‘અથડાતી-પછડાતી, શાંત છતાં બળવાખોર પણ કન્ફ્યુંઝીંગ યુવાની!’


સાંજે લગભગ ૭.૩૦ વાગ્યા છે, અમદાવાદ શહેરનાં યુનિવર્સીટી રોડ પર રસ્તાની એક બાજુ એ રોજનાં ક્રમ મુજબ બાઈક પાર્ક કરીને છોકરો-છોકરી બેઠા છે,સામાન્ય લોકો અને હપ્તાખાઉ પોલીસ હવાલદારોની ભાષામાં ‘કપલ’ વચ્ચે સખત ઝઘડો ચાલી રહ્યો છે,છોકરીનાં ઘરે થી વધુ પડતા નિયંત્રણોથી બંને અકળાયેલા છે! બંને હજુ એટલું કમાતા નથી કે બધું છોડી-છાડી ને લગ્ન કરી શકે. છોકરો ઓલરેડી છોકરીનાં રોજ બદલાતા મૂડ અને બીજી ૩-૪ પ્રકારની પઝેસીવનેસથી પરેશાન છે! બંને માંથી કોઈ પાસે નક્કર કહી શકાય એવું સોલ્યુશન નથી, પરિણામે દર થોડી વારે આવી ચડતા બાળમજુરી કરી પાણી નાં પાઉચ વેચતા નાના છોકરાઓ પર એનો ગુસ્સો નીકળે છે.

*******

રાત્રે ૮.૩૦ વાગ્યે વિદ્યાનગરનાં એલીકોન ગાર્ડન અને વડોદરાનાં કમાટીબાગમાં પણ આ જ દ્રશ્યો ભજવાઈ રહ્યા છે, ફર્ક ફક્ત બદલાતા પાત્રોનો છે, સ્ક્રીપ્ટ અને સ્ટોરી એ જ છે. ઢળતી સાંજે બેસેલા આવા જુવાનીયાઓમાં મજબુરીનાં પ્રતાપે પોતાના ફ્યુચર કરતા કોઈ જાણિતી વ્યક્તિ અહીં બેસેલા નાં જોઈલે એનું ટેન્શન વધારે છે!

********

વેલ, ઉપરની બંને પરીસ્થીતી રિલેશનશીપમાં રહેલા યંગસ્ટર્સને જરૂર જાણીતી લાગશે,તો ઓલરેડી ઠરીઠામ થઇ ગયેલા ઠાવકા માં-બાપો ને આ કોઈ સમસ્યા જ નહિ લાગે, ઉલટું ‘આ તો નરી બેજવાબદારી ભરેલું એક દિશાહીન જોડું છે, જે આગળ જતા જીંદગીની ખુબ પછડાટ ખાશે પછીજ કેટલી વીસે સો થશે એનું ભાન આવશે’, કહી ને ઉતારી પાડશે. આ કોલમ માં જ અગાઉ કહેવાયું હતું એમ દંભ એ આપનો રાષ્ટ્રીય ધર્મ છે. દેશ નાં યુવાધન નાં વખાણ કરવા અને એની ખરી સમસ્યાઓને પારખી એનું સોલ્યુશન લઇ આવવું એમાં કથની-કરણીનું સદીઓ નું અંતર છે.

ગુજરાતી સાહિત્ય કે કોલમ લેખનની જ વાત કરીએ તો યુવાનો વિષે બે જ પ્રકાર નું હમેશા લખાતું આવ્યું છે, યા તો યંગસ્ટર્સની ખોટી વાતો-આદતો ને પણ ‘સ્પીરીટ’ અને ‘સ્ટાઈલ’ નાં નામે છાવરતા લખાણો લખાય અને યા તો સમજ્યા વિચાર્યા વિના પશ્ચિમી સંસ્કૃતિને ભાંડતા વાંઝિયા લખાણો વાંચવા મળે! યંગસ્ટર્સની ખરી સમસ્યાઓ જાણવા અને સમજવા માટે એ લોકો ની પાસે જવું પડે. ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જીનીયરીંગમાં એડમિશન વખતે કમ્યુટર લેવું કે ઇલેક્ટ્રોનિકસ,એરોનોટિકલ લેવું કે ટેક્સટાઇલ, કેમિકલ લેવું કે મિકેનીકલ કે પછી ઓટોમોબાઇલ, વેલ કોણ સાચી સલાહ આપે છે?

