉ બાપદિકરાએ બધુ ઉસડી વિનુભાઇને લોકનજરે લાચારી માં હડસેલી દીધા.

રીટાને પણ પોતાના પ્રેમ અને પ્રેમીની બદ રમતનો ઇરાદો ખ્યાલ અાવ્યો જતિન તેને પણ ઇમોશન્લ બ્લેક મેઇલીંગ કરતો , અસલામતીથી પીડાતી રીટા હતી તેનાથી ડબ્બલ બોડીમાં થઇ ગઇ , હવે ખુલ્લે અામ જતીન તેને ડન્ડલોપ કહેતો , બેઉ વચ્ચે એક દિવાલ રચાઇ ગયેલ એક બાદ એક મીલો ,કારખાના ,ઓફીસો વેહેંચાતી ચાલી . વિનયશેઠ ડાયાબીટીસ , હાઇ બી..પી , અને એલઝાઇમરના રોગના ભોગ બન્યાં .

અાજે અમરવિલા અને પરમ વિલા ની વચ્ચે એક ઉચી દિવાલ રચાઇ ગઇ છે . વિ નય શેઠના પુરાં ધંધાને અલીગઢના મોટા તાળાં જમાઇરાજે લગડાવી દીધાં શેઠાણી ના લોકરના ખાના ખાલી કરાવ્યાં અોફીસ્યલી બધું પરમના નામે ટ્રસ્ટી જતિન જગુભાઇ વોરા .કરી કરોડોની મતા હાથ વગી કરી , અારામથી રીટાનો કાંટો મહારાજને મોટી રકમ અાપી જમવામાં ગડબડ કરાવી અનંતની વાટે પહોચાડી . જુના મિત્રો સાથે બ્લેક , બ્લ્યુ લેબલના નશામાં વાત વાતમાં કહી દે કે

" શુ હં મુરખો હતો ? કે એ ગાદલાનો ભાર વેઢુ ? હેં ? એશ …..એશ કરવાં જ અા કારસો રચેલો . ફ્રેન્ડ શું ? ને ફ્રેન્ડ શિપ કેવી. ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.