ધરું આચમન ...!

બોળી પીંછી આભ ચિતરશું, લાવ રંગ માં પાણી

દર્દનો અણસાર આંખ આઇનો, સર્યુ કાગળે પાણી..(૧)

ભરે ગાગરે રાધિકા પનિહારી, ભીંજી ઘાઘરી પાણી

સૂરજ સામે માંડો નજરૂં, ઝૂકી નજરે દડ દડે પાણી..(૨)

પર્વત દૂહિતાની પૂજા અભિષેક, શિવજી ને શિર પાણી

તોરણ થઈને લટક્યું ડાળે, બરફનું ટપક્યું રે પાણી...(૩)

ઉગે ડાયમંડ થઈ ઝાંકળ, વરસાવે વ્હાલ પર્ણે પાણી

સરસર સરક્યું રડતી આંખે, ખુશી લાગણીનું પાણી..(૪)

ઉગ્ર બન્યું ઇશ્વરનું પાણી, બને સુનામી ડૂબાડે પાણી

ટકરાઈ નજરું ઘાયલ હૈયે, વહે લોહીની ધાર પાણી..(૫)

ખળખળ વહ્યું બાપનું વ્હાલ, દીકરી થી પાણી પાણી

મીઠા વગરના કહી ઉશ્કેરે, ને માપે કોઈ કોઈનું પાણી..(૬)

ઝરણા સંગ ઉછળે નદી ધસમસતી સાગરે ભળે પાણી

તરે કાગળની નાવ, કરો છબછબિયાં જુઓ હસાવે પાણી..(૭)

આકાશે થી ધસી ગંગા, ચંદ્રમૌલી ની જટામાં પાણી

સમાઈ શિરે તોય વહી, આંખોમાં રુવે તરસ્યું પાણી...(૮)

વગર પરબે જળ તરસે ધરા, ફાટે સૂકી વાદળીએ પાણી

ધકેલી દે શબને કહી નથી જગા ખાલી, તરાવે પાણી...(૯)

ચકળવકળ આકુળ વ્યાકુળ આંખે, તરસે માનવી પાણી

અછત થઈ રહી વિશ્વમાં, ચાલો બચત કરીએ પાણી..(૧૦)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.