“બીજ” કુંપણ ફૂટ્યાનો લ્હાવો

"બીનલ , રહેવા દે એ દાડમડીને વિંખ્યા ના કર.." ના, બા, "હું તો ગણતી હતી કેટલાં દાડમ લાગ્યા છે તે." તે હેં બા, આ એક દાડમને કપડું કેમ બાંધ્યુ છે..??? "મંકોડા કોતરી ના ખાયને એના બીજ સારા મળે એટલે...." "ઓહ,!! એમ છે..ભલે હવેથી નહીં વિંખું . ઉના શ્વાસો અને ગળે ભરાયેલા ડૂમા સાથે પથારીવશ બીનલની પાંપણો ના અથાગ પ્રયત્નો પછી પણ બે આંસું ટપકી પડ્યાં.. કારણ ,,,, ભૂતકાળની આ વાતો હવે એનાય જીવનમાં બની રહી હતી... વિકેન અને બિનલ માતા-પિતાના મન રાખવા ખાતર એકમેકને મળવા રાજી થયાં હતાં. પણ, પહેલી નજરમાંજ એકમેકને ગમવાનું કારણ એ જ હતું કે બન્ને સ્પષ્ટવક્તા હતાં. કોઇએ કશું છુપાવ્યું ન'તું. એક વર્ષ વીતી ગયું. સાવ સામાન્ય આર્થિક સ્થિતીવાળા બન્નેના લગ્ન લેવાયાં થોડાક સાદગીથી , એમ કહીએ તો ચાલે..બન્ને ખુશ હતાં વિકેનને બેંકમાં જોબ મળી ગઈ તો બિનલ એક ખાનગી શાળામાં ક્લાર્કની જોબ કરવા લાગી.. પાંચ વર્ષ વિત્યા. હવે ઘરમાં કિલ્લોલની ખોટ સાલવા લાગી હતી.. ડોક્ટરની સલાહ લીધી ટેસ્ટ કરાવતાં બિનલને નાની એવી ખામી જણાઇ. "સારવારથી આવી જશે" ડોક્ટરે બન્નેને કહ્યું. ડોકટરે એક દિવસે ખુશખબર આપી.. પથારીમાં સુતેલી બિનલને વિકેન હળવેથી ચુમી ભરી.. હાશ, હવે કોઇ કમી ના રહી જીવનમાં " મનમાં બિનલ વિચારતી આરામ કરવા લાગી..." જો હવે તારે આરામ જ કરવાનો છે જોબ નહી.. વિકેને બિનલને કહ્યું... અને તેણે હકારમાં પાંપણો બીડીને સંમતિ આપી... નિયમિત સોનોગ્રાફીમાં બાળકને માથાના ભાગે મોટી ગાંઠ જણાઈ. " ચાર માસના ગર્ભને જીવનું જોખમ તો છે જ સાથે સાથે બિનલને પણ.". ડોક્ટરે કહ્યું.. પોતાના અંશને બચાવવામાટે બિનલ જીદે ચડી.. "જો બિનલ. આમ પણ બાળક લાંબું જીવી નહી શકે રિપોર્ટ પરથી લાગે છે ડોક્ટરે કહ્યું છે..અને અધુરા માસે ડીલીવરી કરાવાઈ. બહાર આવ્યા બાદ દસેક મિનિટ બાદ બાળકના શ્વાસ બંધ થઈ ગયા હતા....બિનલ રડતી રહી..કેટલાક ટેસ્ટ કરાવવાના બાકી હોય નાનકડા ટબમાં મુકેલ નાજુક ફૂલ જાણે ઉંઘતું હોય એમ જ લાગતું હતું...એની ખોપરીની બહાર એક માંસના લોચા જેવું કશુંક હતું . જેની તબીબી પરિક્ષણની રાહ જોવાઈ રહી હતી... ઇંજેક્શનના ઘેન ઉતરતાં બિનલના ડુસ્કાં દરેકનું હૈયું હચમચાવી દેતાં હતાં ઘરને ચહલપહલ જરાક થંભી ગઈ હોય એમ લાગતું હતું... સમય વિત્યે બન્ને ફરી પોતપોતાના કામે જવા લાગ્યાં... બિનલને બહુ અગવડ ના પડે તે હેતુથી એક સારા ઘરના કામવાળા બેન ને રાખ્યા.. રસોઇકામ પણ કરે ... ઘરના એક સભ્યની જેમ થઈ ગયાં હતાં બે વર્ષ પછી અચાનક એની તબિયત ખરાબ રહેવા લાગી... એ પોતાની દીકરીને ક્રિશ્નાને લાવવા લાગ્યા. એ હંમેશાં "કહેતી હું મારી દીકરીને આ કામ નહી જોડાવા દઉં.. એ ભણે એટલું ભણાવીશ બેન, તમારા જેમ નોકરી કરાવીશ જો જોને..:પણ એ સપનું રોળાતું લાગ્યું .