રિઝર્વેશન

આજે આઠ વાળી ગાડીનું રિઝર્વેશન હતું, મા ભાથું બનાવી રહી હતી.

એ ચુપચાપ રાંધણિયામાં જઈને ઉભો રહ્યો.. “અબ્ઘડી થઈ જાહે હો ભઈલા” બોખું મોં બોલ્યું. અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા..

એ હસીને બહાર નીકળ્યો, ને ઝડપભેર હાથમાં પકડી રાખેલી કાચની શીશીનું બુચ બંધ કરી દીધું..

જડબેસલાખ..!!

રખેને એક પળનોય વિલંબ થાય અને શીશીમાં પેસી ગયેલી, માના હાથે શેકાતા રોટલાની સુગંધ પાછી વળી જાય..!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.