જન્મે એક પુત્રી..દુનિયાદારી ની સમજ પડયા પછી...પોતાના અસ્તિત્વ ના બચાવ માટે પોતાનાઓ સામે જ ઝઝૂમવુ પડે તેનાથી મોટી કરૂણતા કે વિવશતા એક સ્ત્રી ના વજૂદ માટે બીજી કઇ હોઇ શકે..!.? મા-બાપ ના સંયુકત સ્વીકાર પછી જન્મેલા બાળક..માટે શું તેની જાતિ જ મહત્વ ધરાવે છે.. કે પુત્ર છે કે પુત્રી.?

માત્ર પોતાના રૂધિર માંસ માં થી સજાઁયેલ પોતાનો પિંડ , પ્રતિકૃતિ છે..શું એ સૌભાગ્ય નથી.? સંતાનો માટે ઝૂરતા એવા હજારો દંપતિ છે..કે જેઓ માટે માત્ર ને

માત્ર..મા- બાપ બનવાનુ સૌભાગ્ય મલે એ જ મહત્વ નુ છે..બીજુ ગૌણ બની જાય છે.. અમુક સમાજ માં આજના સમયમાં પણ પુત્ર-પુત્રી ના ઉછેર માં ભેદભાવ જોવા મળે છે.. સારૂં ખાવાનુ..પહેરવાનુ..રમકડા થી રમવાનુ..ભણવાનું..મોટા થયા બાદ મનપસંદ જીવનસાથી મેળવવાનો અબાધિત અધિકાર દિકરા ઓ ના હકક માં જ શા માટે.? દિકરીઓ ને બહુ ભણાવીને શું કામ છે.? આખરે તો ઘર જ સંભાળવુ છે ને.? આવા વિચારો જ્યારે ઘરની બુઢ્ઢી મહિલાઓ ના મુખે થી સંભળાય તો લોહી ઉકળી ઉઠે છે..કે તમે જે અત્યાચાર ભોગવી ચૂકયા છો..તે બીજા પણ ભોગવે..આ હીન માનસિકતા માં થી બહાર આવો અને અમારી હવે પછીની પેઢી આ નો ભોગ ન બને..તે માટે લડત આપો..નહી કે જે અમે સહન કરેલુ તે તમે પણ કરો..સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન ન બનતા...તેનો ટેકો બને..પોતાના હકક માટે અવાજ ઉઠાવે..તેને વિદ્રોહી ન કહેવાય..સજાગ થયા કહેવાય..સદીઓ થી સ્ત્રીઓ નુ અનેક રીતે શોષણ થતુ આવ્યું છે.. ઘર માં..સંતાન ના થાય તો દોષી..પતિ બીજી પત્ની લઇ આવે..મારઝૂડ કરે..સસરો કે ઘરના મોભીઓ કુદ્રષ્ટિ કરે તો પણ ચૂપચાપ સહન કરવાનુ અને ન થાય તો મરવાનું..દહેજ ઓછુ લાવે તો સતામણી.. જાહેર દુનિયા મા પુરૂષ ના કદમ સાથે કદમ મિલાવતી મહિલાઓની પણ બોસ દ્વારા સતામણી થતી હોવાના કિસ્સાઓ બનતા હોય છે.. કદીક રૂપના વખાણ કરી..મજબૂરી નો ગેરલાભ ઉઠાવી લિલામી કરવામા આવે છે..ગુલામો તરીકે વેચવામા આવે છે..કોઠાઓ ઉપર નચાવવા મા આવે છે..દેહ વ્યાપાર ના નકઁ માં જીવતા જીવ ધકેલી દોઝખ ભરી જીંદગી માં શ્વાસ લેવા વિવશ કરવી.. કોઇ સંજોગ ની મારી પરપુરૂષ નો સાથ લે..તો કુલ્ટા વગેરે..ઇલ્જામ

થી સમાજ માં ઉતારી પાડવી..પુરૂષ જે કરે તે વ્યાજબી.. કેમ..આટલો વિરોધાભાસ..!! છે તો આખરે બંને માનવી ની જ જાત..!!

બસ..એક સ્ત્રી જો..આવા કાચા સુતર ના તાંતણા જેવા ખોખલા લગ્ન સબંધો નો ઇન્કાર કરી..મકકમ બની પોતાના જીવન નો અલગ ચીલો ચાતરી જીવવા ઇચ્છે તો...તો સમાજ તેને પણ ચેન થી નથી જીવવા દેતો..તમે કેમ લગન નથી કરતાં.? લગન તો કરવા જ પડે.. નોકરી કરો છો કે નહી.? કેમ નથી કરતા.. ભાઇ ના માથે બોજ ના બનાય.. આ જમાના માં.. ભાઇ તારો નથી..બેન તારી નથી બોજ તને નથી..તો આ પારકી પંચાત..અને કોઇ ના જીવન માં દખલ કરવાનો અધિકાર આપ્યો કોને.? અન્ય ને.. તમે કોઇ ને મદદરૂપ ન બની શકો તો વાંધો નહી..નડતર શુ કામ બનો છો.? વિઘ્ન સંતોષી શુ કામ બનો છો.? શુ આ બિમારી .માનસિક હીનતા ની ચાડી નથી ખાતી.? જે તમને નથી મલ્યુ..તે બીજા ભોગવે તે દેખી નથી શકાતુ..ઇષાઁ બાળે છે..લાકડા નનાલાડુ ખાઇ હુ પસ્તાઇ તો બીજા કેમ બાકાત રહે.? મને ફરવા કે મોજ શોખ કરવા ન મલ્યા..તો બીજા કરે જ શે ના.?

બસ..સ્વ અધ્યયન સિવાય સ્વભાવ સુધારવો શકય નથી.. જીવન ખૂબ ટૂંકુ છું..મદદ કરો થાય તો કોઇ ની.. સ્ત્રી સમગ્ર માનવજાત ની ધરોહર છે..તેનુ સન્માન કરતા શીખો..શોષણ નહી..રક્ષા કરો શકિત સ્વરૂપ ની..અસ્તિત્વ ને

બચાવવા પ્રયાસ કરો..જતન કરો..એજ સાચી આરાધના છે..

ઇશ્વર ની..!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.