ક્રિશ્ના સમય મળે મેગેઝિન / પુસ્તકો વાંચવા લાગી જતી,, ક્યારેક બિનલની સંમતિથી ઘરે પણ વાંચવા લઈ જતી.."કેટલી નમણી નાજુક છોકરી છે" બિનલ વિકેનને કહેતી.." લાંબા કાળા વાળ અને ઉંચાઈમાં પણ બિનલ જેવી જ હા. રંગ જરાક ઘઉંવર્ણો.. પણ જરાક લંબગોળ ચહેરા પર મોટી આંખો અને હા, હસતી ત્યારે હોઠ ના જમણે ખુણે એક તલ પણ હસી ઉઠતો.... અને એક દિવસ, ક્રિશ્ના માતા એને છોડીને ચાલી ગઈ હંમેશ માટે. ક્રિષ્ના સાવ એકલી પડી.શોક સંતપ્ત ક્રિષ્નાને ઘરે જઈ બિનલે અશ્વાસન આપ્યું અને જો એનું મન માને તો પોતાને ઘરે આવવાનું કહ્યું. થોડોક વખત વિત્યા પછી બિનલે ફરી ગાયનેક ડોક્ટરને મળી.ડોક્ટરે ચેક અપ કરતાં એના ગર્ભાશય ને નુક્સાન થયું છે એમ જણાવતાં સારવાર કરાવવાની સલાહ આપી... દવા/ ઇંજેક્સનો ચાલુ થયા... ક્યારેક સકારાત્મક પરિણામની આશા સાથે બન્ને દિવસો વિતાવવા લાગ્યા... દરમ્યાન નાનક્ડી સર્જરી કરાવી તેને કારણે બિનલને બેડરેસ્ટ કરવાની જરુર પડી...હવે કૃષ્ના યાદ આવી.. એણે વિકેનને ક્રિશ્ના ને બોલાવી લાવવાનું કહ્યું. બિનલને અજુગતું લાગતું હતું.છતાં પરિસ્થિતી જોતાં .વિકેન એને તેડી લાવ્યો...માતાના અવસાન પછી ક્યારેક જ આવતી ક્રિષ્નાને હવે કાયમ પોતાની સાથે રહેવા બિનલે મનાવી લીધી.. અહીં પોતાની જાત મહેનતનું કમાઈને ખાવાનું એને ગમ્યું...બિનલે એક રુમ એને જ આપી દીધો .બને માલિક-નોકરાણી નહી પણ સખી થઈને રહેતી હતી... ક્રિષ્ના ખુબ ખ્યાલ રાખતી અધુરો પણ નર્સિંગનો અભ્યાસ એને કામ લાગ્યો.આમ પણ વિકેન કામમાં ગળાડૂબ રહેતો હતો. "બિનલને સારું થતાં ખુબ દિવસો નીકળી ગયા..."સારું છે પણ સંપુર્ણ સારું તો ના જ કહેવાય"ડોક્ટરે વિકેનને કહ્યું.. કશીક ગરબડ છે તમે એને બીજા કોઇક મોટા ડોક્ટરને બતાવો કદાચ ગર્ભાશયમાં તકલીફ વધી છે... બીજ બને છે પણ ટકી શકતાં નથી.." વિકેન અને બિનલ શહેરના ધમધોકાર પ્રેક્ટિશ ચલાવતા ડોક્ટર વિકાસને મળ્યા.તેણે ગર્ભાશય નબળું પડી જવાનો રિપોર્ટ આપ્યો અને સંતાન રહેવાના નહિવત ચાન્સ કહ્યા. બિનલ સતત તાણ અને ચિંતામાં રહેતાં શરીર પર પણ અસર વર્તવા લાગી... "ક્રિષ્ના, ઉપરનો રુમ સાફ કરવા આવે ત્યારે કોફી લેતી આવજે. આજે મારે બહુ કામ છે હું મારા સ્ટડીરુમમાં છું”...કહી વિકેન ગયો.. બિનલને ફ્રુટ જ્યુસ આપી ક્રિષ્ના સાફ સફાઈમાં જોડાઈ. તેં કશું લીધું કે નહી ?જ્યુસ ખતમ કરતાં બિનલે ક્રિષ્નાને પુછ્યું. "હુ લઈશ દીદી.. તમે ચિંતા ના કરો.. ના ,ના તું પહેલાં ચા નાસ્તો કર અને હા, તારા સાહેબને કોફી આપવાનું ના ભુલાય..’સારું થયું યાદ દેવડાવ્યું હું ભુલી જ જાત... કહી ઉપરના માળે આવેલ સ્ટડીરુમમાં ક્રિષ્ના કોફી મુકવા ગઈ..