રવિ અને શિલ્પીના લગ્ન નક્કી થયા, એલોકો કેવી રીતે મળ્યા એપણ એક યોગનુયોગ હતો.

બંને એક “માઈંડ પાવર ટેકનીક” ના બે દિવસના સેમિનાર માટે લોનાવાલા આવી પહોંચ્યા. સેમિનાર 10 થી 5 વાગ્યા સુધીના સમયનો હતો. પ્રથમ દિવસે જ્યારે સેમિનાર ચાલુ થયો ત્યારે ડૉ.મંગેશે આખા સેશનના 20 જણાની ઓળખાણ એક અલગ અંદાજથી આપવા કહ્યુ. પહેલા તો એમણે બધાની સીટ બદલાવી. અને કહ્યુ, “ હવે જેલોકો એકબીજાની બાજુમાં બેસેલાં છે એમણે 10 મિનિટ એક્બીજા સાથે ચર્ચા કરી એકબીજાનો પરિચય આપવાનો છે.આમ કરવાથી તમારો સ્ટેજ ફીયર દુર થાશે.”

રવિ અને શિલ્પી બંને બાજુમાં હતાં. એમનો વારો આવ્યો. રવિ અને શિલ્પી સ્ટેજ પર આવ્યા. શિલ્પીએ શરુઆત કરી શિલ્પી વિશે બોલવાની, “આ છે મારા મિત્ર રવિ જે મુંબઈથી છે. 25 વર્ષના મારા મિત્ર એક બેંકમાં અધિકારી છે. એમનુ માનવુ છે કે એમને આ બધી માઈંડ ટેકનીકની જરુર નથી પણ એમનુ નામ સજેસ્ટ કરવામાં આવ્યુ તેથે તેઓ આવ્યા છે. એમના મતે તો મનુષ્ય પોતે જ પોતાના મનોબળ મજબુત બનાવે અને દરેક કાર્યમાં શ્રધ્ધા અને ધીરજ રાખે તો સફળતા અવશ્ય મળે જ. એમને પ્રવાસ તેમજ ગાર્ડનીંગનો ખુબ શોખ છે.”

હવે વારો હતો રવિનો શિલ્પી વિશે બોલવાનો. એણે શરુ કર્યુ, “ મારી આ સુંદર મિત્ર પણ મુંબઈથી જ છે. 24 વર્ષની ઉંમર છે અને એક સ્કુલમાં શિક્ષિકા છે.એને મનના રહસ્યો ઉકેલવા ખુબ ગમે છે એટલે એ અહી આવી છે. એને સાદાઈથી જીવવું પસંદ છે. એને સંગીત અને વાંચનનો ખુબ શોખ છે. એને સ્કુલની પ્રિંસિપલ બનવાનુ સ્વપ્ન છે.”

બધાંની આ રીતે ઓળખાણ થઈ. લંચ બ્રેકમાં રવિ પોતાના મિત્રો સાથે અને શિલ્પી પોતાની બહેનપણીઓ સાથે બેઠી. બધાં માઈંડ પાવર ટેકનીકની જ વાતો કરી રહ્યા હતા. એમાં પણ ડૉ.મંગેશ ખુબ સારા મોટીવેશનલ ટ્રેઈનર હતાં. સાંજે સેશન પત્યા પછી બધાં ફ્રેશ થઈ ફરી ડીનર માટે મળ્યા. લગભગ 8 વાગ્યે ડીનર પછી હોટેલમાં એક મ્યુઝિકલ નાઈટ પ્રોગ્રામની સરપ્રાઈઝ આપી. બધાં ફોર્મમાં આવી ગયાં. જુના નવા મધુર ગીતો સાંભળવાની બધાને ખુબ મઝા આવી.

બીજા દિવસે પાછા બધાં હોલમાં ભેગા થયા. ડૉ. મંગેશે આજે બ્રેઈન ગેમ્સ, ઑટૉ સજેશન એવી અલગ અલગ ટેકનીક શીખવી. સેશન સાંજે પુરુ થયુ. બધાંએ સરનો આભાર માન્યો.

