“કાજલ હુ તને ક્યારેય નહિ છોડુ, હુ તારા વિના રહીજ ના શકુ, મમ્મી પપ્પા નહી માને તો રાહ જોઈશ એમને મનાવીશ પણ પણ તારા વીના બીજા કોઈ સાથે મેરેજ નહી કરુ”

કાજલ તૈયાર થઈ કે નહી બેટા એ લોકો બસ પહોચતાજ હશે. મમ્મીનો અવાજ સાંભળી કાજલ વિચાર તંદ્રા માંથી બહાર આવે છે.

આછા ગુલાબી રંગના સલવારસુટ માં એ પોતે ગુલાબ જેવી લાગતી હતી. દેખાવમાં શ્યામ પણ છતા પણ કોઈ ને પણ મોહી લે એવુ એનુ રુપ હતુ. પોતાને અરીસામા નિહાળી એ સોચતી હતી કે શુ કમી હતી એનામાં? જેટલી દેખાવમાં સુંદર હતી એટ્લી જ દિલ ની સાફ હતી.અને એને પ્રેમ કરવામાં કે પ્રેમ નિભાવવમાં એની ક્યા કચાશ રહિ ગઈ. જે વ્યક્તી ને એના વિના એક મીનીટ ના ચાલતુ એ “સોરી કાજલ હુ મારા માતા પિતા ની વિરુધ્ધ જઈને તારથી મેરેજ નહી કરિ શકુ, હુ એમનુ એક માત્ર સંતાન છું હુ એમને દુખિ નહિ કરી શકુ. તુ પણ લાઈફ મા આગળ વધજે અને કોઈ સારા છોકરા સાથે મેરેજ કરી લેજે.” અટલુ કહી ને એને છોડી ને જતો રહ્યો.

એ સમય પણ જતો રહ્યો, દુખના એ દિવસો પણ વિતી ગયા. કાજલ ને આ બધામાં થી બહાર આવતા બે વર્ષ્ જેટલો સમય લાગ્યો એ પછી એણે પણ નક્કી કર્યુ કે એને લાઈફ માં આગળ વઘવુ જોઈએ. પણ હવે એ પણ કાજલ માટે મુશ્કેલ હતુ કારણ કે કાજલ ની ઉંમર ૩૦ થવા આવી હતી. અને જે છોકરો એને જોવા આવવાનો હતો એ એનાથી 5 વર્ષ નાનો હતો એટ્લે એને ક્યાંક ન ક્યાંક એમ હતુ કે આ સગપણ નહી થાય છતા પણ એના માતા પિતા ની ખુશી માટે એ એના માતા પિતા પસંદ કરેલા છોકરા સાથે એ મળવા તૈયાર થઈ ગઈ.

હવે સાગર ની વાત કરીએ તો એ નાના છોકરા જેવો રમતીયાળ, પણ સમજ્દાર પણ એટલોજ, એ ઝીંદગી ને મન ભરીને માણી લેવામા માનતો. એ મોર્ડન વિચારશરણી ધરાવતો હતો. કાજલ નો બાયોડેટા જોયા પછી પણ અને એ પોતાનાથી મોટી છે છતા પણ એ એને મળવા માંગતો હતો. એને બસ એ જોતાજ ગમી ગઈ હતી.

“કાજલબેન તૈયાર થઈ ગયાને એ લોકો આવી ગયા છે, ચાલો ચા નાસ્તો લઈને મમ્મી બોલાવે છે.” કાજલ ના ભાભી કાજલ ને કહે છે. કાજલ ચાલો ચા નાસ્તો લઈને જાય છે, ત્યા સાગર ના મમ્મી એને પોતાની પાસે બેસાડે છે અને થોડી ઔપચરીક વાતો થાય છે. આપણી તો વાતો થતી રહેશે પણ જે લોકોને એકબીજા ને પસંદ કરવાના છે એ બંન્ને ને પણ એકબીજા સાથે વાત કરવાનો મોકો આપીયે એમ કહેતા કાજલ ના મમ્મી કાજલને સાગર ને પોતાના રૂમ મા લઈ જવા કહે છે.