ફાઈલ મુકવા જતાં વિકેનનો હાથ ક્રિષ્નાના શ્યામવર્ણા હાથને અડ્યો.. સુંદર અણીદાર નાક અને ગોળ આંખો જરાક ઓઝ્પાઈ.. હળવા સ્પર્શે ક્રિષ્નામાં અજબ અનુભુતિ કરાવી... ચાર આંખો કશોક સંવાદ કરતી ગઈ.. ઝડપથી પગથિયા ઉતરતી ક્રિષ્ના આજે ખુબ સુંદર લાગતી હતી... વિકેને જાત પર કાબુ મેળવી ક્ષણભર અનુભવેલા રોમાંચને ખંખેરી નાખ્યો. માતાના આવસાન પછી આશરો આપનારાંનો આભાર પણ માનતી: “તું છે તો મારું ઘર અને બિમારી સચવાય છે”...કોણ જાણે કેમ પણ બિનલને હવે પોતાની જીંદગી પર વિશ્વાસ ન રહ્યો.. એને થતું હવે સંતાન નહી આપી શકે.. .ડોકટરે છેલ્લો ઉપાય બતાવ્યો હતો "સરોગેટ મધર", પણ એવું કોણ વિશ્વાસપાત્ર હોય જે આ માટે તૈયાર થાય..? એને ક્ષણ એક તો ક્રિષ્નાનો વિચાર આવ્યો પણ.....રખેને ક્રિશ્ના માની બેસે કે એને છત અને આસરો આપીને એનો દુરુપયોગ કર્યો. એને વિકેનને બાળકો ખુબ વ્હાલાં.. ક્રિષ્ના હવે ઘરની બધીજ જવાબદારી નિભાવતી. ઘણું ખરું વિકેન બિનલને ગમતી વાતો કરતો એ ઉંઘે પછી જતો. બિનલને પોતાના કામના ભારણને લીધે તકલીફ ના થાય તે હેતુથી તેને સ્ટડીરુમને જ નાનકડી ઓફિસ બનાવી દીધી હતી.. ક્યારેક વહેલી સવારે કસરત પછી જ્યુસ પીવાનો આગ્રહ રાખતો. ક્રિશ્ના ને બિનલે મોકલી.. આજે તેને જરાય સારું લાગતું નહતું તે પથારીમાં પડી રહી... "કેમ દીદી આજે વધારે તબિયત ખરાબ છે..??? " ઉપર જ્યુસ આપવા ગયેલી ક્રિષ્નાએ ઘણીવાર પછી આવીને સવાલ કર્યો. તેના અવાજમાં અજબ ઉત્તેજના અનુભવી ..."હા આ બિમારી અને જીવવા નહી દે એમ લાગે છે" "એમ ન બોલો દીદી" કહી ક્રિશ્નાના પગનો તરવરાટ બિનલની માંદલી આંખોથી છાનો રહ્યો નહતો.તે ક્રિશ્નાને દાડમની છાલ ઉતારતાં જોતી રહી..."કોતરી નથી ખાધેલુંને દાડમ..? બિનલે અચાનક પૂછી નાખ્યું..ના દીદી એકદમ મસ્ત છે કેમ ?,કોણ કોતરી ખાવાનું એને ? કંઈ નહી ક્યારેક જીવજંતુ કોતરી ખાય એટલે પુછ્યું. વાડામાં કોણે ધ્યાન જ આપ્યું છે કેટલાય વખતથી... “હું રોજ જોઉં છું રોજ દીદી તમે બેફિકર રહો..લો આ રસ પીઓ”.. કહી એ ચાલી ગઈ પણ ને વિચારતી કરી ગઈ...મનેય લોકો કેવું કેવું કહેતાં અધધ સલાહો અને સુચનો અને ક્યારેક આડકતરી રીતે મહેણા પણ.. એ બધું મનને પહેલેથી જ ખોખલું કરતું રહ્યુ હશેને. ? શરીર તો હવે ખોતરાઈ ગયું જાત જાતના અખતરાઓ અને ઓપરેશનોથી. એક દિવસે સવારમાં ઉલ્ટીના અવાજ આવતાં વિકેન ઝડપથી બિનલને જોવા આવ્યો શું થાય છે.?? બિનલને માથે હાથ પસવારતાં પુછ્યું. "મને કંઈ નથી થતું ક્રિષ્નાને થાય છે ઉલ્ટી" બિનલે સુચક રીતે કહ્યું" દવા લઈ લેજે. કહી એ ઓફિસે જવા નીકળી ગયો.. આખો દિવસ ક્રિષ્ના બેચેનીમાં રહી સાવ આમ કેમ થવા લાગ્યું..? સાંજે રસોઈ વખતે એ અજાણપણે આમલી ખાવા લાગી... બિનલથી આ બધું છાનું નહતું..