બધાંને આજે પોતપોતાના ઘરે પહોંચવાનુ હતુ. એટલે સાત વાગ્યે ડીનર લઈ બધાં છુટાં પડ્યાં. રવિ એના બે મિત્રો તેમજ શિલ્પી અને એની બે બહેનપણીઓ એમ બધાં મુંબઈના હોવાથી 8 વાગ્યે લોનાવાલા સ્ટેશન આવી પહોંચ્યા. મુંબઈ લોનાવાલા ટ્રેનની મુસાફરી લગભગ 2-50 કલાકની હતી. ટ્રેન આવતાં બધાં સીટ પ્રમાણે સામસામે ગોઠવાઈ ગયા અને વાતે વળગ્યાં. શિલ્પી વધારે વાત નહતી કરતી પણ વાતોમાં રસ લેતી હતી. કયારેક વાતોમાં ધ્યાન ન આપતાં બારી બહાર જોતી. રવિનુ ધ્યાન અચાનક શિલ્પી તરફ ગયુ. સુંદર અને નમણી શિલ્પીની એક લટ, એનાં કાનમાં પહેરેલાં લહેરાતા ઝુમખાં, એની નાજુક લાંબી સુરાહીદાર ડોક, બદામ જેવો ચહેરો, નાજુક અણિયાણું નાક, અને મોટી ભાવદર્શાવતી આંખો. એ શિલ્પીને જોઈ જ રહ્યો પણ શિલ્પી સાથે નજર મળતાં પાછો વાતે વળગી ગયો.

સ્ટેશન આવતાં બધાં પોતપોતાનાં ફોન નંબર લઈ છુટાં પડ્યા. શિલ્પીના પપ્પા એને લેવા આવ્યા હતાં. ઘેર પહોચીં બધાં ફ્રેશ થઈ ઉંઘી પણ ગયાં. બીજા દિવસે રવિ ઓફિસ માટે અને શિલ્પી સ્કુલ માટે જવા નીકળ્યા ત્યારે સેમિનારની એ યાદગાર પળો વિસરી ગયાં. શિલ્પી પોતાની સ્કુલમાં વિદ્યાર્થીઓમાં તેમજ સ્ટાફ તેમજ પ્રિંન્સીપલ મેડમની પ્રિય હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાછળ ખુબ મહેનત કરતી. કોઈપણ સ્પર્ધા, એન્યુઅલ ડે હોય શિલ્પી ખુબ સારુ સંચાલન કરતી. રવિ પણ ઓફિસમાં એક જવાબદાર અને પ્રમાણિક ઓફિસર હતો અને બેચલર લાઈફનો આનંદ માણતો.

એક રવિવારે રવિ પોતાના ફ્રેંડ સંજયને ફોન લગાવવા જતો હતો ત્યારે એને શિલ્પીનો નંબર પણ દેખાયો. એને શિલ્પીની યાદ આવી ગઈ. એણે શિલ્પીને પણ ફોન કરવાનુ નક્કી કર્યું. જમીને એણે ફોન લગાવ્યો. બે-ત્રણ પ્રયત્નો છતાંયે શિલ્પીએ ફોન ન ઉપાડ્યો. એટલે એ સુઈ ગયો. શિલ્પી એક સેમિનારમાં હોવાથી ફોન એણે સાઈલન્ટ મોડ પર રાખ્યો હતો. ચારેક વાગ્યે શિલ્પી ઘરે પરત ફરી ત્યારે એણે રવિના મિસ્ડ કોલ જોયાં. એનાં ચહેરા પર એક નાની સ્માઈલ આવી ગઈ. એણે રવિ ને ફોન લગાડ્યો. રવિ પણ સુતો હોવાથી એનો ફોન સાઈલેંટ મોડમાં હતો. રવિએ જાગ્યા પછી શિલ્પીનો મિસ્ડ કોલ જોતાં એને પાછો લગાવ્યો પણ ત્યારે શિલ્પી ઘેર પહોચી હોવાથી ફોન ન ઉપાડ્યો. અડધો કલાક પછી છેવટે શિલ્પીએ ફોન લગાવતા વાત થઈ. રવિએ કહ્યું, “ કમાલ છે ને શિલ્પી આપણે સેમિનાર પછી લગભગ એક મહિના પછી એકબીજાને ફોન કર્યો. શિલ્પી પણ બોલી કે “ હા, આજે પાછી લોનાવાલાની યાદ તાજી થઈ.” રવિ અને શિલ્પીએ 20 મિનિટ વાતો કરી અને એકબીજાના પ્રોફેશન, આવવાજવાનો સમય વગેરેની જાણકારી મેળવી. બંનેના ઘર અડધાં કલાકના અંતરે હતાં. રવિએ શિલ્પીને પૂછ્યુ, “ શિલ્પી, આપણે આવતા સેટરડે ડીનર સાથે લઈએ કે?” શિલ્પીનો સ્કૂલનો એક પ્રોગ્રામ શુક્રવારે હોવાથી શિલ્પીએ કહ્યુ, “ હુ હમણાંથી સ્યોર નથી કહેતી પણ તને શુક્ર્વારે જણાવીશ.”

