(આ દેશની નમ્બર વન કોલેજ આઈ ટી આઈ માં આજે એન્જિનિરીંગના કોન્વોકેશનમાં કોર્સ ટોપર બનતા સૌથી વધારે ગોલ્ડમેડલ્સ મેળવનાર સ્ટુડટન્ટ ના ઇન્ટરવ્યૂમાં )


"તમારી આવડી સક્સેસ નો રાઝ શું છે ?તમે તમારા જુનિયર્સને શું સલાહ આપશો ?તમારી સકસેસ સ્ટોરી વિષે અમને કઈક કહો",રિપોર્ટરે પૂછ્યું.મેં કહ્યું ,"મારી સક્સેસ સ્ટોરી થોડી લાંબી છે અને બધા કરતા કઈક અલગ છે". રિપોર્ટરે કહ્યું ,"ના મેડમ આપ કહો ,આપ કેટલા લોકો માટે પ્રેરણાદાયી છો , વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે આપે કેટલી મહેનત કરી છે અહીંયા સુધી પહોંચવા ".મેં કહ્યું,"ના ના મેં હાંસિલ ,મારા કરતા વધારે હાંસિલ કરવાવાળા લોકો છે આ દુનિયામાં પણ હા ચોક્કસથી આમાં મારી એકલીની જ નહિ પણ એક બીજા વ્યક્તિ છે જેની ખુબ મહેનત છે,એ હું ચોકક્સથી કરવા માંગુ છું,જે આ પ્રમાણે છે ".


અમારી જ્ઞાતિમાં છોકરીઓને બહુ ભણાવવા નો નથી ,છોકરી તો ઘરના કામ માટે જ હોય અને એને આખરે એ જ કરવાનું હોય એવી દ્રઢ માન્યતા અને જો છોકરી ભણે તો અમારી જ્ઞાતિમાં કોઈ સારો છોકરો પસંદ ના કરે એટલે હું પણ માત્ર આઠ ધોરણ જ ભણી અને પછી ઘરના કામે લાગી ગઈ અને મને પણ નાનપણથી જ આ જ કામ છે એટલે મને પણ ભણવામાં એટલી રુચિ નહિ એટલે જેટલી મહેનત થાય એટલી કરી બસ સારા ગુણ આવી જાય એટલે ઘણું ,ભણવાનું છોડી હું ઘરના કામે વળગી ,ત્યાર બાદ અમુક વર્ષો પછી મારા લગ્નની વાતો શરુ થઇ ,મને ખરેખર સંકોચ થતો કે કોઈ ભણેલા વાર કરતા અભણ સારું ,હું કેવી લાગુ ભણેલા સાથે એવામાં મારા પપ્પાના એક મિત્ર જેમને એમ.બી.એ કરેલું એમનું કહેણ મારા માટે આવ્યું ,પપ્પા એમને સારી રીતે ઓળખતા જેથી અમારું મળવાનું ગોઠવાયું ,મને તો એમ જ હતું કે હું કઈ એટલી બધી રૂપસુંદરી નથી અને ભણેલી પણ નથી જેથી એ મને કઈ પસંદ નથી કરવાના પરંતુ આની એકદમ વિરુદ્ધ થયું તેઓએ મને હા પાડી કારણકે તેઓને ખબર હતી કે અમારી જ્ઞાતિમાં ભણેલી છોકરી નથી મળવાની અને સંસ્કાર ભણતર કરતા વધારે જ અગત્યના હોય છે.મારા લગ્ન થઇ ગયા પરંતુ એ મારું ખુબ ધ્યાન રાખતા ક્યારેય પણ મને એવો અહેસાસ નહતો થવા દીધો કે હું બહુ ભણેલી નથી અને હું પણ એમને અને એમના પરિવારને ખુબ જ ચાહતી હતી ,એ જ મારા રામ અને કૃષ્ણ હતા ,મેં પણ એમના પરિવાર ને અમુક મહિનામ જ સારી રીતે સમજી અને સાંભળી લીધો હતો.