રૂમ માં જતા કાજલ સાગર ને ચેર પર બેસવા કહે છે અને પોતે એની બાજુમાં પોતાના બેડ પર બેસે છે.

થોડી વાર રૂમ માં શાંતિ છવાય જાય છે. મને લાગે છે કે વાત ની શરુઆત મારે જ કરવી પડ્શે, પણા જો હુ બોલવાનુ સ્ટાર્ટ કરીશ તો પછી તમારો પણ બોલવાનો વારો નહિ આવે એટલે તમારે મને જે પહેલા પુછવુ હોય એ પુછી શકો છો. વાતાવરણ ને હળવુ બનાવવા સાગર થોડી મજાક કરતા કહે છે. હજુ તો કાજલ કઈ કહેવા જાય એ પહેલાંજ એને અટ્કાવતા સાગર કહે છે કે I think I know તમે શુ પુછશો. એજ ને કે તમે મારાથી 5 વર્ષ મોટા છો છતા પણ હુ તમને મળવા કેમ આવ્યો? હા તમે સાચા છો હુ એજ પુછવાની હતી. તો હવે તમે એ વાતનો જવાબ પણ આપી દો.

સાગર જવાબ આપતા કહે છે. જુઓ કાજલ મારુ માનવુ એવુ છે કે એઈજ માત્ર નંબર છે, માણસ મનથી યુવાન હોય એ અગત્યનુ છે. અને અટલોજ કે આનાથી વધુ હુ તમારાથી એઈજ મા મોટો હોત તો આ પ્રશ્ન ના આવત ખરુ ને? કારણકે આપણે ગમે એટલા પોતાને મોર્ડન સમજીએ પણ છતા પણ હજી ઘણી વાતો માં આપણે જુના રિવાજો ને વળગી રહિયે છિયે. આપણા વાતમાં એ વાત ઘર કરી ગઈ છે કે મેરેજ ની વાત આવે અટલે એક્જ વાત આવે કે છોકરી છોકરા થી નાની હોવી જોઈએ. પણ હુ આવી બાબતોમા માનતો નથી તમારો ફોટો જોયો તમે મને ગમ્યા અને હુ તમને મળવા આવી ગયો બસ.

તમે અને તમારા વિચારો ઘણા સારા છે સાગર પણ હુ તમને કઈ કહેવા માંગુ છુ, કદાચ એ સાંભડ્યાપછી તમે હા નહી કહો. હુ ના કહુ અને પાછડથી તમને ખબર પડે અને તમને એમ લાગે કે મે તમને છેતર્યા એના કરતા હુ તમને જે છે તે બધુ સાચુ કહી દેવા માંગુ છુ મારા past વિશે.

એક મિનિટ કાજલ તમે હમણા શુ બોલ્યા કે તમે તમારા past વિશે કહેવા માંગો છો? પણ past મતલબ જે વીતી ગયુ તે અને વિતેલો સમય ક્યારેય પાછો આવતો નથી તો જે વીતિ ગયુ છે એને યાદ કરવાને બદ્લે હવે શુ કરવાનુ છે એના વિશે સોચિયે? અને દરેક ને પોતપોતાનો એક past હોય જ છે. પણ એ Past તમારા વર્તમાનને ક્યારેય affect કરવો ના જોઈએ. બોલો બીજુ કશુ પુછવા માંગો છો?

કાજલ નકારમાં માથુ હલાવતા જવાબ આપે છે.

એક famous quote છે કે જ્યારે કોઈ ગમવા લાગે ત્યારે એને તમે ની જગ્યા એ તુ કહી ને બોલવાનુ ચાલુ કરી દો, તો કાજલ તુ મને ગમે છે. હવે તારો જવાબ પણ આપી દે, આજ સાગર સ્ટાઈલ માં?

કાજલ શરમાતા બંને હાથ વડે પોતાના ચહેરા ને છુપાવતા કહે છે, “મને પણ તુ ગમે છે”.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.