રવિને થયુ કે ક્યાઅ કારણથી એણે શિલ્પીને ડીનર માટે બોલાવી. ન તો એ સેમિનારમાં એટલી મિક્સ થતી હતી કે ન તો લોનાવાલાથી મુંબઈ આવતી વખતે. એ શિલ્પીના વિશે વિચારવા લાગ્યો. શિલ્પી ખુબ સાદી હતી. કપડાં પણ ખુબ સાદા પહેરતી.પણ એની સાદાઈ પણ એને ઠસ્સેદાર લાગી. શિલ્પીને તો પ્રોગ્રામની તૈયારી કરવાની હોવાથી વિચારવાનો પણ સમય નહતો. શિલ્પી આમપણ સ્કુલથી ઘેર અને ઘેર થી સ્કુલ જતી. એની બહેનપણી સાથે કોઈવાર ગાર્ડનમાં વોક લેતી અને સાંજે મમ્મીને રસોઈમાં મદદ કરતી. બાકીના સમયમાં વાંચન કરતી.

શુક્રવારે પ્રોગ્રામ પત્યા પછી એણે રવિને ફોન લગાવી કહ્યુ, “ રવિ આમ તો હું આવી રીતે કોઈ સાથે ડિનર પર જતી નથી પણ હું આવીશ.” રવિ ખુશ થયો.બીજે દિવસે સાત વાગ્યે ચર્ચગેટની એક હોટેલમાં મળવાનુ નક્કી થયું. સેટર ડે હાફ ડે હોવાથી બંને સાત વાગ્યે આવી પહોચ્યા. લોનાવાલામાં ચોટલોવાળીને સાદા ડ્રેસમાં જોયેલી શિલ્પી આજે લાઈટ ઓરેંજ કલરના લખનવી ડ્રેસમાં છુટા વાળ રાખી, કાનમાં મેચિંગ ઝુમખા પહેરી અને આંખોમાં કાજળ લગાવ્યુ હતું. પહેલાં તો રવિ એને ઓળખી જ ન શક્યો. રવિ અને શિલ્પી હોટેલમાં આવ્યાં. રવિ વાત કરતાં થોડો ખચકાયો કારણ એને હતું કે શિલ્પી ખુબ ઓછાબોલી છે. ઓર્ડર આપી બંને વાતોએ વળગ્યા. શિલ્પી તો રવિને પોતાની સ્કૂલની, વિદ્યાર્થીઓની, એના પુસ્તકોની એમ જાતજાતની વાતો કરવા લાગી. એ ખુબ બડબડી હતી. એકાદ કલાક બાદ બંને "ક્વીંસ નેકલેસ " તરીકે ઓળખાતા મરીનડ્રાઈવ એરિયામાં ચાલવા આવ્યા. વાતાવરણ ખુશનુમા હતુ. બંને થોડોવાર પછી સ્ટેશન આવ્યા. બંને અંધેરી રહેતા હોવાથી r રવિ શિલ્પીને રિક્ષામાં ghe ઘેર સુધી મુકી. બંનેને સારુ લાગ્યું.

આજની મુલાકાત પછી બંનેને એકબીજા માટે સર્જાયા હોય એમ લગ્નના સપના જોવા લાગ્યા.હવે મહિનામાં દરેક શનિવારે મળવા લાગ્યાં. રવિએ એક દિવસ અચાનક શિલ્પીને કહ્યું, “શિલ્પી શું તુ મારી સાથે લગ્ન કરશે”? “શિલ્પી ઉત્સાહમાં આવી બોલી , “” હુ તારા પ્રપોઝલની જ રાહ જોતી હતી.” આમ એલોકોનો સંબંધ હવે મૈત્રીમાંથી પ્રેમમાં બંધાયો. એકબીજાની કાળજી રાખવી,રોજ ફોન કરવા. શિલ્પી હવે “”વેસ્ટર્ન કપડાં પહેરવા લાગી. રવિને પણ સતત ફોનમાં મલકાતો જોઈ એના પપ્પાએ પૂછી નાખ્યું. રવિએ શિલ્પી વિશે મમ્મી-પપ્પાને જણાવ્યું. એમને રવિ પર ભરોસો હતો એટલે એમણે પરવાનગી આપી. આ તરફ શિલ્પીની બહેનપણીઓ પણ શિલ્પીની પસંદથી ખુશ હતી. શિલ્પીએ પોતાના મમ્મી-પપ્પાને પણ રવિ સાથે લગ્નની વાત કરી. રવિ એમની જ નાતનો હોવાથી તેમજ એના વિશેની માહિતી જાણ્યા પછી એમણે પણ લગ્નની મંજરી આપી.

