મ્રુત્યુ

કહો કોણે મારા પ્રાણને ઘડ્યો ?

ને ભાગ્ય લખ્યુ કોણે લૈ કલમને ખડિયો ?

વિશ્વમાં સૌ સાથે મૈત્રીભાવ રાખતું ઓ મ્રુત્યુ!!

નિત્ય સંભારી તને જીવવું છલોછલ મારે?

મૌન થૈ રણકતા રહેવુ સદાય તારે. ?

કિચનથી વૈંકુંઠની કેડી સજાવવી મારે?

ને કાંટાની તાસીર બની ચૂભતા રહેવું તારે?

ભૈ મ્રુત્યુ ! કોઇ દિ ફુરસદે આવશે તું ?

જ્યારે કવિરત્નોની મહેફિલ જામી હોય ...

જ્યારે મનનો મીત મારી કને બેઠો હોય...

ત્યારે નેપથ્યે આપણે સરી જઇશું. કિંતુ..

તારી સાથે આવતાં રખે એ તારો વિજય નથીજ

જીવન પાછું મળે છે મ્રુત્યુને કિનારે

જેમ આથમતો સૂરજ ઉગે છે સવારે

મ્રુત્યુ શ્વસનનો અર્થ કહી જાય છે ક્યહીં

ફરી જન્મ ફરી કાર્યની નિયતી મહીં

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.