એમના મિત્રોમાં જવાનું હું ટાળતી કારણ કે મને સંકોચ થતો કે હું એમના વચ્ચે કેવી લાગીશ અને મારા કારણે એમની ઈજ્જત પાર કોઈ આંચ ના આવવી જોઈએ।દરેક વખતે હું કોઈક બહાનું બનાવી દેતી પરંતુ આજે એમને કોઈ અવૉર્ડ મળવાનો હતો અને એમના ઓફિસમાં કોઈ એની પાર્ટી પણ હતી, એમને કહ્યું,"આજે તારું કોઈ બહાનું ચાલે ,તારે મારી સાથે આવવું જ પડશે ".તે દિવસે મેં એમને મારા મનની વાત કહી,"ના મારા કારણે તમે હાંસીપાત્ર બનો એવું હું નથી ઇચ્છતી ".એમને કહ્યું,"ના હો એવું કશું જ નથી મેં તારી સાથે લગ્ન કાર્ય છે અને તું જેવી છો એવી સાથે જ કર્યા છે ,મને સ્વીકાર્ય તું હોવી જોઈએ બીજાને નહિ ,તું મારુ આટલું ધ્યાન રાખે એટલે તો આજે મને આ એવોર્ડ મળે છે અને તું ચિંતા કરમાં ,હું તારી સાથે છું ".એમની જીદને કારણે હું ગઈ તો ખરી પરંતુ ત્યાં મારો અને મારી અજ્ઞાનતાઓના કારણે ઘણો મજાક બન્યો ,ત્યાંથી બહાર નીકળતાની સાથે હું ખુબ જ રડવા લાગી અને તો એમને કહ્યું તું રડ નહિ હું તારી સાથે છું અને હવે હું તને ભણાવીશ અને શિક્ષિત બનાવીશ અને તારું માં હું પરત લાવીશ અને આ સમાજને સાબિત કરી આપીશ કે તારું પણ એક અસ્તિત્વ છે અને બસ હવે બહુ થયું.


પછી મારા ભણતરની ફરી શરૂઆત થઇ અને એમાં ઘણી કઠિનાઈઓ પણ આવી ,કારણ કે આવડી મોટી ઉંમરની વિદ્યાર્થિનીને કઈ સ્કુલ રાખી શકે પછી એ જે સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલમાં એમની સારી છાપના કારણે મને ત્યાં દાખલો મળી ગયો અને પછી એ રોજ મારી સાથે મારુ ઘરનું કામ પણ વહેંચતા અને મને ક્યાંય પણ મુશ્કેલી પડે તો મને સમજાવતા અને પરીક્ષા વખતે મારી સાથે જાગતા અને મને પ્રેકટીસ પણ કરાવડાવતાં ,મારા માટે જે પણ બૂક્સ જરૂરી હોય પેપર પ્રેકટીસ જરૂરી હોય એ બધું જ એ લઇ આવતા અને એમની આ જ મહેનતના કારણે હું 10માં ધોરણ માં 91% પાસ થઇ અને એમને કહ્યું મારે તને એન્જીનીયર બનાવી છે અને અમે બંને એ સાથે મળી ને વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન લીધું અને 12 માં માં તો એમને મને આનાથી પણ વધારે પ્રેકટીસ કરાવી પરંતુ 12ની પરીક્ષા વખતે જ હું બીમાર પડી અને બેસીને વાંચી શકું એવી હાલત ના હતી તો એ મને વાંચી ને સંભળાવતા ,મારા પછી સુતા અને મારી પહેલા ઉઠી જતા ,મારુ જ નહિ બધાના ચા નાસ્તા જમવાની તૈયારી પણ એ જ કરી દેતા ,મને પરીક્ષા ખાંડ સુસંઘી મુકવા આવતા અને લેવા પણ આવતા ,આજે મારા 12ના રિઝલ્ટ નો દિવસ હતો હું તો સુઈ ગઈ હતી પણ એ તો આખી રાત જાગ્યા હતા 10 વાગ્યે પરિણામ આવવાનું હતું અને એ 9.30 ના નેટ ખોલીને બેઠા હતા અને આમ તેમ ટહેલતા હતા ,મેં કહ્યું,"ચિંતા થાય છે ?",એમને કહ્યું ,"એવું નથી કે મને તારા પાર વિશ્વાસ નથી પણ મને બોર્ડ પાર ભરોસો નથી શું થઇ જાય ,તને ચિંતા નથી થતી ?".