રવિ અને એના મા-બાપ તેમજ સગાં એક દિવસ શિલ્પીને ત્યાં આવી લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. 1 મહિના પછી લગ્ન હોવાથી સગાઈ વિધિ ન કરતાં ફક્ત ગોળધાણાં લેવાયા. બંને પક્ષ પૈસે ટકે સધ્ધર હોવાથી લગ્ન ખુબ ધામ-ધુમથી કરવાનુ નક્કી થયું.

શિલ્પી અને રવિ લોનાવાલામાં મળ્યા હોવાથી શિલ્પીએ પોતાના લગ્ન લોનાવાલામાં થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. બધાં એમાં રાજી હતાં. ર8 નવેમ્બરે લગ્નની તારીખ નક્કી થઈ હોવાથી ફટાફટ કંકોતરી વહેંચાઈ. એમાં ચોખ્ખું લખેલું હતુ કે, “”” “નો ગિફ્ટ ઓંલી બ્લેસીંગ્સ”. એલોકો એ “આ કામ શહેરની એક જાણીતી “”””””” “””””’’વેડીંગ પ્લાનર”” “’ અવંતિકાને મળ્યાં. અવંતિકાએ એમને કયા પ્રકારના લગ્ન , બજેટ, ડેકોરેશન, બેંડબાજા, વગેરે બધી માહિતી પુછી અને વિગતવાર ચર્ચા કરી. એક શનિવારે એમણે લોનાવાલાની નક્કી કરેલ મોટી હોટેલની પણ મુલાકાત લીધી. અવંતિકાની ખાસિયત હતી કે એનુ ઈવેંટ મેનેજમેંટ એટલુ સરસ રહેતુ કે લોકો લગ્ન માણી પોતાને ખુશનસીબ માનતા. એ પર્યાવરણ પ્રત્યે પણ ખુબ સંવેદનશીલ હતી એટલે એની થીમમાં હંમેશા કુદરતી તત્વોનો જ ઉપયોગ થતો.

ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો. 26 તારીખે સાંજે મહેંદી, 27 તારીખે ગણેશપુજન અને સાંજે સંગીત સંધ્યા, 28 તારીખે 11 વાગ્યે લગ્ન અને એ જ દિવસે 3 વાગ્યે મુંબઈ પરત ફરવું. મહેંદી માટે ફક્ત કુટુંબીઓને જ આમંત્રણ હતું લગભગ 40 લોકો., સંગીત સંધ્યામાં 100 લોકો તેમજ લગ્ન માટે 200 લોકો એવું નક્કી થયું હતું.

આખરે 26 તારી આવી ગઈ. બધાં એક બસમાં લોનાવાલા માટે નીકળ્યાં. બસમાં બધા ગીતો, મિમિક્રી , જોક્સ વાતો એમ ખુબ ધમાલ કરી રહ્યા હતાં. બપોરે હોટેલમાં આવી પહોંચ્યા. દરેક ની નામ સાથે રુમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે અગવડ ન પડી. પાંચેક વાગ્યે બધાં તૈયાર થઈ એક ટેરેસ જે સુંદર સજાવ્યો હતો ત્યાં ભેગાં થયા.બધી લેડીઝ મહેંદી મુકાવી રહી હતી.શિલ્પીના મોસાળ તેમજ પિયર પક્ષ વાળા લગ્નગીતો પણ ગાઈ રહ્યા હતાં. બધાએ નાળિયેર પાણી તેમજ લીંબુ શરબત પીધાં. યલો કલરના સ્લીવલેસ ડ્રેસમાં ,આછો મેક-અપ, તેમજ વાળમાં ગજરો નાખી શિલ્પી મહેંદી મુકાવી રહી હતી. ખુબ આકર્ષક દેખાતી હ્તી. ફોટોગ્રાફર તો બધાંના ફોટા લઈ રહ્યો હતો. રાત્રે ડીનર લઈ બધાં થાકેલાં હોવાથી સુઈ ગયાં