૨૦-૨૫ વર્ષની વયે યંગસ્ટર્સએ ફેસ કરવા પડતા પ્રોબ્લેમ્સ પર એક નજર નાખો, મામલો આપોઆપ સમજાઈ જશે. કેરીઅરની સાચી દિશા લેવાનું ટેન્શન, શરીર માં બાયોલોજિકલ ફેરફારો આવતા હોઈ સેક્સ્યુઅલ વિચારો રિલેટેડ કન્ફ્યુંઝન્સ અને પ્રોબ્લેમ્સ,માં-બાપની અપેક્ષાઓ પૂરી કરવાનું ટેન્શન, ૭.૫-૮.૫ ગ્રેડ જ લઈ આવવાના સેલિંગની નોકરી જેવા ટાર્ગેટ્સ, અરે છોકરીઓને પિરિયડસ્ વખતે કોલેજમાં કેમ જાતને સાચવવી કે અસહ્ય દુખાવા વખતે ગોળી લેવી જોઈએ કે નહિ એ માર્ગદર્શન કોણ આપે છે? અથવા ક્યાં અપાય છે?, ચર્ચાઓથી જાણે બધે છળી મરાય છે! ૨૦ વર્ષે બાઈક લઇ આપતા માં-બાપ એ લાવી આપીને જાણે છટકી જાય છે, પણ પ્રોપર ડ્રાઈવિંગ મેનર્સ ક્યારે સમજાવે છે,ક્યાંથી સમજાવે જયારે ખુદ ડ્રાઈવિંગ કરતા ગરદન ત્રાંસી કરી કાનમાં મોબાઈલ ખોસીને વાત કરતા હોય.

કોલેજ કેમ્પસમાં ચાલતી લવ(?), ફીલિંગ્સ અને બ્રેક-અપ્સની પ્રમાણમાં ગાંડી-ઘેલી લાગતી ચર્ચાઓ અને છોકરીઓની રડારોળની કેટલા પ્રોફેસરોને જાણ કે સીરીઅસનેસ હોય છે? ક્યારેક જરૂર આવું ફીલ થાય કે વેજી.સ્પ્રીંગ રોલ થી આઈ-પિલ વચ્ચે જીવતી આ કન્ફયુઝ્ડ અને ઓવર કોન્ફીડેન્ટ જનરેશનને જો સહેજ પણ વ્યવસ્થિત રીતે કલ્ટીવેટ કરાય તો કયા લેવલની એક બ્રિલીયન્ટ સોસાયટી બને. આ જનરેશન બધું જ જાણે છે, સમજે છે. એનામાં લવ કરવાની તાકાત છે, તો મા-બાપ ને પણ કહી જાણે છે, મોટા શહેરોમાં તોતિંગ ભાડા ભરીને પણ બંને જણ જોબ કરીને પણ વ્યવસ્થિત રીતે રહેતા યંગ કપલ્સ ક્યાં નથી જોયા?

લો-નેક ટી-શર્ટ અને ઓફ શોલ્ડર ટોપ્સ કેવા સેક્સી અને અરુચિકર લાગે છે ની ચર્ચાઓ થી ઉપર ઉઠવામાં આવશે તો જ આ જનરેશનને સમજી શકાશે.

સ્ટ્રોબેરી ફ્લેવરની લોલીપોપ જેવા ‘માં-બાપ ને ભૂલશો નહિ’ પ્રકારના દર અઠવાડિયે થતા સંગીત કાર્યક્રમો જ બતાવે છે કે કઈ હદે જનરેશન ગેપ પ્રવર્તે છે. ચંદ્રકાંત બક્ષી કહેતા એમ ગુજરાતી એક આવી પ્રજા છે કે જે બેડરૂમમાં ટેક્ષની અને ઓફીસમાં સેક્સ ની ચર્ચા કરે છે!

નવરાત્રીની રાત હોય કે CATની પરીક્ષાની તૈયારી, આ યંગ જનરેશન હમેશા ફૂલ ફોર્મમાં સજ્જ હોય છે! આપણ ને નવરાત્રીની રાતના પહેરવામાં આવતી બેકલેસ ચોલી જ દેખાય અને સિફત થી MBA કે એન્જિનીયરીંગ ની એક્ઝામ માં એ જ છોકરી એ મેળવેલા ૮.૦ ગ્રેડ (૮૦%) ભુલાય જાય તો વાંક કોનો? ચાલો, ક્યારેક વધતા વૃદ્ધાશ્રમની સંખ્યાની ચર્ચાઓ થી ઉપર ઉઠી યંગ જનરેશનને સમજીએ અને એના વિચારોની અને નિખાલસતાની કદર કરીએ.... બાકી, સમાજ ને ચલાવવાની કમાન આવતીકાલે એ લોકોના જ હાથમાં છે, એ યાદ રાખીએ!

૪૫ ડીગ્રી તાપમાં સોડાશોપની મસાલા સોડા અને ડેવિડ વોર્નરનાં છગ્ગાની ઠંડક વચ્ચે કોલેજની સંભળાતી વાતો,ઓફિસની સફેદ દિવાલો,તો છાપાના પાનાઓમાં સ્વર્ણિમ ગુજરાત! યુથ તો કશ્મીરમાં પણ છે જે પથ્થરબાજી કરે છે, અને યુથ તો ગુજરાતનું પણ છે જે સતત નવું ઇન્નોવેશન કરતું રહે છે, ખુબ ભણે અને ગણે પણ છે! યુથ ટ્વિટર પર બાખડે છે તો કોઈ મોટા કાંડ વખતે એક પણ થઇ જાય છે! યુથ સાથે રાજકારણ ન રમો, એનાં માં બિલીવ કરો, એ હંમેશા તમારા થઈને રહેશે!

પાઇડ પાઇપર:

Be nice to your kids. They'll choose your nursing home.

********************************************************************************************

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.