મેં કહ્યું,"ના ".એમને કહ્યું,"કેમ?એટલો વિશ્વાસ છે ".મેં કહ્યું,"ના મારા પર નહિ પણ મને તમારા અને તમારી તૈયારી પર મારા કરતા પણ વધુ ભરોસો છે.તમે મારી સાથે હતા અને છો પછી મારે શી ફિકર ".અને પરિણામ આવ્યું અને હું 93% સાથે મારી શાળામાં પ્રથમ આવી અને મારા જિલ્લામાં બીજા નંબરે આવી ,એ દિવસે એ પણ હરખમાં રડવા લાગેલા ,એમને ફરી એક મિજબાની રાખી અને એમના બધા મિત્રોને આમંત્રિત કર્યા અને એ દિવસે એ એટલા ખુશ હતા કે એટલા ખુશ તો લગ્નના દિવસે પણ ન હતા.


એ દિવસે રાત્રે અમે બંને અગાશી પાર બેઠા હતા અને મેં એમને કહ્યું ,"બસ હવે ખુબ ભણી લીધું હવે મારે આગળ નથી ભણવું ".એમને તરત જ અણગમા સાથે કહ્યું ,"કેમ નથી ભણવું ?કલ સુધી તારે પણ ઈજનેર બનવું હતું તો આજે અચાનક શું થયું, આટલા સારા ગનથી ઉતીર્ણ થઇ આટલી મહેનત કરી કોના માટે અને શેના માટે તારે તારું જ નહિ પરંતુ મારુ પણ સપનું પૂરું કરવાનું છે ,તને તકલીફ શી છે એ કહે ".મેં કહ્યું ,"મને ખ્યાલ છે પણ આપણા સપના કરતા પણ આપણો પરિવાર અગત્યનો છે ,તમને ખબર જ છ એકે અહીં કોઈ કોલેજ નથી મારે ભણવા શહેર માં જવું પડશે અને ત્યારે આપણા પરિવાર નો અને તમારો ખ્યાલ કોણ રાખશે ,આમેય અત્યાર સુધીના મારા અભ્યાસના કારણે તમને અને આપણા પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એટલે હવે બસ અને આમેય તમારા વગર અજાણ્યા શહેરમાં હું કેવી રીતે રહીશ,એટલે બસ હવે હનુ ભણી લીધું ".એમને કહ્યું ,"ના ,પાગલ ના બન ,તારે ભણવાનું જ છે મેં તારા પ્રવેશની અરજી ભારતની સૌથી સારી કોલેજ આઈ ટી આઈ માં કરી દીધી છે અને મારુ ટ્રાન્સફર પણ એ જ શહેરમાં લઇ લીધું છે તારે તારું નહિ પણ મારુ સપનું પૂરું કરવાનું છે ".પછી મારો પ્રવેશ અહીં થયો ,એમના ટ્રાન્સફર અને મારા શહેર આવીને ભણવાની બાબતનો વિરોધ અમારા ઘરમાં ખુબ થયો પણ અંતે બધાને એમને માનવી લીધા અને બધાએ મને ભણવાની બાબતમાં સાદ પુરાવ્યો અમે જ્યારે અહીં આવવા માટે નીકળતા હતા ત્યારે અમારા સમાજે એવી પ્રતિજ્ઞા કરી કે હવે એ બધી જ છોકરીઓને શિક્ષિત કરશે અને છોકરીઓને શિક્ષિત કરવું જરૂરી છે .