બીજા દિવસે રવિ અને શિલ્પી બંનેની પીઠી ચોળવાની રીત હતી. બંને પક્ષના સગાંઓ એ એમને પીઠી ચોળી. હળદર ને એક દળિયામાં તેલ નાંખી પેસ્ટ બનાવી, એને આંબાના પાનને વાળી વર-વધુને લગાવે.એમ કહેવાય છે કે એનાથી વર- વધુના રુપરંગનો નિખાર આવે છે. બધાં બપોરે જમી કરી સાંજ માટે તૈયાર થવા લાગ્યા.

બીજા બધાં મહેમાનો એટલે કે રવિ અને શિલ્પીના મિત્રો, સ્ટાફ , પાડોશીઓ તેમજ અન્ય મહેમાનો બસમાં આવી પહોંચ્યા. એમની સગવડ અને સરભરા તેમજ આગતા-સ્વાગતાનુ ખુબ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. બધાં ફ્રેશ થઈ, તૈયાર થયા અને 5 વાગ્યે હોટેલના ગ્રાઉંડમાં “સંગીત સંધ્યા માટે આવી પહોચ્યા. રંગબેરંગી ફુલોથી ગ્રાઉંડને એટલું સુંદર સજાવ્યુ હતું જાણે ફુલોના બાગમાં આવી ગયાં હતાં અને એની સુગંધથી વાતાવરણ મઘમઘી રહ્યુ હતું. શિયાળો હોવાથી 6 વાગ્યે અંધારુ થઈ ગયું. ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. લાઈટીંગ તેમજ લેસર લાઈટ્સ શો પણ હતો. શરુઆત 10 મિનિટના લેસર શો થી થઈ જે માણવાલાયક હતું.

સંગીત સંધ્યા રવિ અને શિલ્પીને વેલકમ કર્યા પછી શરુ થઈ. પહેલાં તો રવિ અને શિલ્પીની મુલાકાતની એક થીમ પરથી ગીતો વાગ્યા અને શિલ્પી તેમજ રવિ ના મિત્રો અને કઝીન્ઝસોએ ડાંસ પર્ફોર્મ કર્યા. પછી જુના નવા ગીતો ગવા યાં. બધાં સંગીત સંધ્યાનો આસ્વાદ માણી રહ્યા હતાં. પ્રોગ્રામના એંકરે રવિને માઈક આપી શિલ્પી માટે ગીત ગાવા કહ્યુ. રવિએ શિલ્પી પાસે જઈ “ એક સુંદર ગીતની બે કડીઓ ગાઈ. શિલ્પીએ પણ એક ગીત રવિ માટે ગાયું. હવે એંકરે રવિને લગ્ન વિશે પોતાના વિચાર જણાવવા કહ્યુ., રવિ બોલ્યો,

“”””શિલ્પીને પ્રથમવાર મેં જોઈ ત્યારે ખાસ ઈંમ્પ્રેસીવ ન લાગી. પછીથી એની સાદાઈ મને ખુબ સ્પર્શી ગઈ. જેમ જેમ એના સંપર્કમાં આવતો ગયો એમ મને એ જમાના પ્રમાણે ચાલનારી પણ ઉંચા વિચાર ધરાવતી હતી. મને એમ લાગવા માંડ્યુ કે શિલ્પીથી શ્રેષ્ઠ જીવનસાથી કોઈ નહિ હોય. કોઈપણ યુવક પોતાની જીવનસંગિની પાસે હુંફ તેમજ જીવનભરનો સંગાથ શોધતો હોય છે. જે મને શિલ્પીમાં દેખાયું. શિલ્પીને હું વચન આપુ છું કે હું એના સન્માન જળવાય રહે એની પુરી કાળજી રાખીશ.” “””’