નફરત કરું કે ખુશ થાવું . એ દ્વીધામાં હતી. “સાહેબ આવે ને એટલે એમની કોફી અને નાસ્તો તૈયાર જ રાખજે અને હા, તું પણ દુધ પી લેજે. “કેમ દીદી દુધ?? હું તો ચા પીઉં છું...?” બસ, એમ જ કીધું ને દૂધ પીજે.. જરાક હક્કથી બિનલે કહ્યું ક્રિષ્નાને આ ગમ્યું... બિનલના પલંગ પાસે જઈને વિકેન પણ કોફી પીધી. કહી વિકેન જતો હતો ત્યાં બિનલે એનો હાથ પકડીને બેસાડી દીધો.." મારે તમને એક વાત કહેવી છે" હા, બોલને, મને ખબર છે,પહેલાં એકદમ સારી તો થઈ જા..." વિકેને કહ્યું. બીજી સવારે બિનલે અચાનક પેઢામાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી અને વિકેને તાત્કલિક તેના ડોક્ટરને ફોન કરીને હોસ્પિટલ આવવાનું કહ્યું... ડોક્ટરે તાત્કાલિક ઓપરેશનની સલાહ આપી.. અને બિનલને ઓપરેશન થીએટરમાં લઈ જવામાં આવી...સ્ટ્રેચર પર સુતા પહેલાં જ બિનલ અસહ્ય દર્દ છતાં પણ વિકેનને કહ્યું" મને વચન આપો કે હું કહીશ એમ જ કરશો" વિકેને બિનલના સંતોષ ખાતર વચન આપ્યું ..

“બિનલે કહ્યું:તમે ક્રિષ્નાને લઈને નવું જીવન શરું કરજો.. " કેમ આમ બોલે છે” ?વિકેને અકળાઈને પુછ્યું. .”એને જમાનાની કોતરી ખાતી નજરોથી બચાવવાની જવાબદારી તમારી.” સાંભળી વિકેનને કાપો તો લોહી ના નીકળે તેવી પરિસ્થિતિનો આભાસ થયો... શું કરવું એની ખબર જ પડી... ક્રિષ્નાને થોડીક સુચનાઓ આપી એ ફરી બિનલની સાથે રહેવા ગયો સ્વસ્થતા કેળવવા માંગતો હતો... વિકેનને પોતાને જાત પર તિરસ્કાર થયો.. એકવખતની ભૂલ પણ બિનલને નજરે ચડી ગઈ છતાં તેને કદીયે લાગવા દીધું નહતું.!! તો ક્રિશ્નાએ કેમ કશું કહ્યું નહી... એ તિરછી નજરે ક્રિષ્નાને જોઇ રહ્યો હતો, હજી તો માંડ એક્વીસ વર્ષની એ નમણી યુવતી હકીકત જાણશે તો શું વીતશે એના પર..?? ઓપરેશન દરમિયાન જ બિનલે દમ તોડ્યો... અહીં બિનલ સંપુર્ણ સંતોષ સાથે જાણે ઉંઘતી હતી.... ક્રિશ્ના ખુબ રડવા લાગી... મા-બાપ વિનાના વિકેને પોતાના મામા- મામીને જાણ કરીને બોલાવી લીધા.

લૌકિક રિવાજો અને વિધિ પછી અચાનક મામા-મામીને એને કહ્યું" મારી ટ્રાંસફર થઈ છે .બીજા રાજ્યમાં.મામા મામી બન્ને જોબ કરતા હોય વિકેનને પોતાનો ખ્યાલ રાખવાનું કહ્યું... બે દિવસ પછી તેને ક્રિષ્નાને અંતિમ વચનની બધી વાત કરી અને પોતાની સાથે જ રહેવાની સંમતિ માંગી...ક્રિષ્ના મનોમન વિકેનને ચાહતી જ હતી પણ માલિક નોકરના નાતે એણે કદી લાગવા દીધું નહતું.. ક્રિશ્નાને થોડીક સમજ પડી ત્યારે લોકોની નજરના પ્રશ્નોના જવાબ આપવાને બદલે ..... રાતની ટ્રેનમાં વિકેન અને ક્રિષ્ના કટિબધ્ધ હતાં બિનલના અંશને સાચવવા... ચંદ્રલેખા..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.