બાકી છે…

ગઝલઃ બાકી છે.

(“કુમાર” માર્ચ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ એક ગઝલઃ “બાકી છે…”)

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે. ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે ! દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો. સતત મંદિરની ભીંતો, કહે છે, ધર્મ બાકી છે.

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે, મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ, ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.