બધાંએ રવિને તાળીઓથી વધાવી લીધો. પછી શિલ્પીને માઈક આપી એને લગ્નની પરિભાષા વિશે પુછ્યુ. શિલ્પી બોલી,”” હું નસીબદાર છું કે મારા મનમાં જે કલ્પના હતી એનાથીયે અધિક સારા જીવનસાથી તરીકે મને રવિ મળ્યાં. હું હંમેશા મારા અંતર આત્માનો અવાજ સાંભળતી આવી છું અને જ્યારે રવિએ મને પ્રપોઝ કર્યું ત્યારે હું ખુબ ગદ્ ગદ્ થઈ ગઈ હતી. રવિ જેવા સોહામણા યુવક તેમજ એના સંસ્કારી પરિવારની વહુ બનવાનુ મને ગર્વ છે. મારા મતે લગ્ન એ ફક્ત બે વ્યક્તિ જ નહી પણ એમનાં આત્મા તેમજ પરિવારજનોનું પણ મિલન છે. હું ભલે આજના જમાનાની યુવતી છું પણ આપણી ભારતીય લગ્નની પરંપરામાં માનનારી છું જેમાં દિકરી પોતાના સાસરે બધાં સ્વજનોને છોડીને આવે ત્યારે પતિના ઘરે પણ એને માનસહિત સ્વીકારી લેવામાં આવે છે અને ઘરની સૌથી મહત્વની વ્યક્તિ હોય એમ બધી જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે જે મારા માટે તો સ્ત્રીને સૌથી વધારે સન્માનદાયક છે. ત્યારે વહુની પણ એ સન્માન જળવાઈ રહે માટે ફરજ બને છે કે એ પણ પારકાંને પોતાના બનાવી લે. લગ્ન એટલે ફક્ત વિદેશ ફરવું, હોટેલ , પિક્ચર જોઈ મજા કરવી એટલું જ નથી પણ એક જવાબદાર વહુ બની બધી પરિસ્થિતિને અનુરુપ થવુ તો જ ઘર એક મંદિર કરતાંય પવિત્ર બની રહે છે. મારે તો એટલું જ કહેવું છે કે ભગવાને દરેક સ્ત્રીને પુરષ સમોવડી બનવા નથી બનાવી પરંતુ પુરુષ તરફથી એને અપાતા સન્માન અને આદર જાળવી એને સંગાથ આપવા બનાવી છે. માટે આપણી પરંપરા જાળવીએ અને પ્રેરણા બનીએ જેથી નવી પેઢીને પણ લગ્ન સંસ્થામાં વિશ્વાસ રહે.””” “’’’’’’’’’’’

બધાં શિલ્પીના વિચારથી ઈમ્પ્રેસ થઈ ગયાં. બધાંએ પછી ડીનર લીધું. બીજે દિવસે લગ્ન હોવાથી બધાં પોતાના રુમમાં જતાં રહ્યાં.

બીજે દિવસે સવારે 6 વાગ્યે શિલ્પી અને રવિના કુટુંબીજનોએ ગણેશ પૂજન અને બીજી વિધિ પતાવી. અગિયાર વાગ્યે લગ્નનુ મુહુર્ત હતું. સવારથી ઢોલ – શરણાઈ વાગતાં હતાં. સ્ટેજ અને લગ્ન મંડપને સુંદર સજાવટ કરી હતી. જાણે કોઈ સ્વપ્ન નગરીમાં આવ્યા હોય એમ લાગતું હતું. રવિ ને શિલ્પી પછી તૈયાર થવા લાગ્યાં. મરુન પાનેતરમાં શિલ્પી અપ્સરા જેવી દેખાતી હતી. રવિ પણ ખુબ સોહામણો લાગતો હતો. જાન આવી પહોંચી. રવિના મિત્રો તેમ જ કઝીન્ઝસ અડધો કલાક મન મૂકીને નાચ્યાં અને ખુબ ધમાલ કરી. મંત્રોચ્ચાર સાથે વિધિસર લગ્ન લેવાયાં. સ્ટેજ પર આવી બધાં મિત્રોએ નવ-દંપતીને શુભેચ્છા અને વડીલોએ આશીર્વાદ આપ્યાં. ભેટ સોગાદતો આમ પણ સ્વીકારવાની નહતી. બધાં સહકુટુમ્બીજનો સાથે નવ-દંપતીની સાથે ફોટા પડાવ્યા. એ ફેમીલી ફોટો ખુબ સુંદર આવ્યો. બધાં આટલાં ભવ્ય અને સુંદર લગ્ન એ પણ રંગેચંગે માણી ખુશ થયાં. વિદાય પછી જમી કરી ચાર વાગ્યે બધાં મુંબઈ આવવા નીકળ્યાં અને બસમાં ગોઠવાઈ ગયાં.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.