એમને મારા માટે બધું છોડી મારે સાથે અહીં રહેવા લાગ્યા અને અહીં પણ મને બધી જ જગ્યાએ પ્રોત્સાહન પણ આપ્યું ,તો મારા આ મેડલના સાચા હકદાર તો એ જ છે તો હું તમને બધાને વિનંતી કરું છું કે મારુ આ મેડલ એ પહેરશે ,"અનમોલ ,મહેરબાની કરી અને સ્ટેજ પર આવો "અને એ આવ્યા અને મેં એમને મેડલ પહેરાવ્યું અને અમે બંને ગદગદ થઇ ગયા ,બધા એ વિનંતી કરી કે બે શબ્દો કહો ,એમને કહ્યું ,"હું શું ,કહું આંનદીએ કહ્યું એટલું પણ મેં કોઈ મહાન કાર્ય નથી કર્યું પણ મારા માટે મુજબ ,દરેક સ્ત્રીને પણ સપના જોવાનો અને એને સત્ય કરવાનો હક્ક છે ,ક્યારેય પણ સ્ત્રીને નબળી ના માનો ,તમારી દીકરીઓ કે વહુઓ ભણશે કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવશે તો એ ક્યારેય એની જવાબદારીઓ ભૂલશે નહિ પરંતુ એને વધુ સારી રીતે નિભાવશે અને હું મારી દરેક બહેનોને પણ વિનંતી કરીશ કે ક્યારેય પણ તમને આપેલી સ્વતંત્રતાનો ગેરલાભ ના ઉઠાવતા ,એ તમારા માટે જ નહિ પણ સમગ્ર સમાજ માટે બંધન બાંધનારું છે અને આ સમાજને હું કહીશ કે માત્ર વાતો જ ના કરો પુરુષ અને સ્ત્રીના સમાનતાની પણ એ સાર્થક પણ કરી બતાવો ,એમને પણ ઉડવાનો અને સપના જોવાનો હક્ક છે એમને બાંધી ના રાખો ઉડવા દો જીવવા દો અને તમારા કુટુંબ અને સાંજની પ્રગતિ થવા દો.".પછી મેં કહ્યું ,"પ્રેમ એટલે માત્ર આઈ લવ યુ કહેવાથી કે ફિલ્મી ઢબે ડેટ પર લઇ જવાથી કે ભેટ આપવાથી જ નથી પ્રેમ એટલે તો જે તમને સ્વાવલંબી બનાવે ,દરેક ડગલે તમને સાથ આપે ,તમને નબળા નહિ પરંતુ સબળ બનાવે ,જે પોતાના કરતા પણ પોતાના સાથીદારને ઊંચો લઇ આવવા પ્રયત્ન કરે બસ હવે પ્લીઝ અનમોલ મને આપણું આઈ લવ યુ કહેશો ?જે મારુ એનર્જી બૂસ્ટર છે ,જે મને નિર્ભય બનાવે છે ".એમને કહ્યું,"હા ,ચોક્કસ. 'હું તારી સાથે છું ',આ અમારું આઈ લવ યુ છે તો ચાલો આજે એક નવી શરૂઆત કરી અને એક નવો પ્રણ લઈએ કે આજથી સમાજની દરેક સ્ત્રી શિક્ષિત બનશે અને સપના જોશે એ પછી પરણિત હોય કે અપરણિત .એમને પુરા પણ કરશું અને દરેક સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ પણ વધશે પણ પોતાની જવાબદારીઓ સાથે આગળ વધીને સમાજને બતાવશે ".


(તાળીઓના ગડગડાટ થી આખો હોલ ગુંજી ઉઠ્યો )


-હિમાની સોની
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.